________________ જયાંસુધી લોભ નામનું દૂષણ હોય છે ત્યાં સુધી જ માનવમન વિક્ષિત અને ચંચળ હોય છે. આ લોભનું સામ્રાજ્ય દસમાં ગુણસ્થાનક સુધી જ હોય છે. ક્ષપકશ્રેણીએ ચઢેલો આત્મા દસમાં ગુણસ્થાનકે તે લોભનો જ્યારે સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારે તેનું ચિત્ત તરંગોરહિત જલના મધ્યભાગ જેવું સ્થિર અને વિકલ્પોરહિત બને છે. अव्वग्गमण - अव्यग्रमनस् (त्रि.) (સ્વસ્થ ચિત્તવાળો, અનુકૂળ છે મન જેનું તે) વ્રત્ત - અવ્ય (જ.). (1. નામ જાતિ આદિએ અકથનીય 2. શ્રુત અને વયમાં લઘુ, અષ્ટવર્ષીય બાળક 3. છેદસૂત્રનો અનભ્યાસી, અગીતાર્થ 4. સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી નિદ્વવ 5. આલોચનાદોષ) આચારાંગસૂત્ર તેમ જીતકલ્પમાં કહ્યું છે કે ‘વયમાં લઘુ અને જેણે વિશિષ્ટ શ્રતનો અભ્યાસ નથી કર્યો તેવા સાધુ અવ્યક્ત છે.' તથા નિશીથીચૂર્ણ અને ઘનિર્યુક્તિમાં અષ્ટવર્ષીય ઉંમરવાળાને અવ્યક્ત કહેલા છે. આલોચનાદોષમાં એક દોષ અવ્યક્તનો પણ આવે છે. સ્થાનાંગસૂત્રમાં તેનું વિવરણ કરતાં કહ્યું છે કે “અગીતાર્થની અગીતાર્થ ગુરુ પાસે અપરાધની આલોચના કરવી તે અવ્યક્ત નામે આલોચનાદોષ છે.' અશ્વત્તાન - વ્યોમ (ત્તિ.) (1. ગમનનો અભાવ 2. નાશવામાં અસમર્થ) બ્રિટીશ સમયના સોલિસીટર મગનલાલ વખતચંદે હાલનું અમદાવાદ નામક પુસ્તક લખેલ છે. પુસ્તકમાં તેઓએ તે સમયના આખા અમદાવાદનો ચિતાર આપેલ છે. શેઠ હઠીસિંગનું વર્ણન કરતાં લખ્યું છે કે હઠીસિંગ શેઠ અમદાવાદનું નામ છે. તેમના આંગણે આવેલ કોઇ પાછું જતું નથી. તેમણે બનાવેલ દેહરા અદૂભૂત અને નયનરમ્ય છે. પુસ્તક લખાતું હતું ને સમાચાર મળ્યાં કે તેઓ મૃત્યુ પામ્યાં છે. જાણીને ઘણો આઘાત લાગ્યો છે. પણ મારે કહેવું પડશે કે શેઠની સ્મશાનયાત્રામાં અંધ, રોગી અને ચાલવામાં અસમર્થ હોય તેવા છોડીને આખું અમદાવાદ તેમાં શામેલ હતું. અને કોઇ આંખો એવી નહિ હોય કે જે રડી ન હોય. अव्वा व)त्तव्वगसंचिय - अवक्तव्यकसंचित (पं.)? (સંખ્યાએ અને અસંખ્યએ જેનું કથન કરવું અશક્ય હોય તેનાથી સંચિત) अव्वत्तदंसण - अव्यक्तदर्शन (पुं.) (અસ્પષ્ટ સ્વપ્ર, સ્વપ્રદર્શનનો એક ભેદ) સ્વપ્રશાસ્ત્રમાં બે પ્રકારના ભેદ કહેલ છે. એક સ્પષ્ટ સ્વપ્ર અને બીજું અસ્પષ્ટ સ્વ. જે સ્વપ્ર સ્પષ્ટ દેખાય તે વિશિષ્ટ ફળ આપનારું હોય છે. તથા જે અસ્પષ્ટ દેખાય તે ઉતરતી કક્ષાનું ફળ આપનાર હોય છે. ચૌદસ્વમો તીર્થંકરની માતા પણ જુએ છે અને ચૌદસ્વપ્રો ચક્રવર્તીની માતા પણ જુએ છે. તફાવત માત્ર એટલો જ છે કે તીર્થંકરની માતા ચૌદસ્વપ્રો સ્પષ્ટ જુએ છે અને ચક્રવર્તીની માતા ચૌદસ્વપ્રો અસ્પષ્ટ જુએ છે. દ્વત્તમય - ૩વ્યmત (). (સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી મત, નિદ્વવવિશેષ) શાસ્ત્રમાં અવ્યક્તમતના ઉદ્ભવની કથા આવે છે. કેટલાક સાધુઓ આચાર્યદેવની નિશ્રામાં આગમના જોગ કરતાં હતાં. આચાર્ય ભગવંત પણ તેમને સવિધિ ઉત્સાહપૂર્વક જોગ કરાવતાં હતાં. એક રાત્રિએ અચાનક આચાર્યશ્રી કાળ કરી ગયા. દેવયોનિમાં ઉત્પન્ન થયા. અવધિએ પૂર્વભવ જાણ્યો. શિષ્યોના યોગ અધૂરા ન રહી જાય તે હિતબુદ્ધિએ તેમણે પુનઃ પૂર્વભવીય શરીરમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને યોગ કરાવવા લાગ્યા. જયારે યોગ પૂર્ણ થયા ત્યારે દેવ આચાર્યશ્રીના શરીરમાંથી નીકળ્યો અને સાધુઓને વંદન કરી તેમની ક્ષમા માંગી. તેમણે સાધુને સર્વ બીના જણાવી અને ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રસંગના કારણે દરેક સાધુ એક બીજા પર શંકા કરવા લાગ્યા કે કદાચ આ સાધુ હશે કે દેવ? આમ સાધુતામાં સંદેહ કરનાર તેમનો મત અવ્યકતમત તરીકે લોકમાં પ્રસિદ્ધ થયો. 127