SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ રસોઇનું મુખ્ય સાધન છે ચૂલો-સગડી તેમ ધર્મનું મુખ્ય અને આદ્ય સાધન છે અહિંસા. કેમકે જે ધર્મમાં અહિંસા નથી તે ધર્મ નથી, જેમ સગડી પર રાંધતાં જયણા રાખવી જરૂરી છે તેમ અહિંસાનું પાલન કરવા માટે ઉપયોગ રાખવો જરૂરી છે. i (હું) NR (7) જ - માર (કું.) (અંગારો, અંગારાનો નાનો કણિયો, કોલસો 2. મંગળ ગ્રહ 3. પહેલો મહાગ્રહ 4. કરંટક વૃક્ષ 5. ભૃગરાજ વૃક્ષ) કોઇ અતિક્રોધી વ્યક્તિને જોઈને આપણે પણ ગુસ્સે થઇ જઈએ છીએ અને તેના સ્વભાવને નિંદતા હોઇએ છીએ પરંતુ, જયોતિષમાં કહેલા અંગારક યોગની જેમ આ બધાની પાછળ રહેલા મુખ્ય હેતુભૂત કર્મને વિચારીને પોતાને તેવા કર્મનો બંધ ન થાય તેની સાવધાની વરતવી જોઇએ. એ (ડું) કાર (ન) 3 (તા) 4- મારવાદ (પુ.) (અંગારાનો દાહ જયાં હોય તે ૨.જયાં લાકડા બાળી કોલસા પાડવામાં આવે તે સ્થાન) શાસકારોએ કામને અગ્નિની ઉપમા આપેલી છે. તેમાં સ્ત્રીના કામાગ્નિને અંગારાના દાહ જેવો કહેલો છે. જે તેના ચિત્તને સતત બળતું રાખે છે. માત્ર પરમાત્માની ભક્તિ અને સદાચારોનું પાલન જીવને અતિશય કામાગ્નિથી બચાવી લે છે. # (6) (7) પતાવ - અRપ્રતાપના (સ્ત્રી.). (શિયાળામાં ઠંડી ઉડાવવા અગ્નિની ધુણી પાસે શરીર તપાવવું તે, અંગારાઓનું તાપણું). ગમે તેવી હાડ થીજી જાય તેવી ઠંડીમાં પણ નિગ્રંથ સાધુઓને સગડી આદિમાં સળગતા અગ્નિ સેવનનો સંપૂર્ણ નિષેધ છે. કારણ કે પંચમહાવ્રતધારી સાધુઓને સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવોની સર્વથા હિંસા ન કરવાનો નિયમ હોય છે. (ડું) TT (7) મા - ફાવ(.). (તે નામના પ્રસિદ્ધ અભવી જૈનાચાર્ય, અપરનામ રુદ્રદેવાચાર્ય). જિનશાસનમાં અભવી આત્મા અંગારમર્દક નામે આચાર્ય થઇ ગયા. જે જીવ નામના પદાર્થને માનતા ન હતા. અન્ય ગીતાર્થ ગુરૂની પરીક્ષાથી તેમનું અભવ્યપણું જણાયું અને તેમના પ૦૦શિષ્યો તેમને છોડીને જતા રહ્યા. અંતકાળે અસમાધિથી મૃત્યુ પામીને તિર્યંચના ભવમાં ઉત્પન્ન થયા. મં (હું) R (7) - અજ્ઞાાશિ (ઈ.) (ખેરના અંગારાનો સમૂહ) ધાતુવાદની અંદર ખેરના અગ્નિની વાત કરવામાં આવેલી છે. અમુક જાતના ધાતુ વગેરેને તપાવવા માટે તીવ્ર તાપમાનની જરૂર હોય ત્યારે અતિ તીક્ષ્ણતાપવાળા ખેરના અગ્નિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. # (હું) TRવ- મારવત (સ્ત્રી.) (ધુંધુમાર નામક રાજાની કન્યા). # (6) IT (7) 'સહ - ફારસહસ્ત્ર (જ.) (અગ્નિના ઝીણા હજારો કણિયાઓ, નાના અંગારાઓ) શાસ્ત્રમાં કહેવાયું છે કે, કલિકાળમાં એકમાં નહીં અનેકતામાં બળ હોય છે. જુઓ હજારો નાના અગ્નિના કણો ભેગા થઇને એક મહાકાય દાવાનળનું રૂપ ધારણ કરીને આખા જંગલને બાળી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. મેં (હું) તિરોકિય - જ્ઞાન (7) ચ(ત્રિ.) (અંગારાની જેમ પાકેલું) () IT (ન) યતિ - મરાયતન (). (અંગારાની ભઠ્ઠી, અંગાર ગૃહ) ભઠ્ઠીમાં બળતા અંગારાની જેમ જેનું ચિત્ત સતત કષાયોથી બળી રહ્યું છે તેવા જીવો સ્વયે તો સંતપ્ત રહે જ છે પરંતુ, તેની નજીકમાં રહેલા અન્ય લોકોને પણ સંતપ્ત રાખે છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy