SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મલિક્સ (ઈ.) (ટો) વિયત્ત - વ્યm (શિ). (1. અસ્પષ્ટ, અપ્રગટ 2. મુગ્ધ, સદસદ્ વિવેકશૂન્ય) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના જીવો મુગ્ધ કહેલ છે. એક જેણે હજી સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી તેવા જ્ઞાનરહિત જીવો સદસનું વિભાજન કરવા અસમર્થ હોવાથી મુગ્ધ છે. બીજા જ્ઞાનનો ક્ષયોપશમ હોવાથી શાસ્ત્રોનો અભ્યાસ તો કરી લીધો હોય. પ્તિ વયનો પરિપાક થયેલ ન હોવાથી વ્યવહારમાં જે કાચા હોય તેવા જીવો મુગ્ધ છે. તથા ત્રીજા પ્રકારના બાળદીક્ષિત જીવો જ્ઞાન અને વય બજેમાં અપરિપક્વ હોવાથી તેમને પણ મુગ્ધ કહેલા છે. મવિયર (રે.) (અમીતિકર) શાસ્ત્રોમાં કહેવું છે કે “જિનશાસનને વરેલા નિગ્રંથની વાણી અને વ્યવહાર બીજાને અપ્રીતિ ઉપજાવે તેવાં ન હોવાં જોઇએ.’ ફક્ત કડવા વચન અને વ્યવહાર જ અપ્રીતિ કરાવે છે એવું નથી. ઘણીવખત પોતાનું કામ કઢાવવા માટે સામેનાની અતિશય પ્રશંસા, ચાટુકારીતા પણ અપ્રીતિ ઉત્પન્ન કરનારી બને છે. સામેવાળો એમ સમજે કે આ તો વધારે પડતાં ગળે વળગે છે. માટે શ્રમણની વાણી તથા વર્તન ગાંભીર્યગુણ યુક્ત હોવા અતિઆવશ્યક બને છે. મવિયનંખા - મચ9મજ (કિ.) (જૂભક દેવોની એક જાતિ) अवियत्तविसोहि - अवियत्तविशोधि (पुं.) (વિશુદ્ધિનો એક ભેદ, પ્રીતિ વગરની વિશોધિ) अवियत्तोवघाय - अवियत्तोपघात (पुं.) (પ્રેમના અભાવે વિનયનો નાશ) ન્યાયગ્રંથમાં કહેવું છે કે કાર્યના નાશમાં કારણનો નાશ અવિનાભાવી છે. તેમજ ક્યારેય કારણ વિના કાર્ય થતું નથી. પોતાનાથી વડીલ ગુરુ કે અન્ય સાધુ પ્રત્યે મન, વચન અને કાયાથી થતો વિનય તેમના પ્રત્યેના પ્રેમને આભારી છે. અશુભ કર્મના ઉદયે કે પછી અન્ય કોઇ કારણસર તેઓ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. તે દિવસથી તેમના પ્રત્યે કરાતા વિનયમાં પણ ઓટ આવી જતી હોય છે. અર્થાત્ વિનયનો પણ નાશ થાય છે. વિચાર - અવિનનિt (a.) (વંધ્યા, વાંજણી, સંતાનસુખ રહિત) જેવી રીતે વંધ્યા સ્ત્રી દ્વારા પુત્ર મેળવવા માટે જાતજાતના અને ભાતભાતના પ્રયત્નો કરવા છતાં તે સંતાનસુખ પ્રાપ્ત કરી શકતી નથી. તેમાં મુખ્ય હેતુ છે તેનામાં રહેલ વંધ્યત્વનો દોષ. તેવી જ રીતે અભવ્ય જીવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્રજીવનનું પાલન કરવા છતાં મોક્ષને નથી પામતો. તેમાં દોષ તે આત્મામાં રહેલ અભવ્યપણાનો છે. નલિયાય - વિજ્ઞયજ (.). (વિશિષ્ટ બોધરહિત, અજ્ઞાની) વિવાર - વિશ્વ (7) (1. શુક્લધ્યાનનો એક ભેદ 2, પાદપોપગમન અનશન 3, વિચાર્યા વગરનું, અસંબદ્ધ). શુક્લધ્યાનના કહેવામાં આવેલ ચાર ભેદમાં એક ભેદ એકત્વવિતર્ક અવિચારનો પણ છે. આ ધ્યાનમાં મનની વૃત્તિનો એક યોગમાંથી બીજા યોગમાં તથા અર્થમાંથી વ્યંજનમાં ગમનનો નિષેધ જણાવેલો છે. અર્થાતુ શુક્લધ્યાનના અવિચાર નામક પાયામાં 114
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy