________________ अवगंडसुक्क - अपगण्डशुक्ल (त्रि.) (1. શ્વેતસુવર્ણ જવું સફેદ 2. પાણીના ફીણ જેવું સફેદ) સૂત્રકૃતાંગસૂત્રમાં અપગંડશુક્લની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેલ છે. ‘અપતિં નમાચિં ચી તપતા હું, તસ્કૃવત્ત' અર્થાત જેમાંથી અસારદ્રવ્ય નીકળી ગયા છે તેવી ચેતવસ્તુ અથવા તેના જેવું શુક્લ જે છે તે. આ પ્રયોગ કોઇને ઉપમા આપવાને પ્રસંગે કરવામાં આવે છે. જેમકે શ્વેતસુવર્ણ જેવું શુક્લ અથવા આ મૂર્તિ સમુદ્રના ફીણ જેવી શ્વેત છે વગેરે. अवगणियभवदंड - अपकर्णितभवदण्ड (त्रि.) (તિરસ્કૃત કર્યો છે સંસારનો ભય જેણે તે) જ્ઞાનસાર અખકના નિર્ભયાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે જેના ચિત્તમાં અકુતોભયવાળું ચારિત્ર પરિણામ પામેલ છે. તેવા અખંડજ્ઞાનરૂપી રાજયના સ્વામી એવા સાધુને ભય ક્યાંથી હોય. તેમને સંસારનો ભય પણ સતાવી શકતો નથી. અવIA - મપામ (ઈ.). (વિનાશ) આ ભારતવર્ષમાં માતા, પિતા, ભાઈ બહેન, પરિવારાદિના મૂલ્યો હતો. જયાં એક માણસ બીજા માણસને ઓળખતો ન હોવા છતાં પણ જાણે પોતાનો સગો હોય તેવો વ્યવહાર કરતો. જ્યાં માથે ધર્મને અને સંગાથે ન્યાયને રાખવામાં આવતો. જ્યાં એકવાર સંબંધ બંધાય પછી છેલ્લા શ્વાસ સુધી તેને નિભાવવામાં આવતો. આથી જ તો ભારતને આદેશ કહેલો છે. આપણી આ જ સંસ્કૃતિ વ્યક્તિની પ્રગતિ સાધક હતી. જયારથી માણસ પશ્ચિમની વિકૃતિમાં ભરમાઇ ગયો છે ત્યારથી તેણે પોતાના વિનાશને નોતરું આપ્યું છે. આજે ભાઇ ભાઇનો નથી રહ્યો ત્યાં અજાણ્યા સાથે પ્રીત ક્યાંથી હોય? ધર્મને ઢોંગ અને અંધશ્રદ્ધામાં ખપાવતા હોય ત્યાં દેવગુરુ પ્રત્યે આદર ક્યાંથી હોય? માણસ પોતે પોતાના સિદ્ધાંતોમાં પ્રામાણિક નથી રહ્યો ત્યાં બીજા સાથેના સંબંધોમાં પ્રામાણિક ક્યાંથી હોય? જાણી લો આવી વિકૃતિમાં પ્રગતિ ક્યાંથી હોય? (નિશ્ચય) કોઇપણ કાર્ય કરવા માટે કટિબદ્ધ થવું દૃઢમના થવું તેને નિશ્ચય કહેવાય છે. આરંભે શૂરા બનીને માણસ કેટલાય નિશ્ચયો કરી લેતો હોય છે. હું આ કરીશ, હું તે કરીશ, હું કરીને જ જંપીશ વગેરે વગેરે. પરંતુ કાર્યપ્રારંભ થયા પછી આવતી કઠિનાઈથી ગભરાઇ જઇને વચ્ચેથી જ તેનો ત્યાગ કરી દે છે. પોતાના નિશ્ચયથી ડગી જાય છે. સુભાષિતમાં કહેલું છે કે ઉત્તમ પુરુષો જે કાર્યપ્રત્યે કૃતનિશ્ચયી હોય છે તેને અધવચ્ચેથી ક્યારેય છોડતા નથી. તેને સંપૂર્ણ કરીને જ નિરાંતનો શ્વાસ લેતા હોય છે. વય - મવાત (2) (જાણેલું, અવધારણ કરેલ) શાસ્ત્રમાં કહેલું છે કે “ધર્મકથી અતિચતુર અને ગીતાર્થ હોવા જોઈએ. તેમની પાસે આવેલ શ્રોતાના હાવભાવ, વર્તનાદિનું નિરીક્ષણ કરીને તુરંત જ ખ્યાલ આવી જાય કે આવનાર વ્યક્તિ ધર્મોપદેશ માટે યોગ્ય છે કે અયોગ્ય? યોગ્ય પાત્ર હોય તો ધર્મકથા કરીને તેને સંયમપ્રેમી બનાવે. અને જો તે અપાત્ર હોય તો ધર્મકથાને ટાળે.' अवगयवेय - अपगतवेद (त्रि.) (જનું વેદનીયકર્મ નાશ પામ્યું છે તે, સિદ્ધ) જ્યાં સુધી વેદનીયકર્મ વિદ્યમાન છે ત્યાં સુધી આત્માને સ્ત્રીવેદ, પુષવેદ અને નપુંસકવેદ વેદવા પડે છે. અર્થાત્ તદનુસાર લાગણીઓ, હાવભાવ તેમજ ભોગો ભોગવવા પડતા હોય છે. પ્રબળ પુરુષાર્થ વડે ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાને પામેલા મુક્તાત્માઓ વેદરહિત હોય છે. આથી તેમને અવેદી કહેલા છે. કેહિ - અવનતિ(રે.) (આશ્રીને રહેલ, અવગાહીને રહેલ)