________________ આયુર્વેદમાં છાશને પૃથ્વી પરનું અમૃત માન્યું છે. જે ગુણ દહીં-દૂધમાં નથી તે છાશમાં છે. તે માટે તક્રકલ્પ પ્રસિદ્ધ છે. અધ્યાત્મમાં પણ એવું જ છે. જે ગુણ માત્ર બાહ્ય તપ ત્યાગમાં નથી તે ગુણ માત્ર નિંદા નહીં કરવામાં રહ્યો છે. અનિંદા રૂપી તક્રકલ્પ કરવાથી ઘણો મોટો આત્મિક લાભ પ્રાપ્ત થાય છે. નિંદા, નારાજગી અને અપરાધ બોધ આ ત્રણ વાના જ મનુષ્યમાત્રના મોટા દુશ્મનો છે. જો તેનો ત્યાગ કરી દેવામાં આવે તો ધરતી પર સ્વર્ગસમ સુખ માનવમાત્રને મળી શકે છે. જરા ઊંડાણથી વિચારજો. માન્ન (ત્રિ.) (ખટાશવાળી વસ્તુ, છાશ વગેરેથી સંસ્કારિત પદાર્થ) સાધુ ભગવંતોને યોગોદ્વહન ક્રિયાના આયંબિલ તપમાં છાશથી સંસ્કારિત ભાત વગેરે ખટાશવાળા પદાર્થો કહ્યું છે. તેના અનેક લાભોમાં તે શામક ગુણપ્રધાન હોઈ યોગોદ્ધહનની સાધના દરમિયાન શરીરની પાચનક્રિયામાં ઉપયોગી તથા ભાવથી નિઃસાર નિર્વિકારી દ્રવ્ય હોઈ સાધ્યની સિદ્ધિમાં અબાધક આમ બન્ને રીતે લાભકારી બને છે. મામ (.). (આંબાનું ઝાડ, આંબો 2. આમ્રફળ-કેરી) અધીરતા માટે લોકોક્તિ છે કે ‘ઉતાવળે આંબા ન પાકે' અર્થાત ઉતાવળ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટાનું કાર્ય બગડે છે. માટે ધીરતા રાખવાથી ઇચ્છિત ફળપ્રાપ્તિ થાય છે. ઉતાવળિયો માણસ પ્રાયઃ કાર્યસિદ્ધિમાં નિષ્ફળતા પામે છે. સંક્ર - અશ્વ () (નેત્ર 2. પિતા) થોડાક પૂર્વકાળ સુધી ઘરે ઘરે અંદરથી કલઈ કરેલા તાંબાના ભાજનોમાં રસોઈ વગેરે બનાવતા હતા. તાંબાના ગુણો અંગે આયુર્વેદમાં ખૂબ પ્રશંસા કરેલી છે. તેની રતાશને યુક્તિપૂર્વક કાઢી નાખવામાં આવે તો તે સોનું જ છે એમ ધાતુવિદો જણાવે છે. * કન (.). (અલ્પાબ્લ, ઓછા ખટાશવાળું 2. લકુચ વૃક્ષ) શરીરને દીઘયુષી, સ્વસ્થ અને કાત્તિમય બનાવવા અંગેના આયુર્વેદમાં પ્રયોજિત રસાયણકલ્પાદિની સેવનવિધિમાં ખટાશવાળા પદાર્થોનું સદંતર વર્જન કરવામાં આવે છે. આ પદાર્થ શરીરની રાસાયણિક પ્રક્રિયામાં મોટી બાધા પેદા કરે છે. (કેરી, આમ્રફળ) કેરીને સર્વફળોમાં ઉત્તમફળ કહેવાય છે. સાધુ ભગવંતો માટે ફળને અચિત્ત કરીને વહોરવાનું વિધાન છે. આચારાંગસૂત્રમાં વર્ણન છે કે, કોઈ સાધુ આમ્રવનમાં અવગ્રહ લઈને રહેલો હોય અને ત્યાં પાકી કેરીઓ જુએ પણ તેને સચિત્ત જાણી ગ્રહણ ન કરે. અર્થાત્ સમારવા દ્વારા અચિત્ત ન કરેલી હોય તો પ્રહણ ન કરે ઇત્યાદિ વિસ્તૃત વર્ણન કરેલું છે. સંવાદિયા - માgિ (1) કિરીનો ગોટલો) જેમ કેરીના ગોટલામાં રહેલા ગોટલી-બીજને પણ આપણે ઉપયોગમાં લઈને કેરીનો પૂરેપૂરો લાભ લઈએ છીએ. તેમ આરાધકો આ શરીરથી તેનો સાધ્યસિદ્ધિ અર્થાત, મોક્ષ અર્થે તપ-જપ-ધ્યાનાદિ દ્વારા પૂરેપૂરો લાભ લઈ જીવનને સાર્થક કરતા હોય છે. સંવાકિયા - આvપેશિવ (સ્ત્રી) (આમ્રફળની ગોટલીની જેમ સુકી કેરીની મોટી ચીરી, કેરીની કાતળી) કેરીની મધુરતા સર્વવિદિત છે. તેનો રસ કરીને ખાઓ કે ચીરી કરીને ખાઓ, તે એકસરખી મીઠાશ આપે છે. સજ્જન પુરુષોનો સ્વભાવ પણ કેરી જેવો મીઠો હોય છે. તેનો વ્યવહાર કોઈપણ રીતે પરખો, અનુભવ મીઠો જ હશે. સંવરોય - મા (1.) (આંબાની છાલ, આમ્રફળની છાલ)