________________ अवमाणिय - अपमानित (त्रि.) (તિરસ્કૃત, અપમાનિત) અવમવિલોહન - ઝવમાનિતવદહીં (#ii.) (અપૂર્ણદોહદવાળી સ્ત્રી) સ્ત્રી જયારે સગર્ભા હોય છે ત્યારે તેને વિવિધ પ્રકારના દોહદો ઉત્પન્ન થતાં હોય છે. તે દોહદ ગર્ભમાં રહેલ જીવની ઉત્તમતા કે હીનતાને જણાવે છે. સ્ત્રીને ઉત્પન્ન થયેલ દોહદ પૂર્ણ કરવામાં ન આવે તો તેની માઠી અસર સ્ત્રી અને ગર્ભ બન્ને પર પડતી હોય છે. પ્રભુવીર ગર્ભમાં હોતે છતે ત્રિશલા માતાને દોહદ થયો હતો કે હું હાથીની અંબાડી પર બેસીને નગરયાત્રાએ નીકળું. મારી આજુબાજુ ચામર ઢળાતા હોય. માથે છત્ર ધરાતું હોય. લોકો જય જયનો પોકાર પાડતાં હોય અને હું વરસીદાન દેતી હોઉં. ઝવમIR -- પIR (ઈ.) (રોગવિશેષ) જે રોગની અંદર વ્યક્તિ પોતાની સાથે પૂર્વમાં ઘટેલ ઘટનાઓ, પોતે આચરેલ પ્રવૃત્તિઓ કે યાદોને ભૂલી જાય તે રોગને વૈદ્યભાષામાં અપસ્માર કહે છે. આ રોગ વાત, પિત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનાર હોવાથી ચાર પ્રકારનો કહેલ છે. अवमारिय - अपस्मारित (त्रि.) (અપસ્મારના રોગવાળો, વિસ્મરણના રોગવાળો) અવમય - ગમત (ઉ.) (જેને ઘા લાગ્યો છે તે, વણિત) ગવાય - 6 (2) (1. વૃક્ષ આદિ 2. વિકલાંગ) વૃક્ષ માણસને ફળ આપે છે. વૃક્ષ માણસને ફૂલ આપે છે. વૃક્ષ માણસને ઔષધિ આપે છે. વૃક્ષ માનવને જીવન આપે છે. આમ વૃક્ષ માનવને માત્રને માત્ર આપવાનું કાર્ય કરે છે. જયારે માણસ વૃક્ષને શું આપે છે? કુહાડાના ઘા, અગ્નિનો દાહ અને અત્યંત ઝેરી ગણાય તેવા ફર્ટીલાઇઝર ખાતરો. જે વૃક્ષના અસ્તિત્વને જ ખતમ કરી નાંખે છે. ચતુર ગણાતો માનવ શું એક વૃક્ષથી પણ હીનકક્ષાનો થઇ ગયો છે? *મા (સ.) (કમળ) સાહિત્ય જગતમાં કવિઓ માટે કમળ અત્યંત પ્રિય શબ્દ છે. જ્યારે આંખોની અત્યંત સુંદરતા જણાવવી હોય ત્યારે કમળ સાથે તેની ઉપમા જોડવામાં આવે છે. શરીરની સુકોમળતા જણાવવી હોય ત્યારે કમળની પાંદડીમાં રહેલ કુમાશ સાથે સરખામણી કરાય છે. જયારે શરીરમાં રહેલ ડોકનું વર્ણન કરવું હોય ત્યારે કમળની નાળ સાથે સમાનતા દર્શાવવામાં આવે છે. આમાં દોષ કવિઓનો નહિ કિંતુ કમળની ગુણવત્તાનો છે. કોઇપણ તેના પ્રત્યે આકર્ષિત થયા વિના રહેતું નથી. *અaa (.) (જધન્ય, હીન, અધમ) ઉત્તમતા અને ગુણવત્તાની કક્ષા અને તેના ઉદાહરણો હોઇ શકે છે. પણ હીનતા અને જધન્યતાની કોઇ કક્ષા હોઇ શકતી નથી. કેમકે અધમ વ્યક્તિ હજી કેટલી નીચી કક્ષાએ જશે એ કહી શકાતું નથી. હીનપુરુષને કોઇ મર્યાદા નડતી નથી. તેની ડીક્ષનરીમાં ગુરુજન, વડીલ, સ્વજન કે માણસાઇ વગેરે કાંઇ જ નથી આવતું. એ વધુ નીચે ન જાય તો આશ્ચર્ય ગણાય. તેની પાસે સારા અને સાલસતાની અપેક્ષા રાખવી નિરર્થક છે. अवयक्खंत - अवप्रेक्षमाण (त्रि.) (પાછળથી જોનાર)