________________ असंखगुणवीरिय - असंख्यगुणवीर्य (त्रि.) (અસંખ્યાતગુણ વીર્યયોગવાળો, જેનું આત્મિક પરાક્રમ અસંખ્યગણું છે તે) શાસ્ત્રમાં, શતયોદ્ધા, સક્સયોદ્ધા, લક્ષયોદ્ધાનું કથન આવે છે. તેમનું શારીરિક બળ એટલું બધું હોય કે તેઓ એકલા જ સો, હજાર કે લાખો સાથે લડી શકે. આ તો વ્યવહારિક બળ થયું. કિંતુ આત્મિક વીર્ય તો તેનાથી અસંખ્ય અને અનંતગણું કહેલ છે. આત્માના શુદ્ધ પરિણામે અસંખ્યાત માત્રામાં રહેલ કર્મયુગલોને ભેદીને નિર્મળ એવા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અds - Jig6 () (વાચિક કલહ, શાબ્દિક કજીયો) શાસ્ત્રમાં કહેલ છે કે પંચમહાવ્રતધારી સાધુ કારણ વગર જો બોલ બોલ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વિના કારણે બોલવું જો વજર્ય છે તો પછી શાબ્દિક કલહતો વિશેષ રીતે ત્યાજય છે. શાબ્દિક કજીયાથી આત્માના ગુણોનો હાસ, વૈરાનુબંધ અને જિનશાસનની લોકમાં અવહેલના થાય છે. આથી મોક્ષપદની વાંછા કરનારા મુમુક્ષુ આત્માએ તેવા કલહનો ત્યાગ કરવો જોઇએ. સંદિર - સંtઊંડક્સ (ઈ.) (કલહ કરવાના સ્વભાવવાળો, કજીયાખોર) ઝઘડાળુ વૃત્તિવાળો માણસ એમ સમજતો હોય છે કે હું એકલો બધે પહોંચી વળું એમ છું. મારી આગળ બધાની બોલતી બંધ થઈ જાય છે. મને કોઇ ચૂપ કરાવી શકે એમ નથી. કિંતુ હકીકત આનાથી તદ્દન વિપરીત હોય છે. પહેલી વાત તો કોઇને કલહશીલ માણસ પસંદ હોતો જ નથી. તેવા વ્યક્તિથી લોકો દૂર રહેવાનું જ પસંદ કરે છે. તથા કજીયાખોર પાસે જેટલો સમય હોય છે તેટલી ફૂરસદ બીજા પાસે હોતી નથી. પણ કહેવત છે ને કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? તદનુસાર આ વાત બધા જાણતા હોવા છતાં તેવા માણસને સમજાવવો અશક્ય બને છે. આપણી ગણના તો તેવામાં નથી થતી ને? ધ્યાન રાખજો ! કરવા - સંસ્કૃત (રિ.) (1, જેનો સંસ્કાર થઇ ન શકે તેવું 2. જેનું પુનઃ સંધાન થઇ ન શકે તે 3. ઉત્તરાધ્યયનસૂત્રનું ચતુર્થ અધ્યયન) ફેશન પરસ્ત યુગમાં લોકો પોતાના શોખ માટે ચામડાના બેલ્ટ, બૂટ, જેકેટ, પર્સ વગેરેનો ઉપયોગ કરતા હોય છે. તેઓ પોતાના શરીરની ટાપટીપ માટે લાખો પશુઓની નિર્મમ હત્યાના ભાગીદાર બનતા હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે તમારા શરીરને શણગારવા તમે ગમે તેટલો પ્રયત્ન કરો. કિંતુ આ શરીર સ્વભાવથી જ અશુચિમય અને અસંસ્કૃત છે. પાણીથી ગમે તેટલી વખત ધોવો, જાતજાતના કોમેટીક વાપરશો તો પણ સવાર પડતાં તો તેના મૂળ સ્વરૂપમાં જ આવી જવાનું. આથી શરીરના આવા સ્વભાવને ઓળખીને વિવેકી પુરુષે ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ. असंखलोगसम - असङ्ख्यलोकसम (त्रि.) (અસંખ્યલોકાકાશ પ્રમાણ) આ લોકમાં પ્રત્યેક પુદ્ગલ આકાશાસ્તિકાયને સ્પર્શીને રહેલા છે. તેમજ આ આકાશાસ્તિકાય અસંખ્યપ્રદેશ પ્રમાણ કહેલ છે. શાસ્ત્રમાં જ્યારે પુગલ કે આત્માદિની અવગાહનાની વાત આવે છે, ત્યારે કહેલું છે કે પુગલો અને આત્માદિ દ્રવ્યો જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહેલા છે તે ગણનાથી પર હોવાના કારણે અસંખ્યલોકાકાશ પ્રમાણ પ્રદેશને સ્પર્શેલા જાણવા. મHલેક્સ - અસર (શિ.) (સંખ્યાતીત, જેને ગણવું અશક્ય હોય તે) असंखेज्जकालसमयद्विइ - असङ्ख्येयकालसमयस्थिति (पुं.) (અસંખ્યાતા કાળસમયની સ્થિતિવાળા જીવ, અસંખ્યકાળ પ્રમાણ આયુષ્યવાળા) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “આ જગતમાં બે પ્રકારના આયુષ્યવાળા જીવો હોય છે. પહેલા તો સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવો જેમનું આયુષ્ય વર્ષાદિ પ્રમાણમાં ગણી શકાય તેવા જીવો સંખ્યાતકાળસ્થિતિવાળા જાણવા. તથા બીજા પ્રકારના અસંખ્યાતકાળ સમયસ્થિતિવાળા જીવો હોય છે. જેઓનું આયુષ્ય અસંખ્યકાળ પ્રમાણ પલ્યોપમ કે સાગરોપમવાળું હોય તેવા 1330