________________ મલિમીવ - વિમવ્યિ (જિ.). (પરાભવ કરવા યોગ્ય નહિ તે, જીતવાને અશક્ય) શરીરનો ઘા હોય કે આત્માનો દોષ હોય. બન્નેની શરૂઆત એક નાનકડા અંશે થતી હોય છે. જો પ્રારંભમાં જે તે ઘા કે દોષને ધ્યાનમાં રાખીને પ્રતિરૂપ ઇલાજ કરવામાં આવે તો તેનું શમન કરવું આસાન બને છે. કિંતુ તેની ઉપેક્ષા કરીને નજર અંદાજ કરવાથી ભવિષ્યમાં તે વિરાટ સ્વરૂપને ધારણ કરે છે. પાછળથી તેવા ઘા કે દોષને હરાવવા અશક્ય બની જાય છે. તે બન્ને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણનો નાશ કરીને જ જંપે છે. अविभूसिय - अविभूषित (त्रि.) (વિભૂષારહિત, શણગાર વગરનું) સોના ચાંદીના આભૂષણો માત્ર શરીરની જ શોભા વધારી શકે છે. જયારે ક્ષમા, દયા, પરોપકાર, ઉદારતાદિ આભૂષણો આત્મા અને જીવન બન્નેની શોભા વધારે છે. ઘરેણાં ધારણ ન કરવાથી માત્ર શરીર જ વિભૂષારહિત લાગે છે. જ્યારે ગુણોનાં આભૂષણો ધારણ ન કરવાથી જીવન કદરૂપું અને નિંદનીય બની જાય છે. મવિભૂસિયg (gg) - વિભૂષિતાત્મન (શિ.) (વિભૂષારહિત દેહ છે જેનો તે, શણગાર વગરનું શરીર છે જેનું તે) ચક્રવર્તી ભરત મહારાજાને અરિસા ભવનમાં કેવલજ્ઞાન થયું અને અષાઢાભૂતિને નાટકના રંગમંચ પર કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેવલજ્ઞાન પ્રાપ્તિના સ્થાન ભલે અલગ હોય કિંતુ તેમની ભાવના તો સમાન જ હતી. ભરત રાજાને હકીકતમાં આભૂષણરહિત દેહ જોઇને ભાવના પ્રગટી. જ્યારે અષાઢાભૂતિને ભરત રાજાનું નાટક ભજવતાં અનિત્ય ભાવના પ્રગટી. માટે જ તો કહેવાયું છે કે “ભાવના ભવનાશિની વિકon - વમનસ્ (8) (1. શૂન્યતારહિત છે ચિત્ત જેનું તે 2. ભોગાદિમાં આસક્ત ચિત્તવાળો) અવધૂતયોગી એવા આનંદઘનજી મહારાજ મનની સઝાયમાં જિન ધ્યાન વિષયક ઉપદેશ આપતા કહે છે “જે રીતે જુગારીનું મન જુગારમાં, કામીનું મન કામમાં, વ્યાપારીનું મન વ્યાપારમાં, ભોગીનું મન ભોગમાં આસક્ત હોય છે. તેમ યોગીએ એકધ્યાને પરમાત્માનું ધ્યાન ધરવું જોઇએ.” अविमुत्तया - अविमुक्तता (स्त्री.) (સપરિગ્રહતા, પરિગ્રહવૃત્તિ) ગચ્છાચાર્યને મુનિ શિવભૂતિએ રાખેલ રત્નકંબલનો કોઈ જ વાંધો નહોતો. તેમને ચિંતા હતી રત્નકંબલ પાછળ રહેલ તેમની ઘેલછાની, પરિગ્રહવૃત્તિની. એક કપડાના ટુકડા માટે કરીને તેમનો જન્મારો બગડવો ન જોઈએ. આથી આચાર્યએ તેમની ગેરહાજરીમાં રત્નકંબલના ટુકડા કરીને અન્ય સાધુઓને ઉપયોગાથું આપી દીધા. પાછળથી આવેલ શિવભૂતિએ વાત જાણીને ભૂલ સુધારવાને બદલે કદાગ્રહ પકડ્યો અને તેઓ સર્વથા નિર્વસ્ત્ર થઇ ગયા. તેઓની એક નાનકડી પરિગ્રહવૃત્તિના દોષે દિગંબર સંપ્રદાયનો ઉદ્ભવ થયો. વિમુર - વિમુક્ટિ (રૂ.) (લોભવૃત્તિ, ગૃદ્ધિ, આસક્તિ) આસક્તિ બે પ્રકારે છે 1. દ્રવ્ય અને 2. ભાવ. જેના કારણે મન આનંદ પામતું હોય તેવી ભોગસામગ્રીઓનો સંગ્રહ કરવો તે દ્રવ્યાસક્તિ છે. તથા તે સંગ્રહિત વસ્તુઓમાં મૂચ્છનો પરિણામ તે ભાવાસક્તિ છે. એટલે જ તો તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે પદાર્થોનો સંગ્રહ નહિ કિંતુ તેના પ્રત્યેનો આસક્તિભાવ કર્મબંધનો હેતુ છે. વિવર - પિત્ત () વળી, બીજું, પણ) 113