________________ માત્રથી પૈસો મળી જતાં માણસ ધર્મને વિસરી જઇને અભિમાની થઈ જાય છે. તે ધર્મનો આભાર માનવાને બદલે પોતાની વાહવાહીમાં પરોવાઇ જાય છે. એક વાત યાદ રાખજો કે જે દિવસે પુણ્ય પરવારે છે તે દિવસે મોટા મોટા ચક્રવર્તીઓ પણ ભીખ માંગતા થઇ જાય છે. આથી મળેલ સંપત્તિનું અભિમાન ન કરશો. *મા (6) (1. અભિમાનથી અંધ થયેલ 2. અંધકાર) સૂર્યના અસ્ત થતાંની સાથે આખું જગત અંધકારમય બની જાય છે. દિવસે દૂર રહેલી પણ વસ્તુ સ્પષ્ટ દેખાય છે અને અંધકારમાં પાસે રહેલ પણ વસ્તુ દેખાતી નથી. જ્ઞાનરૂપી પ્રકાશનું પણ આવું જ છે. સમ્યજ્ઞાનનો સૂર્ય અસ્ત થતાં જ વ્યક્તિની વિવેકબુદ્ધિ હણાઈ જાય છે. તેને સારી અને અસારમાં કોઇ તફાવત દેખાતો જ નથી. મિથ્યાત્વના અંધકારમાં આંધળો થઇને તે અસત્માર્ગે આમથી તેમ અથડાતો કૂટાતો રહે છે. અવ - અવશ્નન (ઈ.) (1. શિબિર, છાવણી 2. આક્રમણ) કોઈ વિશિષ્ટ કાર્ય પ્રસંગે કે યુદ્ધ કરવા માટે લાંબા પ્રમાણમાં નીકળેલ સૈન્ય રસ્તામાં સ્થિરતા કરવા માટે કપડાના તંબૂઓ બનાવીને જેમાં રહે તેને શિબિર અથવા છાવણી કહેવામાં આવે છે. તેમજ વ્યાકરણ ગ્રંથોમાં શત્રુસૈન્ય દ્વારા નગરને ઘેરો નાંખવામાં આવે તેને પણ અવસ્જદ તરીકે જણાવેલ છે. अवक्खक्कण - अवष्वस्कण (न.) (પાછા જવું, પાછા વળવું) આપણામાં ચંડકૌશિક જેવો ક્રોધ, અંગુલિમાલ જેવી ક્રૂરતા, ગૌતમસ્વામી જેવું અભિમાન અને મોષતુષમુનિ જેવી અજ્ઞાનતા નથી. છતાં પણ આવા પાપી અને અજ્ઞાની આત્માઓ કુમાર્ગેથી પાછા વળી ગયા અને પોતાનું આત્મલ્યાણ સાધી લીધું. આપણે તે કક્ષામાં ન હોવા છતાં શા માટે આત્મકલ્યાણ સાધી શકતા નથી તેનો ક્યારેક વિચાર તો કરો ! મલ@RI - ઝપક્ષRUr () (અપશબ્દ બોલવા તે) એક વખત ગૌતમબુદ્ધની ધર્મસભા ચાલી રહી હતી. તે સમયે એક દુષ્ટ વ્યક્તિ આવ્યો અને ગૌતમબુદ્ધને અપશબ્દો બોલવા લાગ્યો. જાણે ગાળોનો વરસાદ જ સમજી લો. ગૌતમબુદ્ધ એકપણ શબ્દ બોલ્યા નહિ, એટલું જ નહિ તેમની મુખાકૃતિ વક્ર પણ ન થઈ. પેલો દુષ્ટપુરુષ ચાલ્યો ગયો. થોડીવાર પછી તેમનો કોઈ ભક્ત આવ્યો અને તેમની પ્રશંસાના પુલ બાંધવા લાગ્યો. તે પ્રશંસા સાંભળીને પણ તેઓ અતિઉત્સાહીત ન થયા. તે પ્રશંસકના ગયા પછી શિષ્યએ પૂછ્યું આવું કેમ? ગૌતમબુદ્ધે કહ્યું એમાં ખુશ કે નાખુશ થવા જેવું શું છે. જે વ્યક્તિ પાસે જે હતું તે જ તેમણે મને આપ્યું છે મારે તેનો સહર્ષ સ્વીકાર જ કરવાનો હોય. માક્ષર () (1. સાન્નિધ્ય ન કરવું 2. પ્રસન્ન ન થવું) પૌષધવ્રતના સ્તવનમાં કવિશ્રીએ લખ્યું છે કે આ સંસાર ક્રોધ, માન, માયા, લોભ, મોહ વગેરે દુર્ગુણોથી ભડકે બળી રહ્યો છે, આથી તેની છાયા ક્યારેય શીતલ ન હોઈ શકે. આવા આગના ગોળા સમાન સંસારનું સાન્નિધ્ય કરવા જેવું નથી. તમારે આશરો જ લેવો હોય તો જિનઅણગારનો લો, કેમકે તેઓ ક્ષમા, દયા, પરોપકારિતાદિ ગુણોરૂપી હિમખંડસમાન છે. તે સ્વયં આત્મિક શીતલતાયુક્ત છે અને અન્યને પણ શીતલતા અર્પે છે.” અલ+કેવUT - અવક્ષેપI () (નીચે ફેંકવું તે) ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં પાંચ પ્રકારના કર્મ કહેલા છે. 1. ઉલ્લેપણ 2. અવક્ષેપણ 3. આકુંચન 4, પ્રસારણ 5. સ્થિતિસ્થાપકતા. આ પાંચ કર્મો પૈકી બીજું કર્મ છે અવક્ષેપણ. કોઇપણ પદાર્થને નીચે ફેંકવું કે નીચે તરફ ધકેલવું તેને અવક્ષેપણ કહેવાય છે.