________________ વેષ હોય તે જ સાધુ અને બીજા અસાધુ એવો કોઇ જ નિયમ નથી હોતો. સાધુતા વેષમાંથી નહિ સ્વભાવમાંથી આવે છે. બાકી, સાધુના કપડા તો રાવણે પણ પહેર્યા હતાં. પણ તેનું કૃત્ય અસાધુતાનું હતું. જ્યારે ચિલાતીપુત્રનો વેષ ડાકુનો હોવા છતાં આત્મામાં શુદ્ધસાધુતા પ્રગટીને કેવલજ્ઞાન પામી ગયા. વેષ સાધનો કદાચ નહિ હોય તો ચાલશે પણ સ્વભાવમાં તો સાધુતા હોવી જ જોઇએ. મસહુર્વ - અસાધુવત્ ( વ્ય.) (અસાધુની પેઠે, અસાધુ સમાન) fસ - મણિ (.) (1, તલવાર, ખડુગ 2, તલવારધારી નોકરી કરવી તે 3. નારકીના જીવને તલવાર વડે છેદનાર પરમાધામી) સૂત્રકતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં લખ્યું છે કે “જે જીવો તીવ્ર કર્મોદયે નરકમાં ઉત્પન્ન થયેલાં હોય તે જીવોને વિવિધ પ્રકારના પરમાધામી દેવો કદર્થના કરતાં હોય છે. તેમાં અસિ નામક દેવો તલવાર વડે નારકી જીવોના હાથ,પગ, નાક, કાન, પેટ આદિ અંગો અને ઉપાંગોનું નિરંતર છેદન ભેદન કરતાં હોય છે.' असिकंडतित्थ - असिकण्डतीर्थ (न.) (મથુરાનું એક તીર્થસ્થાન) સવરલા - શિક્ષક (f) (ચિર પ્રવ્રજિત, દીર્ઘચારિત્રી) જેમાં ચૌદપૂર્વો સમાઇ જતાં હતાં એવું બારમું દૃષ્ટિવાદ અંગ જ્યારે વિદ્યમાન હતું, ત્યારે તે કોને ભણાવવું તેનું વિધાન આ પ્રમાણે કરવામાં આવેલું, જે ગુરુકુલવાસનું સદૈવ સેવન કરતો હોય. જે દીર્ઘચારિત્રી અર્થાતુ વીસ વર્ષનો જેનો ચારિત્ર પર્યાય થયો હોય. જેનું દર્શનાવરણીય કર્મ સારા પ્રમાણમાં ક્ષય થયું હોય.તથા ગુરુની દૃષ્ટિએ જે યોગ્યતાને પામેલ હોય તેવા જ જીવને દૃષ્ટિવાદનો અભ્યાસ કરાવવો. મણિપુરથાર - સિક્ષરથાર (ઈ.) (ધારદાર તલવાર, જેની ધારા અત્યંત તીવ્ર છે તેવી તલવાર) આનંદઘનજી મહારાજે સ્તવન ચોવીસી અંતર્ગત ચૌદમાં અનંતજિનની સ્તવના કરતાં લખ્યું છે કે “ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જિનતણી ચરણ સેવા” અર્થાત તલવારની ધાર પર ચાલવું સહેલું છે પરંતુ જિનેશ્વર પરમાત્માએ બતાવેલ ચારિત્રધર્મ પર ચાલવું તો તેના કરતાં પણ અતિદુષ્કર છે. કોઇ વિરલ આત્માઓ જ તેના પર ચાલવાનું સાહસ ખેડી શકતાં હોય છે. કાચાપોચાનું તો કામ જ નથી. fસરવેરા - મfસટ# (7) (તલવારયુક્ત મ્યાન) असिचम्मपाय- असिचर्मपात्र (न.) (મ્યાન, તલવારયુક્ત મ્યાન) સિ૬ - ગષ્ટ (2.) (નહિ કહેલું, અકથિત). શાસ્ત્રમાં બે પ્રકારના પદાર્થ હોય છે. પ્રગટ અને અપ્રગટ, કેટલાક પદાર્થોનું સ્પષ્ટ કથન કરવામાં આવેલું હોય છે. જયારે કેટલાક પદાર્થો સ્પષ્ટ ન કહેતા દિશા નિર્દેશથી કે પછી ગૂઢાત્મક કહેલા હોય છે. તેવા નહિ કહેલા પદાર્થનું જ્ઞાન માત્ર ગીતાર્થ ગુરુ ભગવંત જ કરાવી શકે છે. માટે જ કહ્યું છે કે તત્ત્વજિજ્ઞાસુ આત્માએ નિરંતર ગુરુકુલવાસની સેવા કરવી જોઇએ. -1 6.2 -