________________ દેહને પૂરતું પોષણ ન મળે તો શરીરમાં રહેલ લોહી, માંસ, હાડ બધું શોષાવા માંડે છે. સુંદર દેખાતું શરીર જુગુપ્સનીય અને અસુંદર બની જાય છે. તેમ આત્માને સદ્ધર્મનું પોષણ ન મળે તો તેમાં રહેલ ગુણો સુકાવા માંડે છે. ગુણરહિત અને દુર્ગુણયુક્ત આત્મા કુમાર્ગે સંચરનારો બને છે. આથી વિવેકીજન આત્માને ગુણોથી પુષ્ટ રાખવા માટે સદ્ધર્મનું પોષણ પુરું પાડે છે. આવવુ - મયુર્ણ (ન્નો.). (ચૂલાની પાસેનો ઓળો, ચૂલાનો પાછળનો ભાગ) મત્ર - મત્ય (2) (સંતાન, પુત્ર કે પુત્રી) વ્યુત્પત્તિકોષમાં અપત્યની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે “જેની ઉત્પત્તિ થયે છતે પૂર્વજો દુર્ગતિમાં કે અપયશરૂપી કાદવમાં પડતા નથી તે અપત્ય છે.” અર્થાતુ કુલીનસંતાન માતાપિતાને સંતાનસુખ અને યશકીર્તિ આપનાર હોય છે. જે સંતાન કુલંગાર છે તે માતાપિતાને આ ભવમાં જ દુર્ગતિસમાન હોય છે. अवच्चामेलिय- अव्यत्यानेडित (न.) (દોષરહિત સૂત્રગુણ) એક જ શાસ્ત્રમાં અન્ય અન્ય સ્થાને કહેલા સૂત્ર અને અર્થોને એક જ સ્થાને ભેગા કરીને પાઠ કરવામાં આવે તો તે સૂત્રનો વ્યત્યાગ્રંડિત નામક દોષ બને છે. પરંતુ જે સાધુ ઉપયોગપૂર્વક ઉક્ત દોષનો ત્યાગ કરીને સૂત્રપઠન કરે છે તે અવ્યત્યાગ્રંડિતસૂત્ર કહેવાય છે. અવનY - અવસ્મતત્વ () (વાત્સલ્યપણા રહિત) એક સનાતન સત્ય છે કે માતાને જેવા વાત્સલ્ય અને પ્રેમ પોતાના સંતાન પ્રત્યે હોય છે. તેવું વાત્સલ્ય કે પ્રીતિ અન્યના સંતાન પ્રતિ થઈ શકતા નથી. આ જ સત્ય આત્મિકગુણો અને ભૌતિક ભોગમાં લાગુ પડે છે. ફરક માત્ર એટલો છે કે ભોગોથી મેસ્મરાઇઝ થઇ ગયેલો જીવ આત્મિકગુણો પ્રત્યે ઉપેક્ષિત અને ભૌતિકસુખો પ્રત્યે આકર્ષિત થઈ ગયો છે. વછેર - મવચ્છેદ (કું.) (વિભાગ, અંશ) ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને અંગ્રેજો એ આ દેશ ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું. તેમને ખબર હતી કે જો આ લોકો એક થશે તો રાજ કરવાની વાત તો દૂર રહો અહિં રહેવું પણ ભારે પડી જશે, એ વાતને આજે પાંસઠ વર્ષ ઉપર થઈ ગયા. આ દેશમાંથી અંગ્રેજો તો ચાલ્યા ગયા પણ તેઓ જે ભાગલા પાડીને ગયા હતાં તે યથાવત રહી ગયા છે. આજના વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ અને પરિવારિક મૂલ્યોનો સફાયો બોલાવી દીધો છે. अवजाममाण - अवजानान (त्रि.) (અપલાપ કરતો, વાત છુપાવતો) જે પદાર્થ જે અવસ્થામાં કે જે રીતે રહેલો હોય તેને તે રીતે ન દર્શાવતા પોતાની મતિ અનુસાર અથવા દ્રષવશાત તેના ગુણધર્મોને છૂપાવીને અન્ય પ્રકારે દર્શાવવો તેને શાસ્ત્રીય ભાષામાં અપલાપ અર્થાત છુપાવવું કહે છે. પોતાનાથી હીનજાતિવાળા પાસે કોઇ કળા શીખ્યા હોઇએ અને તે લાપ્રદર્શન જોઇને કોઇ પ્રશંસકપૂછે કે આ કળા ક્યાંથી શીખ્યા? ત્યારે પોતાના સાચા વિદ્યાગુરુની ઓળખ છુપાવીને ખોટી વાત જણાવવી તે ગુરુ અપલાપ છે. નવજાય - અપનતિ (!). (પિતાથી હીન ગુણવાળો પુત્ર) પિતાએ પોતાના બુદ્ધિ કૌશલ્ય, સાહસિકતાદિ ગુણો વડે યશ, પ્રતિષ્ઠાદિ પ્રાપ્ત કર્યા હોય. તેનો જ પુત્ર અલ્પગુણી હોવાને કારણે