________________ કરાવે છે. જેનો આત્મા આવા જ્ઞાનથી પ્રકાશિત થઈ ગયો છે તેને બાહ્ય પ્રકાશ સાથે કોઇ નિસ્બત રહેતી નથી. અવસર - મવકસિત (2.) (પ્રકાશિત) ૪મામતિ (2) (અભિશત, દુર્ભાષિત) જિનશાસનમાં કઠોર વચનને વજર્ય ગણવામાં આવેલ છે. કિંતુ ગુરુપદને પામેલ શ્રમણને સ્વાશ્રિત શિષ્યના જીવન ઘડતર માટે પ્રસંગ આવ્યે કર્કશ વચન પણ બોલવાની છૂટ છે. તેમાં શિષ્ય પ્રત્યે દ્વેષ કે અધિકાર જમાવવું નહિ પણ તેના પ્રત્યેની હિતભાવના જ કારણભૂત હોય છે. ગુરુથી દુર્ભાષિત જે શિષ્ય ગુરુની ગાળને ઘીની નાળ સમજીને સ્વીકારે છે. તેને કોઇ દુષ્ટનિમિત્તો ઠગી શકતા નથી. अवमण्णंत - अवमन्यमान (त्रि.) (તિરસ્કૃત, અપમાનિત) વીરવચન છે કે ક્યારેય કોઈનું અપમાન કે નિંદા કરવી નહિ. અપમાન કરનાર તેને મજાક સમજે છે કિંતુ અપમાનથી આવતા પરિણામો અતિભયંકર હોય છે. ઇતિહાસમાં નજર ઉઠાવીને જોશો તો ખ્યાલ આવશે કે અપમાનિત થયેલ વ્યક્તિએ પોતાના અપમાનનો કેવો પ્રતિશોધ લીધો હતો. દ્રૌપદીથી અપમાનિત થયેલ દુર્યોધને મહાભારતનું યુદ્ધ રચ્યું. ભરી સભામાં ચૂર્ણપંખાના કટાક્ષવચનથી અપમાનિત થયેલ રાવણે સતીહરણનું દુષ્કૃત્ય કર્યું. નંદરાજાથી અપમાનિત થયેલ ચાણક્ય નંદવંશનો સર્વથા નાશ કર્યો. આવા તો કેટલાય ઉદાહરણો છે. આથી હંમેંશા પ્રિયવચન બોલવાનો આગ્રહ રાખવો. સવમદ્ - પમ (4) (મસળવું, મર્દન, વિનાશ) મહાભારતનું યુદ્ધ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એ તો આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે. તે યુદ્ધોને ક્યારેય નજરે નિહાળ્યા નથી. ડુિ કુવૈતમાં થયેલ યુદ્ધ અફઘાનિસ્તાનમાં થયેલ યુદ્ધ અને અમેરિકામાં થયેલ વર્લ્ડટ્રેડ સેન્ટરના વિનાશને તો આપણે નજરોનજર જોયેલા છે. તેના દશ્યો ધડકનની રફતારને એકવાર થંભાવી દે તેવા હતાં. આંખો પલકારો લેવાનું ચૂકી જાય તેવા ભયાનક હતાં, આથી જ કહેવાયું છે કે યુદ્ધોની વાતો રમ્ય હોય છે પણ યુદ્ધો ક્યારેય નહિ. પછી તે દેશના હોય કે ઘરના હોય. અંતમાં તો વિનાશ જ લખાયેલો હોય છે. વાળ - અપમાન (જ.). (અનાદર, અપમાન, તિરસ્કાર) સવમાન (જ.). (હસ્તાદિ દ્રવ્યપ્રમાણ) શાસ્ત્રમાં પરિગ્રહ પરિમાણનો ખૂબ સુંદર અર્થ કરેલો છે. જેનાથી જીવન નિરાબાધપણે ચાલે અને જીવ અનાસક્ત ભાવે રહી શકે તેટલા પ્રમાણના જ દ્રવ્યોનો ઉપભોગ તે પરિગ્રહ પરિમાણ છે. આથી શાસ્ત્રોમાં સાધુના પાત્રા, રજોહરણ, દંડાસણ, પહેરવાના કપડા યાવત સૂવા માટેના સંથારાનું પણ પરિમાણ જણાવેલ છે. શ્રમણભગવંતો શાસ્ત્રવિહિત પ્રમાણવાળી ઉપધિનું જ સેવન કરે છે. તેનાથી અતિરિક્ત આસક્તિપોષક ઉપધિનો ત્યાગ કરતા હોય છે. અવમIIT - ઘનન (1) (અનાદર, અપમાન, તિરસ્કાર) જે વચનમાં પૂજ્યનો ભાવ ન હોય. સામેવાળા પ્રત્યે સ્નેહ કે લાગણીનો અભાવ હોય. તેમજ ષનો સદૂભાવ હોય ત્યારે જે વચન નીકળે છે તે અપમાનકારી હોય છે. આવા અપમાનપૂર્ણ વચન સામેવાળાની ઊંચ-નીચતાને જણાવે કે ન જણાવે. પણ તેના કરતાં આપણે ઉતરતી કક્ષાના છીએ તે ચોક્કસ જણાવે છે.