________________ અલવિનય - મપાવર (ન) (.) (ધ્યાનવિશેષ) ધર્મધ્યાનના ચાર ભેદમાંનો પ્રથમ ભેદ છે અપાયવિય. ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં જીવોને ઈહલોક અને પરલોકસંબંધિ જે અનર્થોની પ્રાપ્તિ થાય છે. તે રાગ-દ્વેષ અને કષાયજનિત છે. રાગાદિમાં પ્રવૃત્ત જીવ નિચે નરકાદિ દુર્ગતિરૂપ અનિષ્ટને પ્રાપ્ત કરે છે. એવા પ્રકારના નિર્ણયરૂપ ધ્યાનને અપાયરિચય કહેવાય છે. अवायसत्तिमालिण्ण - अपायशक्तिमालिन्य (न.) (નરકાદિ અનર્થોની શક્તિનું મલિનપણું) अवायहेउत्तदेसणा - अपायहेतुत्वदेशना (स्त्री.) (અનર્થના હેતુની દેશના) સંસારી પ્રાણી રોગ, દારિદ્રય, વિકલાંગતા, દુર્ગતિ વગેરે જે અનર્થોને પ્રાપ્ત કરે છે. તે અનર્થોના મૂળ એવા રાગાદિ કષાયોનું પ્રતિપાદન કરવું તે અપાયહેતુદેશના છે. યથા જે પુરુષો સ્વર્ગાદિ સુખને બદલે નરકાદિ અપાયોને પ્રાપ્ત કરે છે. તેમાં અસદાચરણ અને પ્રમાદાદિ કારણભૂત છે. આ પ્રકારે અપાયહેતુના કથન વડે જીવોને ધર્મમાર્ગમાં જોડે. અવયાળ - માવાન (જ.). (કારકવિશેષ, પંચમી વિભક્તિ) સંસ્કૃત વ્યાકરણમાં કુલ સાત વિભક્તિઓ કહેવામાં આવી છે. તે સાતેય વિભક્તિના સાર્થક નામોનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સાત વિભક્તિમાંની પાંચમી વિભક્તિને અપાદાન કહેવામાં આવે છે. બે વસ્તુમાંથી એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડે કે દૂર જાય ત્યારે જેનાથી તે વસ્તુ છૂટી પડે તેને પંચમી વિભક્તિ લાગે છે. વાયાપુણે () હા - પાયાનુપ્રેક્ષા (ઋ.) (અપાયોનું ચિંતન, શુક્લધ્યાનાનુપ્રેક્ષાનો એક ભેદ) નિગ્રહ નહિ કરેલ ક્રોધ અને માન તથા પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચાર કષાયો સંસારનો લાભ કરાવનાર હોવાથી કષાય કહેલાં છે. આ ચાર કષાયો જન્મ અને મરણરૂપ અપાયોને સિંચનારા છે. આમ અપાયોનું ચિંતન કરવું તે અપાયાનુપ્રેક્ષા છે. ઉજવારિચ - સવારિત (ઉ.). (નિરંકુશ, નહિ અટકાવેલ). મહાવતને ખબર હોય છે કે જો હાથી પર અંકુશ મૂકવામાં નહિ આવે તો નિરંકુશ હાથી કેટલી તબાહી મચાવી શકે છે. ફાયરબ્રિગેડવાળાને ખબર હોય છે કે જો આગ પર સમયસર પાણી નાંખવામાં નહિ આવે તો નિરંકુશ અગ્નિ કેટલું નુકસાન કરી શકે છે.અફસોસ! પોતાનું હિત અને અહિત શેમાં છે એટલું જાણવાં છતાં પણ વ્યક્તિ પોતાની વૃત્તિ પર અંકુશ નથી મૂકી શકતો. તે નિરંકુશ વૃત્તિઓ જીવનું દુખ, દુર્ગતિ અને દુર્ગુણોના ફૂલહારથી સ્વાગત કરતી હોય છે. *વતાર્થ (અવ્ય.) (નીચે ઉતારીને) અવાવરુહ - વાપન્ના ( ) (ભોજન કે પાકસંબંધિ કથા કરવી તે) આહારપ્રાપ્તિ માટે ગોચરી ગયેલ સાધુએ મર્યાદામાં રહીને આહાર ગ્રહણ કરવાનો હોય છે. ગોચરી ગયેલ સાધુ ગૃહસ્થ સાથે રસોઇના પાક સંબંધિ ચર્ચા કરવા બેસી જાય તો યતિધર્મની વિરાધના થાય છે. રસોઇમાં કેટલો મસાલો કરવો, કેવી રીતે કરવાથી રસોઈ સ્વાદવાળી બને વગેરે પાકકથા સાધુધર્મ માટે ઘાતક કહેલ છે. 103