________________ ઝવરિ - ૩ર( વ્ય.) (ઉપર) મવાર () - કરિ (વ્ય.) (ઉત્તરીય વસ્ત્ર, ચાદર). અત્યારે જેમ શરીરના ઉપરના ભાગને ઢાંકવા માટે શર્ટ, ટીશર્ટ, ઝભભો વગેરે છે. તેમ પૂર્વના કાળે શરીરના ઉપરના ભાગે ખેસના આકારનું વસ્ત્ર ધારણ કરવામાં આવતું હતું. તેને ઉત્તરીયવસ્ત્ર કહેવામાં આવતું. ચૈત્યવંદન ભાષ્યમાં કહેલું છે કે શ્રાવક જ્યારે જિનાલયમાં દર્શન-પૂજને જાય ત્યારે ઉત્તરીયવસ્ત્રને ધારણ કરે. તેમજ તે વસ્ત્રથી ખમાસમણાને સમયે ભૂમિપ્રમાર્જન કરીને જીવદયાનું પાલન કરે. ઝવસિT - અવર્ણન (7) (અવૃષ્ટિ, વરસાદનું ન પડવું) જે વર્ષે વરસાદ ન વરસે તે વર્ષદુકાળગ્રસ્ત ગણાય છે. તે દુકાળ કેટલાય માણસો અને પ્રાણીઓના પ્રાણનો નાશ કરનાર બને છે. તેને કાઢવો અતિકઠિન અને દુસ્તર હોય છે. જો પંચમકાળે એકવર્ષનો દુષ્કાર કાળો કેર વર્તાવે છે. તો અવસર્પિણીનો છઠ્ઠો અને ઉત્સર્પિણીનો પહેલો આરો તો સર્વથા જલહીન હશે. તે સમયે આકાશમાંથી પાણી નહીં કિંતુ આગ વરસતી હશે. એક કલ્પના તો કરી જુઓ કે તે કાળના જીવોની શું દશા થશા? જો છઠ્ઠા આરામાં જન્મ ન લેવો હોય તો આજથી જ ધર્મકાર્યમાં લાગી જાઓ. અવર - અત્તર (6) (વાયવ્ય ખૂણો) વરુ - પત્તા (સ્ત્રી) (વાયવ્ય દિશા) મવરબ્બર - ગાજર () (અન્યોન્ય, પરસ્પર) તત્વાર્થસૂત્રના પાંચમાં અધ્યાયમાં ઊમાસ્વાતિજી મહારાજે લખ્યું છે કે ‘પરસ્પરોપણ નવાન' અર્થાત આ જગતના જીવો પરસ્પર એકબીજાથી જોડાયેલા છે. દરેક જીવ એકબીજા પર ઉપકાર કરનાર હોય છે. આકાશ જમીન પર વરસાદ લાવે છે. વરસાદ ખેતરોમાં પાક બનાવે છે. પાક ખેડૂતનું પેટ ભરે છે. ખેડૂત જમીનને વૃક્ષોથી વાવે છે અને વૃક્ષો વરસાદ લાવે છે. અવરોદ - અવરોધ () (1. અન્તઃપુર 2. શત્રુસૈન્ય દ્વારા નાંખવામાં આવેલ ઘેરો) અસંખ્યકાળથી પરંપરા ચાલી આવે છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર, એક રાજય બીજા રાજ્ય પર, એક દેશ બીજા દેશ પર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કરે છે. શત્રની નબળાઇને પકડીને તેને એવો ઘેરામાં લે કે તેણે હથિયાર હેઠા મૂકવા જ પડે. આ બધી કડાકૂટમાં એ સનાતન સત્ય ભૂલી જાય છે કે આટઆટલું કર્યા પછી પણ સાથે કાંઇ નથી આવતું. આથી જ વિશ્વવિજેતા સિકંદરે પણ કહેવું પડ્યું કે હું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ પાછો જઇ રહ્યો છું. મલનંવ - અવનપ્ત (fe.) (ઉંધા માથે લટકવું) રામ અને રાવણના યુદ્ધમાં તથા સીતાના અપહરણમાં કારણભૂત હતી રાવણની બહેન શૂર્ણપંખા. તે શૂર્ણપંખાનો શબૂક નામે અતિ તેજસ્વી અને વીર પુત્ર હતો. તેણે માતાની ના હોવા છતાં ચંદ્રહાસ ખડુગ પ્રાપ્ત કરવા માટે જંગલમાં તપશ્ચર્યા આદરી અને ઉંધા માથે લટકીને ચંદ્રહાસની આરાધના કરી. જ્યારે ચંદ્રહાસ આકાશમાંથી પાસે આવતું હતું તે સમયે લક્ષ્મણ પણ ત્યાં જ હતાં. તે તલવાર પુણ્યબળે લક્ષ્મણને મળી. તલવારની ધારની પરીક્ષા કરવા જતાં ઝાડીમાં ઉંધા માથે લટકેલ શબૂનું મસ્તક કપાયું અને તે મૃત્યુ પામ્યો. આગળનો ઇતિહાસ જગપ્રસિદ્ધ છે.