________________ લિહિં - મર્હિ (3) (હિંસારહિત, દયાળુ, જીવદયા પ્રેમી) આપણે કોઇની એક ભૂલ કે દોષને જોઇને અકળાઈ ઉઠીએ છીએ. તેના માટે મનમાં ગુસ્સો આવે છે. તેને કહી દેવાની ઉત્સુકતા વધી જાય છે. પણ જગતના રૂપી અને અરૂપી બધા પ્રકારના ભાવોને જાણનારા પરમાત્મા તો જગતના બધા જીવોને પ્રકટપણે તથા અપ્રગટપણે દોષો સેવતાં જુએ છે. છતાં પણ સમભાવને ધારણ કરી રાખે. તેઓ પ્રત્યે લેશમાત્ર પણ દ્વેષને લાવતા નથી. અન્ય જીવોના દુર્ગુણો પ્રત્યે અષભાવ લાવવો તે પણ એક પ્રકારની જીવદયા જ છે. આવો ભાવ એક જીવદયા પ્રેમી જ લાવી શકે છે. મવિહિંપ - વિહિંસા (a.) (અહિંસા, હિંસાનો અભાવ) અહિંસાને ઉત્કૃષ્ટ ધર્મ એટલા માટે કહ્યો છે કેમકે અહિંસા ત્યારે જ પાળી શકાય છે જ્યારે બીજા પ્રાણી પ્રત્યે પ્રેમ હોય. બીજા જીવ સાથે પ્રેમ પણ ત્યારે જ શક્ય બને છે જયારે તેનામાં રહેલ ગુણોનું દર્શન અને દોષદર્શનનો ત્યાગ હોય. અહિંસા ધર્મ એક એવો સંબંધ છે જે જગતના સર્વ જીવોને એકબીજાની નજીક લાવે છે. તેઓના આત્મામાં શાંતિની સ્થાપના કરે છે. તથા જગતને ભયમુક્ત બનાવે છે. अविहिकय - अविधिकृत (त्रि.) (અવિધિએ કરેલ, અશક્તિ આદિ વડે ચૂનાધિક કરેલ). લોકો ડોક્ટરમાં અને તેણે બતાવેલ કોર્સમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. ડોક્ટરે કહેલ દવાની પદ્ધતિમાં આપણે કોઈ ભૂલચૂક કે આળસ કરતાં નથી. પરંતુ જ્યારે ધર્મ અને અને ધર્માનુષ્ઠાનોની વાત આવે છે એટલે આપણા ન કરવાના બહાનાઓ ચાલુ થઇ જાય છે. પહેલા તો અનુષ્ઠાન કરવા ગમતાં જ નથી. બીજા નંબરે અનુષ્ઠાનો કરીએ છીએ તો અવિધિ ન કરીએ તો વિધિ પૂરી થતી નથી. જેટલી શ્રદ્ધા ડોક્ટરમાં છે તેટલો વિશ્વાસ ધર્મમાં આવશે તે દિવસથી અવિધિ આપોઆપ ચાલી જશે. અને વિધિપૂર્વક કરેલ અનુષ્ઠાનનું શ્રેષ્ઠ ફળ ચોક્કસ મળશે. મવિgિ - વિધિજ્ઞ (a.) (ન્યાયમાર્ગને નહિ જાણનાર) દશવૈકાલિકસૂત્રમાં અવિધિજ્ઞની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે ન્યાયમાર્ગથી અપરિચિત છે તેવા જીવો અવિધિજ્ઞ છે.' અર્થાત ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં રહેલો હોવા છતાં હજી સુધી જેણે છેદસૂત્રનો અભ્યાસ નથી કર્યો. જે ઉત્સર્ગ અને અપવાદમાર્ગના ભેદ જાણતો નથી તેવા નૂતનદીક્ષિત કે અનભ્યાસી આત્માવિધિજ્ઞ છે. તેમજ સ્વચ્છંદી, ગુરુકુળવાસના ત્યાગી તથા શિથિલાચારી એવા પાર્થસ્થાદિ સાધુઓ પણ અવિધિજ્ઞ છે. अविहिभोयण - अविधिभोजन (न.) (કાગડાદિએ એઠું કરેલ ભોજન) ઓઘનિર્યુક્તિમાં કહેલું છે કે “કાગડા, શિયાળ, બિલાડીએ જે ભોજનને ખાઈને એઠું કરેલું હોય તે ભોજન અવિધિભોજન કહેવાય છે. તેવા ભોજનને વહોરવું કે વાપરવું શ્રમણને કલ્પતું નથી. મહિલા - મહિલા () (નિષિદ્ધ આચરણ,વિપરીત આચરણ) નિષિદ્ધમાર્ગનું આચરણ બે પ્રકારના જીવો કરતાં હોય છે. પહેલા છે બાળજીવ શાસ્ત્રોનો અભ્યાસ થયેલ ન હોવાના કારણે તેઓની મતિ અવિકસિત હોય છે. આથી તેઓ વિધિ અને અવિધિનો ભેદ કરી શકતાં નથી. તેમજ પાર્થસ્થાદિ સ્વેચ્છાચારી શ્રમણો નિષિદ્ધમાર્ગને જાણવા છતાં સુખશીલીયા સ્વભાવના કારણે નિષિદ્ધ આચરણ કરનાર હોય છે. 122