________________ જીવો.” એકેન્દ્રિય તથા વિકલૈંદ્રિય જીવોને છોડીને મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકના જીવોનો તેમાં સમાવેશ થાય છે. असंखेज्जगुणपरिहीण - असइख्यातगुणपरिहीन (त्रि.) (અસંખ્યભાગ પ્રમાણ, અસંખ્યગુણ હીન) જ્યારે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ પ્રદેશ, આયુષ્ય, ગુણ આદિ અસંખ્યગણા પ્રમાણમાં ઉતરતી કક્ષાએ કે અલ્પ પ્રમાણમાં હોય. ત્યારે તે તે સ્થાને તેનો અસંખ્યગુણપરિહીનરૂપે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમકે અનુત્તરવાસી દેવનું આયુષ્ય સૌથી અધિક હોય છે. બારમાં દેવલોકના દેવનું આયુષ્ય તેના કરતાં અસંખ્યગુણહીન, તેના પછીના અગિયારમા, દસમા, નવમા યાવત વ્યંતરજાતિના દેવોનું આયુષ્ય ક્રમશઃ અસંખ્ય ગુણહીન હોય છે. असंखेज्जजीविय - असङ्ख्यातजीवित (पुं.) (અસંખ્યાતા જીવ જેમાં છે તે) ભગવતીસૂત્ર આઠમાં શતકના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે “અસંખ્યાતા જીવ 1. એકસ્થિત અને ૨.બહુસ્થિત એમ બે પ્રકારે હોય છે.” જેમ સચિત્ત પૃથ્વીકાયમાં એક જ શરીરમાં એક જ સ્થાને અસંખ્યાતા જીવોનો વાસ હોય છે. આવા એક જ શરીરમાં એકસાથે અસંખ્યાતા જીવોનું રહેઠાણ તે એકસ્થિત કહેવાય છે. તથા એક જ વૃક્ષમાં મૂળ, થડ, ડાળી, પાંદડા, ફૂલ, ફળમાં અલગ અલગ રહેતા અસંખ્યાતા જીવો બહુસ્થિત કહેવાય છે. असंखेज्जय - असङ्ख्येयक (न.) (અસંખ્ય, ગણનાનો એક ભેદ) અસંખ્યય ગણના પ્રકારનો એક ભેદ માનવામાં આવેલ છે. વ્યવહાર પ્રચલિત સંખ્યા પ્રમાણમાં જે ન આવે તેવા સંખ્યાબેદથી અધિક તથા અનંત નામક પ્રમાણથી અલ્પપ્રમાણવાળા માપને અસંખ્ય કહેવામાં આવે છે. અનુયોગદ્વારસૂત્રમાં અસંખ્યયના 1. પરીત અસંખ્યય 2. યુક્ત અસંખ્યય તથા 3. અસંખ્યયાસંખ્યય એમ ત્રણ પ્રકાર કહેલા છે. તેમજ આ ત્રણેયના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્ય અનુત્કૃષ્ટ એમ ત્રણ પેટા ભેદ કહેલા છે. असंखेज्जवित्थड - असङ्ख्येयविस्तृत (त्रि.) (અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળું, અસંખ્યયોજનપ્રમાણ લાંબું અને પહોળું) HT - 36% ( ft. ) " (1. બાહ્ય અને અત્યંતર સંગરહિત 2. મોક્ષ 3. સિદ્ધાત્મા, મુક્ત જીવ 4, રાગ અને દ્વેષરહિત આત્મા) યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ રચિત ષોડશકગ્રંથના વિવરણમાં અસંગની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. ભયમાં કે હર્ષમાં મતિની અવિપરીતતા, સુખમાં કે દુખમાં નિર્વિકારતા અને નિંદા કે સ્તુતિમાં તુલ્યતા હોય તેને તત્ત્વજ્ઞ પુરુષો અસંગતા કહે છે. ધ્યાનની ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચેલ યોગીને આવી અસંગતા સહજ હોય છે. - મસંદ (ઈ.) (સંગ્રહ ન કરનાર, સંગ્રહ ન કરવાના સ્વભાવવાળો) ચારિત્રના ખપી આત્માઓ ગચ્છને અને સ્વચારિત્રમાં ઉપકાર કરનાર આવશ્યક ઉપકરણને છોડીને લાલસા અને સ્વાર્થવશ અન્ય વસ્તુઓનો સંગ્રહ કદાપિ કરતાં નથી. તેવા સંયમેક્લીન પુનિત શ્રમણ ભગવંતો જ સ્વ અને પરના તારક બને છે. असंगहरुड़ - असंग्ररुचि (पुं.) (ઉપકરણાદિ સંગ્રહની રુચિરહિત, લોભવૃત્તિરહિત) મiાહિત્ય - સંહિ(પુ.). (1. નૈગમ નયનો એક ભેદ 2. સંગ્રહ ન કરનાર) સપ્ત નયોમાં એક નય છે નૈગમ નય. આ નય સમસ્ત સામૂહિક બોધના ત્યાગપૂર્વક વિશિષ્ટ અર્થને ગ્રહણ કરનાર હોવાથી 134 -