________________ મવાળ - ૩વાત (ર.) (વાયુથી નહિ હણાયેલ). અવાર્ડ -- પ્રવૃત્ત (.). (1. વસ્રરહિત, નગ્ન 2, વસ્ત્રનો અભાવ) શાસનમાં વસ્ત્ર રહિત રહેવાનું વિધાન ફક્ત બે જ જણ માટે કહેલું છે. 1. તીર્થંકર અને 2. જિનકલ્પી સાધુને. તીર્થકર પદવીના અધિકારી આત્મા સર્વગુણસંપન્ન અને કષાયવિજેતા હોવાથી તેઓ નિર્વસ્ત્રાવસ્થામાં રહેવા સક્ષમ હોય છે. તેમજ ઉપસર્ગો, પરિષહો તથા વિવિધ અનુષ્ઠાનો દ્વારા ઇંદ્રિયવિજેતા શ્રમણ ગુરુની આજ્ઞા લઈને જિનકલ્પના આચારને સ્વીકારીને ચારિત્રની આરાધના કરતાં હોય છે. પંચમકાળમાં જિનકલ્પનો વિચ્છેદ હોવાથી તેને સ્વીકારનાર આરાધક કરતાં વધુ વિરાધક છે. મવાળs - ગવામિન (B.) (અવાચાળ, અલ્પભાષી) अवामणिज्ज - अवामनीय (न.) (1. સંસર્ગથી જેમાં ગુણદોષ ઉત્પન્ન થયેલ છે તે 2. સંસર્ગ વિના અરુચિકર દ્રવ્ય) દૂધ સાથે સાંકરના સંયોગથી મીઠાશનો ગુણ ઉત્પન્ન થાય છે. તે જ દૂધ સાથે લીંબુના સંયોગથી દૂધ ફાટી જાય છે. તેમ આત્મા સાથે દુર્ગુણોનાં સંયોગથી જીવ દુર્ગતિગામી અને દુખોનો ભોક્તા બને છે. તથા આત્મા સાથે ગુણોના સંયોગથી જીવ ગુણી, સંયમી, કેવલી અને મોક્ષગામી બને છે. પાત્ર એ જ નિર્ભર કરે છે તેનો સંયોગ કોની સાથે છે. ગવાર - અપ વા) (ઈ.) (1. અનર્થ, અનિષ્ટ 2. વિનાશ 3. ઉદાહરણવિશેષ 4, વિયોગ, પાર્થક્ય) સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “રાગાદિ કષાયોથી ઉત્પન્ન થયેલ અને પ્રાણીનું આ ભવ તેમજ પરભવમાં જે અનિષ્ટ કરે તેને અપાય કહેવાય છે.” આ અપાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર ભેદે કહેલાં છે. કવાયકા - ગાજ્તા (સ્ત્રો.) (1. ગંભીર શબ્દ અને અર્થવાળી ભાષા 2. અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) જેના શબ્દો અને અર્થ સામેવાળા શ્રોતાને સ્પષ્ટ સમજમાં આવે તેવી ભાષા વ્યાકૃત કહેવાય છે. તથા તેનાથી વિપરીત અર્થાત્ અસ્પષ્ટાક્ષર અને અર્થવાળી ભાષા અવ્યાકૃત કહેવાય છે. જે શ્રમણની ભાષા અવ્યાત હોય છે. તે આચાર્યપદને અયોગ્ય ગણવામાં આવેલ છે. અવાળm - વાઘનીય (6) (વાચનાને અયોગ્ય) જે જીવ વાચના અર્થાતુ અધ્યયન કરાવવાને અયોગ્ય હોય તે અવાચનીય છે. સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના જીવો અવાચનીય કહ્યા છે. 1. જે અત્યંત ઉદ્ધત અને અવિનયી છે. 2. જેઓ વિગપ્રતિબદ્ધ અર્થાત આહારાદિમાં આસક્ત છે. 3. જેમણે પોતાના ક્રોધ ઉપર કાબુ નથી મેળવેલો તેવા અનુપશાંતક્રોધી. અને 4. જે વાત વાતમાં માયા કરતાં હોય તેવા કપટમાધાન જીવો વાચનાને અયોગ્ય કહેલા છે. વર્તાસિ () - મપયર્જિન (ઉ.). (1. વિનોને જોનાર, ભાવિ અનિષ્ટને જાણનાર 2. આલોચનાયોગ્ય એક ભેદ) પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના ગુણોમાં એક ગુણ છે અપાયદર્શી. પ્રાયશ્ચિત્ત લેનાર જે આત્મા સમ્યપ્રકારે આલોચના નથી કરતો. તેને ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્ત ન લેવાથી આ ભવમાં થનારા અનિષ્ટો અને દુર્ગતિગમન, સંસારચક્ર ભ્રમણાદિ પરભવના અનિષ્ટો જણાવીને સુચારુતયા આલોચના કરાવડાવે. આમ સ્વાશ્રિત સાધુને ઇહલોક અને પરલોકના અપાય દર્શાવી સમ્યગાલોચના કરાવી શકે તેવાં સાધુ આલોચનાદાનને યોગ્ય કહ્યાં છે. - 102 -