________________ પરિણામોથી ઘડાઈ ગયો હતો કે તેને કૂવામાં પૂરી દીધા પછી પણ ત્યાં માટીના પાડા કરીને હાથરૂપી તલવારથી કલ્પના દ્વારા સતત હિંસા કરતો હતો. મરીને તે નરકે ગયો. હિંસાના રૌદ્ર સ્વભાવથી જીવની ગતિ અતિભયંકર થાય તે ધ્રુવ સત્ય છે. *મતિપત્યિ (અવ્ય.) (જીવહિંસા કરીને, પ્રાણીનો વિનાશ કરીને) હાથી સ્પર્શની ઇચ્છાથી, માછલી રસની લોલુપતાથી, ભ્રમર ગંધની કામનાથી, પતંગિયું દીપકના પ્રકાશમાં આસક્ત બનીને અને હરણ સંગીત સાંભળવાની મહેચ્છાથી પોતાના પ્રાણ ગુમાવે છે. તો પછી પાંચેય ઈન્દ્રિયોમાં આસક્ત રહેવાવાળા આપણા માટે અધઃપતન તો નિશ્ચિત જ છે. अइवाइय - अतिपातिक (त्रि.) (પ્રાણોનો ઉપયર્દક, હિંસા કરનાર, જીવહિંસક) સકારણ કે નિષ્કારણ પ્રાણીઓની હિંસા કરનાર જીવ માત્ર તેના પ્રાણને જ નહીં પરંતુ, પોતાનામાં રહેલા જીવદયાદિ ભાવપ્રાણોની પણ હિંસા કરતો હોય છે. એકવાર ભાવપ્રાણો નાશ પામ્યા પછી તેનામાં અને મૃતક શરીરમાં કોઈ જ ફરક નથી રહેતો. अइवाइया - अतिपातिका (स्त्री.) (પાપથી દૂર થયેલી, પાપરહિત, નિર્દોષ) હે જીવ! તારે આનંદ કરવો જ હોય તો પોતે કરેલા સુકૃતો માટે આનંદ કર. પ્રશંસા કરવી હોય તો બીજાના સુકૃતોની પ્રશંસા કર. નમવાની ઇચ્છા થાય તો સુદેવ-ગુરુ સમક્ષ મસ્તક ઝુકાવ અને જો કોઈને હણવાની ઇચ્છા થતી હોય તો કોઈપણ જીવને હણવાને બદલે તને લાગેલા દુષ્કર્મોને હણ. બાકી અન્યને હણવાથી શું? સફ(તિ) વાણમા - તિપાત (ત્રિ.) (પ્રાણીઓની હિંસા કરતું, ઉપમર્દન કરતું). અટ્ટ (ત્તિ) વાય - તિપાત (ઈ.) (પ્રાણઘાત કરવો તે, હિંસાદિ દોષ, વિભ્રંશ 2. વિનાશ) અઢાર પ્રકારના પાપોમાં પ્રાણઘાત કે હિંસાને પ્રથમ પાપસ્થાનક કહ્યું છે. વિચારજો! આજે યત્ર તત્ર સર્વત્ર નાના-મોટા જીવોની હિંસાનું તાંડવ નૃત્ય કેટલું વ્યાપક દેખાઈ રહ્યું છે? સમજી લ્યો કે, આ સર્વનાશની શરૂઆત થઈ ચૂકી છે. તિવાદ (ઈ.) (બહુ બોલવું તે 2. ધિક્કાર 3. કઠોર વચન, અપ્રિય વાક્ય) યોગશાસ્ત્રની ટીકામાં હેમચંદ્રાચાર્યજી મહારાજે હિંસાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, માત્ર કોઈને જાનથી મારવું તે જ હિંસા નથી. કિંતુ મન-વચન-કાયાથી અન્યના દિલને દુભાવવું તે પણ હિંસાનો એક સૂક્ષ્મ પ્રકાર છે. ધ્યાન રાખજો! આપણે કોઈના દિલને દુભવતા તો નથી ને? પ્રવાસ - તિવર્ષ (). (અતિ વર્ષ, ધોધમાર વરસવું તે) જો તળાવને બન્ને બાજુથી પાળ બાંધીને સુરક્ષિત કરવામાં ન આવે તો અતિવૃષ્ટિ થતાં બધું જ પાણી બહાર નીકળીને આખા ગામને ડુબાડી દે છે. એવી રીતે જો આપણે પોતાના જીવનરૂપી તળાવને સુસંસ્કાર અને ધાર્મિકતાથી સુરક્ષિત નહીં કરીએ તો વધારે પડતું ધન મળતાં દુર્ગુણોના પૂરથી આપણો આ ભવ અને પરભવ બન્નેય દુર્ગતિમય થઇ જશે. (તિ) વાડ - અતિવ્યાધ્રાત (.) (અત્યંત સુંધેલું 2. દુર્ગધાદિ વિશિષ્ટ હોય તે). વિપાકસૂત્ર નામક આગમમાં દુઃખવિપાકનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ મૃગાપુત્ર લોઢિયાનું આપેલું છે. તેને હાથ, પગ, માથું વગેરે કોઈ અંગોપાંગ નહોતા. તે અત્યંત દુર્ગધમય માંસના પિંડ રૂપે હતો. તેના શરીરમાં કુલ સત્તર રોગો હતાં. તેની આવી દુર્દશાની પાછળ પૂર્વભવમાં આચરેલા ભ્રષ્ટાચારો, સાત વ્યસનનું આસેવન, અમાનવીયતા આદિ પાપો જ કારણભૂત હતા, જો કર્મસત્તાએ રાજપુત્રને 16