SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ હોય તો હિંદુઓમાં અંદરોઅંદર એકબીજા માટેનો ભેદભાવ અને અસંયુક્તતા હતી. દરેક ઊંચો નીચી જાતવાળાને તિરસ્કારભરી નજરે જોતો અને તેનો વ્યવહાર પણ અતડો રહેતો. આ પરિસ્થિતિનો લાભ લઇને મોગલોએ કૂટનીતિ વાપરીને વિજય મેળવ્યો. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં જયાં કુસંપ થયો છે ત્યાં ત્યાં હાર થઈ છે. જ્યારે આખુ રાષ્ટ્ર એકજુટ થયું ત્યારે જ તો ગાંધીજી અંગ્રેજોને ભગાડવામાં સફળ થયા હતાં. મલમાલ -- (થા.) (જોવું) વરુ - તિર્ (કું.) (અવિરતસમ્યગ્દષ્ટિ) સમ્યગ્દષ્ટિ આત્મા શ્રાવક તેમજ સાધુના વ્રતોને સ્વીકારવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ અંતરાયકર્મના ઉદયના કારણે ગ્રહણ કરી શકતો નથી. તે સર્વજ્ઞકથિત દરેક તત્ત્વને સહૃદયતાથી સ્વીકારે અને માને છે. તેમજ જેઓ વ્રતોને સ્વીકારે છે અથવા સ્વીકારવાની ઇચ્છા રાખે છે તેઓના માર્ગને સરળ બનાવવાના પ્રયત્નો કરતાં હોય છે. કૃષ્ણમહારાજા અને શ્રેણિક રાજા આવા જ સમ્યગ્દષ્ટિ આત્મા હતાં. અવનિય - વજુજ (વ્ય.) (નીચે નમીને) સૌથી ઊંચું ગણાતું તાડનું ઝાડ પૂરના સમયે પણ પોતાની અક્કડ છોડતું નથી જેથી પાણીનો પ્રવાહ તેને જડમૂળથી ઉખેડી નાખે છે. જ્યારે ધસમસતા પાણીના પ્રવાહ સામે નીચા નમી જઇને એકદમ પાતળો અને નાનો નેતરનો છોડ પોતાના અસ્તિત્વને કાયમ રાખે છે. ઝવા - ઝા (.) (ત્યાગીને) અત્યંતર વૈભવ મેળવવા માટે બાહ્ય ઋદ્ધિ સમૃદ્ધિઓનો ત્યાગ આવશ્યક છે. આંતરિક ઋદ્ધિ મેળવવામાં બાહ્ય ભોગસામગ્રીઓને બાધક માનવામાં આવેલી છે. જેમણે જેમણે બાહ્ય જગતનો ત્યાગ કર્યો છે તેમને જ આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ મળ્યો છે. અવાજ - અવશ્નોદ(7). (ડોક મરોડવી) अवउडगबंधण - अवकोटकबन्धन (त्रि.) (મસ્તકને મરડીને ભુજા સાથે પીઠના ભાગે બાંધવું) લક્ષUTI - માવજ - વનોપ() (તપવિશેષ સેવવું તે) જેવી રીતે એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસ, માસક્ષમણાદિ તપ છે. તેમ શાસ્ત્રમાં અપવસનક નામક તપ દર્શાવવામાં આવેલ છે. આ તપમાં સાધુનિર્વસ્ત્ર અવસ્થામાં રહીને કર્મોના ક્ષયને અર્થે તીવ્ર ઠંડી અને તાપને સહન કરે છે. વર્તમાનકાળમાં ગીતાર્થગુરુભગવંતો દ્વારા આ તપનો નિષેધ કરવામાં આવ્યો છે. વંજ - ગવ (કું.) (સીધું, સરળ, ઋજુ) ગર્વ - અપ (ઈ.) (આંખનો ખૂણો) આંખના ખૂણામાં એક નાનકડું તણખલું પડ્યું હશે તો તે વ્યક્તિને તરત ખેંચવા લાગશે. તેને કાઢ્યા પછી પણ ચેન નહિ પડે.
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy