________________ દોષો આ પ્રમાણે છે. 1, હણવું 2. હણાવવું 3. હણતાને અનુમોદવું 4. રાંધવું 5, રંધાવવું અને 6. રાંધતાને અનુમોદવું. મવિર - વિશ્વ (7) (માંસ અને રુધિર) अविस्ससणिज्ज- अविश्वसनीय (त्रि.) (વિશ્વાસ કરવાને અયોગ્ય, વિશ્વાસઘાતી) સુભાષિત સંગ્રહમાં સર્પ, બિલાડી, કાગડો તથા માયાવી પુરુષને અવિશ્વસનીય કહ્યા છે. તેમાં પણ વિશેષાર્થ કરતાં લખ્યું છે કે સર્પ વિગેરે જન્મજાત જ વિશ્વાસઘાતી હોવાથી લોકો તેમના દ્વારા વધુ નુકસાન નથી પામતાં. ક્તિ માયાવી પુરુષ પોતાનો સ્વજન બનીને સર્વસ્વ લુંટી લે છે. આથી સર્પ વગેરે કરતાં પણ માયાવી વધુ ખતરનાક અને અવિશ્વસનીય છે. अविस्सामवेयणा - अविश्रामवेदना (स्त्री.) (વિશ્રામરહિત વેદના, નિરંતર ચાલુ રહેનારી વેદના) નરકના જીવોને અવિશ્રામવેદના કહેલી છે. ત્યાં રહેલા જીવો સતત અશાતાવેદનીય કર્મને ભોગવતાં હોય છે. એક પછી એક નિરંતર ઉપસર્ગો ચાલો ચાલુ જ રહેતાં હોય છે. પરમાધામી દેવો વિવિધ પ્રકારે તેમને વેદના આપવામાં કશી કમી રાખતાં નથી. ક્યારેક તલવારના ઘા, ક્યારેક ભાલાના ઘા, ક્યારેક ઉકળતી તેલની કઢાઇમાં, ક્યારેક કાંટાઓની શય્યામાં તેમાંય વાતાવરણીય ઠંડી તથા ગરમી તો ભોગવવાની જ. આ બધાથી બચવાનો એક જ ઉપાય છે. ‘શ્રમિનેશ્વર કમ' વિદડા (2) (બાળકો સામાન્યથી લોકમાં જે વયથી લઘુ અને યુવાવસ્થાદિને અપ્રાપ્ત હોય તે જીવ બાળક કહેવાય છે. ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે બાળની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જે માત્ર બાધવેશાદિ જોઇને વંદનાદિ કાર્ય કરતો હોય તેવા કોઇપણ ઉંમરમાં રહેલ જીવ બાળ છે. अविहण्णमाण - अविहन्यमान (त्रि.) (વિવિધ ઉપસર્ગો અને પરિષહોથી નહિ હણાતો) ઉપસર્ગો અને પરિષહો ત્યાંસુધી જ આકરા તથા અસહનીય લાગે છે. જ્યાં સુધી આપણું મન બાહ્ય જગતમાં રમણ કરતું હોય. જે દિવસે માનવીયચિત્ત બાહ્યસંસારનો ત્યાગ કરીને આત્મરમણતામાં લાગી જાય છે. તે દિવસથી તેને કોઇ ઉપસર્ગો કે પરિષહો પીડી શકતાં નથી. આવો ઉપસર્નાદિથી નહિ હણાતો આત્મા એક દિવસ શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે. વવવ - વવવ (સ્ત્રો.) (સધવા સ્ત્રી, જેનો પતિ હજી જીવતો છે તેવી સ્ત્રી) જેનો પતિ દેશમાં હોય કે દેશાંતરમાં હોય, નજીક હોય કે દૂર હોય પરંતુ જીવતો હોય તો તેવી સ્ત્રીને સધવા કહેલ છે. શુકન શાસ્ત્રમાં સધવા સ્ત્રીને મંગળકારી કહેલ છે. યુદ્ધાદિ પ્રયાણ પ્રસંગે, લગ્નના વધામણામાં, અંજનશલાકાદિ ધાર્મિક પ્રસંગોમાં સધવા સ્ત્રી દ્વારા કરાયેલ વિધિ મંગલકારી બને છે. મવિહા - મરિયાદ (at) (અવિકટ, સરળ). પૂર્વના કાળના લોકો જ્યારે પરિસ્થિતિઓ વિકટ બને, સંજોગો વિપરીત મળે, ચારેય બાજુદુખોનો પહાડ તૂટી પડે. ત્યારે પોતાના કપાળ ઉપર હાથ મૂકતાં અને બીજા કોઈને દોષ આપવાને બદલે પોતાના નસીબને સરળતાથી સ્વીકારતાં હતાં. તેમજ સમય સાનુકૂળ થતાં બધા જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય. ત્યારે પોતાના માથા ઉપર હાથ મૂકીને પરમાત્માનો આભાર પ્રગટ કરતાં. તેઓ પોતાને મળેલ અવિકટ અવસ્થા અને સુખોનો સઘળો શ્રેયઃ પરમાત્માને ચરણે ધરતાં હતાં. 121 -