________________ મુમુક્ષુ આત્મા પણ સંસારના બધા વ્યવહારો કરવા પડે, તો સારી રીતે કરે પણ તેનું મન અલિપ્ત રાખે છે. તેમાં ઓતપ્રોત થતો નથી. એવા જીવો હૃદયથી કહેતા હોય છે કે, “ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ' અને તેમને ગુરુ આશિષમાં કેવળ ભવસાગરથી તરવાનું ખપતું હોય છે. સંતોmણો - અન્તર્નિવસન (સ્ત્રી.) (સાધ્વીઓને અધોભાગે પહેરવાનું અત્યંતર વસ્ત્ર, અન્તર્નિવસની વસ્ત્ર) બૃહત્કલ્પ તથા નિશીથસૂત્ર ચૂર્ણિની અંદર સાધ્વીજીને પહેરવાના વસ્ત્રોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવેલું છે. તેમાં તેમને કટિભાગથી લઈ જાનું પર્યત એક વધારાનું વસ્ત્ર પહેરવાનું વિધાન કરેલું છે. અહો ! લોકોત્તરધર્મમાં પણ લોક વ્યવહારનું કેવું શ્રેષ્ઠ પાલન કરાય છે ! અંતાણીતા - અત્તનશીન (ત્રિ.) (અંતર્રાહ, હૃદય-દાહ, દિલના દુઃખનો દાહ) નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, વ્યક્તિને પાંચ વસ્તુઓ વગર અગ્નિએ સતત બાળ્યા કરે છે. તે આ રીતે 1. પુત્ર મૂર્ખ હોય 2. પોતાની યુવાન કન્યા વિધવા બની હોય 3. મિત્ર શઠ હોય અર્થાતુ લુચ્ચો કે ધૂર્ત હોય 4. પત્ની અતિ ચંચળ સ્વભાવની હોય અને પ. યૌવનકાળમાં દરિદ્રતા હોય. આમાંથી એક વાનો પણ દુઃખદાયક બને છે તો જો પાંચેય વાના હોય તો તો પૂછવું જ શું. પરંતુ આવા દુઃખમાં પણ બુદ્ધિશાળી માણસ રસ્તો શોધી કાઢીને સુખી થાય છે. સંતોકું- મતવુંg(Y, .) (અંદર રહી પીડા કરનાર શલ્ય, અત્યંતર વ્રણ 2. દુષ્ટ પુરુષ). બાહ્ય શલ્ય એટલું પીડાકારક નથી હોતું જેટલું શરીરની અંદર રહેલું ત્રણ . દુષ્ટ વ્યક્તિઓ પણ અત્યંતર શલ્ય જેવા હોય છે. તેઓ બહારથી અતીવ સૌમ્ય દેખાવાનો ડોળ કરતા હોય છે પરંતુ, અંદરથી ક્લિષ્ટ પરિણામવાળા હોય છે. તેમનું ચિત્ત બીજાને કેવી રીતે દુ:ખી કરવો તેના પેંતરા રચવામાં સદૈવ વ્યસ્ત રહે છે. તેવા દુષ્ટોને કોઠે દયા જેવું પણ નથી હોતું. સાવધાન! તમારે જો મનની શાંતિ અને પારિવારિક સુખ-સંપની ચાહના હોય તો આવા દુષ્ટોને ઓળખીને તેમનાથી દૂર રહેજો. એતો ધૂમ - અન્તધૂમ (કું.) (ઘરમાં ધુંધવાયેલો ધુમાડો, ઘરની અંદરનો ધૂમ) ઘરમાં ભરેલો ધુમાડો આપણી આંખોમાં પાણી લાવી દે છે, શ્વાસને સંધીને ગૂંગળામણ ઉત્પન્ન કરે છે. તેનાથી ત્રાહિમામ પોકારી ઊઠીએ છીએ. પરંતુ આપણા આત્મામાં પાપોનો અને અશુભ વિચારોનો કાળો મેંશ ધુમાડો ભર્યો હોવા છતાં જાણે કાંઈ છે જ નહીં તેમ વર્તી રહ્યા છીએ. આશ્ચર્ય છે કે, વ્યક્તિ આટલો નિષ્ફર કેવી રીતે હોઇ શકે છે? अंतोमज्झोवसाणिय - अन्तर्मध्यावसानिक (पुं.) (અભિનયના ચાર પ્રકાર પૈકીનો છેલ્લો પ્રકાર, કુશળ નાટયકારનો લોકમધ્યાવસાનિક નામનો અભિનયનો ભેદ) સંતોમુદ- અન્તર્મુહ (1.). (અત્યંતર દ્વાર, અંદરનું દ્વાર) બાહ્ય વસ્તુઓ કે ભૌતિક તમામ પ્રકારની લાલસાઓથી મન વળીને અન્તર્મુખી બને છે ત્યારે તે પરમાત્માના ધ્યાનમાં કે ભક્તિમાં પરોવાય છે. અર્થાત્ જયાં સુધી બાહ્ય પદાર્થોનું આકર્ષણ ચિત્તમાંથી હટશે નહીં ત્યાં સુધી આત્મહિતકર પ્રવૃત્તિઓમાં ચિત્તની સ્થિરતા આવશે નહીં. એટલા માટે શ્રાવકધર્મમાં ભૌતિક પદાર્થોના પરિમાણનો અને સંતોષવૃત્તિનો મહિમા દર્શાવાયો છે. સંતોમુદુ - માર્યુહૂર્ત (2) (બે ઘડીની અંદરનો સમય, 48 મિનિટથી કંઇક ઓછો સમય 2. ભિન્ન મુહૂર્ત) હુંડા અવસર્પિણીના આ પંચમકાળનો સર્વત્ર અબાધિત પ્રભાવ તો જુઓ! અત્યારે ક્ષપકશ્રેણિા તો નથી મંડાતી એ તો સમજ્યા, પરંતુ ચિત્તની એકાગ્રતા પણ એક મુહૂર્ત સુધી અખંડ રીતે નથી રહી શકતી. આ પરિસ્થિતિથી જો ઉગરવું જ હોય તો લક્ષ્ય સિદ્ધિ માટે અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમયનો પરિપાક કરવા અનવરત પુરુષાર્થ અત્યારથી જ આદરવો રહ્યો. 60