________________ સત્તા અર્થાત વિદ્યમાનતાને સ્વીકારે છે. તેમાં રહેલ ગુણ કે પર્યાયના ભિન્ન કથનને સ્વીકારતા નથી. તેઓના મતે આ જગતમાં એક દ્રવ્ય જ માત્ર સત છે ગુણ અને પથિ હોતે છતે પરમાર્થથી તો તે અસત છે. કેમકે તે દ્રવ્યના આશ્રિત છે. अवोच्छित्तिणय? - अव्यवच्छित्तिनयार्थ (पुं.) (દ્રવ્ય, શાશ્વત પદાર્થ) પ્રત્યેક તીર્થકર ભગવંતો શાસનસ્થાપના સમયે ગણધરોને ત્રિપદીનું દાન કરતાં હોય છે. તે ત્રિપદીમાં એક પદ છે ધુવેઇવા જેનો અર્થ થાય છે સ્થિરતા. આ જગતમાં ઉત્પત્તિ અને વિનાશ સતત ચાલ્યા જ કરતાં હોય છે. આવા ઉત્પત્તિ અને વિનાશશીલ સંસારમાં પણ કેટલાક પદાર્થો એવાં છે જેઓ શાશ્વતતાને વરેલાં છે. જેની ઉત્પત્તિ થઇ નથી અને જેઓ ક્યારેય વિનાશને પામવાના નથી. તેઓ હંમેશાં હતાં, છે અને અનાદિકાલીન સુધી રહેવાનાં છે. જેમ સૂર્ય, ચંદ્ર, મેરુ, શત્રુંજય પર્વત વગેરે अवोच्छित्तिणयट्या - अव्यवच्छित्तिनयार्थता (स्त्री.) દ્રવ્યની અપેક્ષા) વોસિરળ - મસુત્સર્જન (7). (અત્યાગ, છોડવું નહિ) માણસથી માતા-પિતા છૂટે છે પણ પત્નીનો મોહનથી છૂટતો. સમયનો બગાડ થાય તે પોસાય છે પણ બીજાની પંચાત નથી છૂટતી. ધર્મચર્યાને છોડી શકે છે પણ પાપચર્યા છોડી શકતો નથી. અંતકાળે દેહ છૂટે છે પણ આખી જીંદગી દેહની મમતા છૂટતી નથી. આવી વિચિત્રતા માત્ર સંસારમાં જ જોવા મળે મોક્ષમાં નહિ. મનોદ - (). (નિશ્ચય, નિર્ણય). જે તત્ત્વના નિર્ણયમાંથી સ્વમતિથી કે અન્યદર્શનીઓ દ્વારા ઉભાવિત તર્ક કે શંકા ચાલી ગઇ હોય તેને અપોહ કહેવામાં આવે છે. અર્થાત્ તત્ત્વના નિર્ણય પૂર્વે સ્વયંની મતિમાં ઉત્પન્ન થયેલ શંકા અથવા મતના નિરાસન માટે પરપક્ષે ઉભી કરેલ શંકા, તર્ક સચોટ જવાબથી નાશ પામ્યા બાદ જે નિશ્ચય થાય છે. તે નિશ્ચયને શાસ્ત્રીયભાષામાં અપોહ કહેવામાં આવે છે. अवोहरणिज्ज - अव्यवहरणीय (त्रि.) (જીર્ણ) પદાર્થમાત્રનો સ્વભાવ છે કે સમયે સમયે તે જીર્ણ થાય છે. જૂનું થાય છે. સાત-આઠ દિવસે શાકભાજી જીર્ણ થાય છે. બે-ચાર વર્ષમાં કપડા જીર્ણ થાય છે. બાર-પંદર વર્ષે મકાન જૂનું થાય છે. ઉંમર થતાં શરીર જીર્ણ થાય છે. એક માત્ર મનની આકાંક્ષાઓ, ઇચ્છાઓ જ જીર્ણ થતી નથી. જે દિવસે મનની કામનાઓ જીર્ણ થશે તે દિવસ આત્મોન્નતિનો હશે. अव्वईभाव - अव्ययीभाव (पु.) (વ્યાકરણમાં આવતો એક સમાસ, અવ્યવીભાવ સમાસ) મન્ના -- વ્યંજ (4). (1. અક્ષત, સંપૂર્ણ, અવિકલ 2. પૂર્ણ અંગ, અક્ષત શરીર) સંસારની પ્રત્યેક માંગલિક ક્રિયાની આવશ્યકતા આપણે સમજીએ છીએ. અખંડ ચોખા, અખંડ સૌભાગ્યવતી સ્ત્રી, અખંડિત અંગવાળો પુરુષ વગેરે હોય તો જ મંગલક્રિયા તેનું ફળ આપે છે. માટે તેમાં વિઘ્ન ન આવે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જો સંસારની મામૂલી ક્રિયાઓમાં પણ અખંડતા જોઇએ તો પછી મહામંગલકારી ધર્માનુષ્ઠાનોમાં ખંડિત મન કેવી રીતે ચાલે? એકાગ્ર મને કરેલ અનુષ્ઠાનો જ તેનું સંપૂર્ણ ફળ આપે છે. એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ. ઉલ્લવિય 7 - અવ્યfક્ષણ (કિ.) (1. સ્થિર, તલ્લીન 2. વિક્ષેપરહિત) 126