________________ વાતિ (1) - ગોવાસિન (ઈ.) (પાસે રહેનાર જી-હજુરિયો, શિષ્ય, ચેલો, ગુરુની પાસે રહેવાના સ્વભાવવાળો-અન્તવાસી) સ્થાનાંગસૂત્ર વગેરે આગમોમાં જેમ આચાર્યના મૂલાગમ-સૂત્રપાઠ ભણવા રૂપ ઉદેશનાદિ ચાર ભેદો વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે તેમ શિષ્યના પણ ચાર ભેદો વર્ણવ્યા છે. તેમાં 1. જે મૂળસૂત્રપાઠ ભણવાની ઇચ્છાથી આચાર્યની પાસે રહે તેને પ્રત્યદેશના શિષ્ય કહે છે. 2. જે વાચના લેવા માટે રહે તેને વાચનાન્તવાસી કહે છે. 3. જે સૂત્રપાઠ અને વાચના અર્થે રહે તે ઉભયાન્તવાસી છે અને 4. જે વાચના કે ઉદ્દેશનાના પ્રયોજન વગર માત્ર ધર્મ શ્રવણ અર્થે રહે તે ધર્માન્તવાસી કહેવાય છે. સંતો - અન્ત ( વ્ય.) (મળે, અંદર, માંહેલી કોર) જેમ ચૂલામાં આગળનું સળગતું લાકડું હોય અને પછી તેમાં બીજું લાકડું નાખવામાં આવે તો તે ખૂબ ઝડપથી નવા લાકડાને પ્રદીપ્ત કરી આગને વધારે છે. તેમ માયાનો ભાવ અંદર સળગતો હોય તેમાં નવા નવા માયાના પેંતરા કરીને જીવ માયાની છૂપી આગમાં સતત બળતો રહે છે. अंतोअंत - अन्तोपान्त (पुं.) (અંત-મધ્ય સહિત, અતોપાન્ત) અજાણતા પણ સૂક્ષ્મજીવોની હિંસા ન થઈ જાય તે ખેવનાથી સંયમીઓ વસ્ત્ર-પાત્રાદિનું દિવસમાં બે વાર પ્રતિલેખન કરતા હોય છે. તેમાં તેઓ અન્યોપાંત નિરીક્ષણ કરી પ્રાર્થના કરતા હોય છે. ચાલો! એવા અહિંસાના પૂજારી મહામુનિવરોના ચરણે વંદના કરી ભવોભવના પાતક ગમિએ. સંતો - મારા (2) (અત્યંતરકરણ-ઇન્દ્રિય, જ્ઞાન-સુખાદિનું સાધન, મન-ચિત્ત-બુદ્ધિ-અહંકારરૂપ ઇન્દ્રિય). વેદાન્તમાં અન્તઃકરણના ચાર ભેદો બતાવ્યા છે. મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર. તેના વિષયો છે સંશય, નિશ્ચય, ગર્વ અને સ્મરણ. જ્યારે તે સંકલ્પ-વિકલ્પ કરે છે ત્યારે મનરૂપે કહેવાય છે. જ્યારે સંશય વિના નિશ્ચયરૂપે જાણે છે ત્યારે બુદ્ધિ કહેવાય છે. અનુસંધાન કરતાં ચિત્ત કહે છે અને અહંકાર કરવા વડે અહંકારરૂપે કહેવાય છે. અંતરિયા - મરત:સ્થર (સ્ત્રી) (નગરમાં વસનારી વેશ્યા, વિશિષ્ટ વેશ્યા) પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓ પોતાને ત્યાં રાજમાન્ય, 64 કળાઓમાં પ્રવીણ વિશિષ્ટ કક્ષાની વેશ્યાઓની વ્યવસ્થા રાખતા હતા. તેમની પાસે રાજકુમારો આદિને કળાઓના અભ્યાસ માટે મોકલતા હતા. પાટલીપુત્રના શકટાલ મહામંત્રીના જયેષ્ઠ પુત્ર શ્રીસ્થૂલિભદ્રજી કોશા નામની રાજમાન્ય વેશ્યાને ત્યાં બાર બાર વરસ સુધી રહ્યા હતા. પછીથી તેને પ્રતિબોધ આપી પરમ શ્રાવિકા બનાવી હતી. अंतोगिरिपरिरय - अन्तर्गिरिपरिरय (पुं.) (ગિરિ-પર્વતની અંદર ચોતરફથી ફેકવું તે, ડુંગરની અંદર સર્વબાજુએથી ચલાવવું તે) સંતોનત - અન્તર્ગ7 (3) (જળની અંદર, પાણી મળે) જળની અગાધતા અને તેની શક્તિનો પરિચય કેળવવા પાણીની અંદર ગયા પછી જ ખબર પડે છે. તેમ શ્રુતસાગરની અગાધતાને પામવા તેમાં ડૂબકી મારવી જ પડે. સમુદ્રની સંપત્તિ તેના પેટાળમાં રહેલી છે તેમ શ્રુતજ્ઞાનના રહસ્યો તેના અવગાહનની અંતે પમાય છે. મંતોનય - અતિઃ (જિ.) (અંતર્નાદ, દુ:ખી હૃદયવાળું, દુ:ખ સાથે હૃદયમાં રડનાર) સમક્વને પામેલો આત્મા સંસારમાં રહે છે પણ જળકમળવત રહે છે. કમળ પાણીમાં રહેવા છતાં પાણીથી ભીંજાતું નથી. તેમ 49