________________ ફારુ - તિવા (.) (અતિ ભયાનક, મહાભયાનક). શાસ્ત્રોમાં ઠેર ઠેર ઈન્દ્રિયોના વિષયોને કિંપાક ફળ જેવા કહ્યા છે. મહાભયંકર દુઃખોના જનક બતાવ્યા છે. જન્મ જન્માન્તરમાં જીવને પીડનારા કહ્યા છે. ઉપભોગની શરૂઆતમાં તે ઘણા સારા લાગે છે પરંતુ, તેના પરિણામો અતિ ભયાનક કહેલા છે. અફઘુવર્ણ - સતિષ () (અત્યન્ત દુઃખ, અતિદુઃસહ) તમને ઇચ્છિત સુખ નથી મળ્યા તે માટે બીજાઓની આગળ તેના ગાણાં ગાઈ ગાઈને દુઃખ વ્યક્ત કરો છો, પરંતુ જિનાજ્ઞાનું આંશિક પણ પાલન નથી થતું તેનું દુઃખ કોઈ દિવસ આત્મામાં સંખ્યું છે ખરું કે, “અરેરે પ્રભુની આજ્ઞાનું પાલન આજે નથી થઈ શક્યું.” अइदुक्खधम्म - अतिदुःखधर्म (त्रि.) (અત્યંત દુઃખી સ્વભાવવાળું, ઘણી આશાતનાના ઉદયવાળું) જેને નરકની દુનિયામાં નિરંતર અપાતા દુઃખો જેવા અતિભયંકર દુ:ખો નજર સમક્ષ દેખાય છે અથવા તેવા દુઃખો ભોગવતા જીવો નજર સામે દેખાય છે, તે જીવ સાંસારિક સુખોમાં ગુલતાન બની જ કેવી રીતે શકે? અર્થાત ન જ બને. ચેતી જાય. ગાદિor - અતિર્લિન (7). (અત્યંત ખરાબ દિવસ, વાદળછાયો દિવસ) વાદળથી ઘેરાયેલો દિવસ ગમતો નથી તેમ મનુષ્ય દિવસમાં એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ કે જેના કારણે તેની ઊંઘ હરામ થઈ જાય. જીવનમાં ગમગીની છવાઈ જાય. પોતાના માટે કોઈ ખરાબ ઘટના ગમતી નથી, તેમ બીજા પ્રત્યે પણ વિચારજો. અ35 - અતિદુર્તમ (ત્રિ.) (અત્યન્ત દુર્લભ, અતિશય દુષ્માપ્ય) ધાન્યના ઢગલામાં નાખેલી સોય હજી પકડી શકાય છે, ચંચળ મનને પકડવું હજી શક્ય છે, પરંતુ એકવાર ખોઈ નાખેલો માનવ ભવ ફરી પાછો મેળવવો અત્યંત દુર્લભ છે. માટે તેને સાર્થક બનાવવા માટે પ્રયત્ન કરવો એમાં જ સમજદારી છે. अइदुस्सह - अतिदुस्सह (त्रि.) (અતિ કષ્ટપૂર્વક સહન થાય તે, દુઃસહ્ય, ઘણી મુશ્કેલીથી સહન કરી શકાય તે) આ જગતમાં વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે, આ પૃથ્વી પહાડો, સમુદ્રો, નદીઓ અને મોટા મોટા જંગલોનો ભાર સહન કરી લે છે પણ વિશ્વાસઘાતીઓનો બિલકુલ નહીં. કદાચ કુદરતના પ્રકોપો પણ આવા જ કારણોસર થતા હશે. સફર - તિતૂર (ત્રિ.) (અત્યંત દૂર, સુદૂર, ઘણું વેગળું) જેમણે હજી સુધી પોતાના મનને કષાયોથી નિવૃત્ત અને ધર્મારાધનામાં પ્રવૃત્ત નથી કર્યું અને હજી સુધી ભૌતિક સુખોમાં જ જેઓ રત છે, એવા ભવાભિનંદી જીવોની મોક્ષની વાત તો દૂર રહી તેઓની સદ્ગતિ પણ કેવી રીતે થશે તે શંકાસ્પદ છે. अइदूसमा - अतिदुष्षमा (स्त्री.) (અવસર્પિણી કાળનો છઠ્ઠો અને ઉત્સર્પિણીનો પહેલો આરો, અત્યન્ત દુ:ખપ્રધાન કાળ, દુષ્યમદુષ્યમ કાળ). શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે જે જિનાજ્ઞાનો ભંગ કરે છે, હૃદયથી અતિક્રૂર છે અને પાપ કાર્યોમાં જ આનંદ પામે છે તેવા લોકો આ લોકમાં નારકી સમાન અતિદુષમ કાળમાં જન્મ લેશે. આથી જો તમારે છઠ્ઠા આરાના દુ:ખોથી બચવું હોય તો જિનાજ્ઞાનું પાલન ઉપરાંત હૃદયની કોમલતા સાથે પરોપકારમય જીવન યાપન કરવું હિતકારી ગણાય. - તિવેશ (પુ.) (અન્ય વસ્તુના ધર્મનો અન્ય પર આરોપણ, નિર્દિષ્ટ વિષયને છોડીને અન્ય વિષયમાં લાગુ થતો નિયમ, હસ્તાંતરણ, સાદૃશ્યના કારણે થતી પ્રક્રિયા)