________________ ઝવા - ઝવ (ઈ.) (દુર્ગુણ, દોષ) જલનો સ્વભાવ છે અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરવાની અને કાદવનો સ્વભાવ છે શુદ્ધને અશુદ્ધ કરવાની. તેની જેમ ગુણનો સ્વભાવ છે માણસના ચિત્તને સ્વચ્છ અને ગુણયુક્ત બનાવવાનો અને દુર્ગુણનો સ્વભાવ છે ચિત્તને મલિન અને દુષ્ટ બનાવવાનો. જે પંડિતપુરુષ આ બન્ને ભેદને જાણે છે તે ક્યારેય દુર્ગુણનો આશ્રય કરતો નથી. વપુoid - ઝવત (ઉ.) (ખોલતો, ઉઘાડતો) અવઢ - અવમૂઢ (ઉ.) (વ્યાપ્ત) પ્રભુ વીર મગધસમ્રાટ શ્રેણિકના તન, મન અણુએ અણુમાં વ્યાપેલા હતાં. તેઓના શ્વાસોશ્વાસમાં પણ મહાવીરદેવનું નામ વસેલું હતું. કિંવદન્તી અનુસાર જયારે તેઓ મૃત્યુ પામ્યા અને તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તેમનું બળતું શરીર પણ વીર વીરના પોકાર કરતું હતું. ધન્ય હોજો આવા વીરભક્તને! अवग्गबोहि - अपग्रबोधि (पुं.) (સુલભબોધિ, સુખેથી બોધ પામનાર) શાસ્ત્રમાં બે પ્રકારના જીવો કહેલા છે. 1. દુર્લભબોધિ અને 2. સુલભબોધિ. જે જીવને અત્યંત દુખે બોધ પમાડી શકાય તેવા જીવો દુર્લભબોધિ છે. તેમજ જે જીવો સામાન્ય ઉપદેશમાત્રથી બોધ પામીને સંસારનો ત્યાગ કરે છે તેવા જીવો સુલભબોધિ કહ્યા છે. શાલિભદ્ર, જંબૂસ્વામી વગેરે આત્માઓ સુલભબોધિ હતાં. સલાહ - મવદ (કું.). (1. ઇન્દ્રિય દ્વારા થનારું સામાન્યજ્ઞાન, 2. અવધારણ, નિશ્ચય 3. યોનિદ્વાર 4. મર્યાદિત સ્થાન 5. આશ્રય, સ્થાન) વિશેષાવશ્યક ભાષ્યાદિ ગ્રંથોમાં શ્રાવકને દેવ અને ગુરુનો અવગ્રહ પાળવાનું વિધાન છે. શ્રાવકે દેવપૂજા અને ગુરુવંદનના સમયે તેમનાથી કેટલુંક અંતર જાળવીને નિશ્ચિત સ્થાને રહીને પૂજનવંદન કરવાના હોય છે. તે નિશ્ચિત અંતર જાળવીને કરવામાં આવતા વંદનાદિને અવગ્રહ કહેવામાં આવે છે. વવવ - પન્ના (ઈ.) (હાનિ, ઘટાડો, અલ્પ થવું) પુદ્ગલોમાં રહેલ જૂના પ્રદેશો ચાલ્યા જવા તે પગલાપચય છે. આત્મા પરથી કર્મનો ભાર ઓછો થવો તે કર્મનો અપચય છે. તથા જીવનમાં સદ્ગુણોની બાદબાકી થવી તે ગુણોનો અપચય છે. પુદ્ગલોનો અપચય નથી ગુણ કરતો કે નથી નુકશાન કરતો. કર્મનો અપચય આત્માને ગુણ કરે છે અને ગુણોનો અપચય જીવન બરબાદ કરે છે, અવિવ - પવિત () (1. શોષાયેલ, ઘટેલ, હાનિ પામેલ 2. જીવપ્રદેશરહિત) જ્યાં સુધી આ શરીરમાં આત્મારામ વસેલા છે ત્યાં સુધી જ દરેક પ્રવૃત્તિ, વ્યવહારાદિ રહેલ છે. જે દિવસે આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે. તે દિવસે બધો જ ખેલ બંધ થઇ જાય છે. અત્યારસુધી આત્માયુકત શરીરને જે લોકો માનસન્માન આપતા હતાં. આવભગત કરતાં હતાં. તે જ લોકો નિર્જીવ શરીરને એકદિવસ પણ ઘરમાં રાખતાં નથી. જેટલું જલદી બને તેટલું શરીરનો નિકાલ કરી દેતા હોય છે. વૈરાગ્ય થવા માટે આનાથી બીજું વિશિષ્ટ ઉદાહરણ કર્યું જોઇએ છે તમારે ? હાથી મરે છે તો સવાલાખનો થાય છે. પણ માણસ મરે છે તો તેની માત્ર રાખ થાય છે. બીજું કંઈ જ નહિ. अवचियमंससोणिय - अपचितमांसशोणित ( न.) (શોષાયેલ માંસ અને લોહી)