SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ A () (તી)(થા) તા થઇUTM - ગીતાનાતન (1) (ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન) જેવી રીતે કેવલી ભગવંત કેવલજ્ઞાનના માધ્યમથી ભૂત-ભવિષ્યને જાણી શકે છે, તેમ મુનિભગવંતો પણ કેવલી કથિત શાસ્ત્રાભ્યાસના બળે પોતાના અને અન્ય જીવોના ભૂત-ભવિષ્યને જાણી શકે છે. માટે જ તો જ્ઞાનસારમાં શ્રમણોને શાસ્ત્રચક્ષુવાળા કહેવામાં આવ્યા અત્રિ - તિતતિ (ન.) (ઉત્તરાલ ગાન દોષ). હોડીમાં નાનકડું છીદ્ર, ગાનમાં આલાપ દોષ, સાધનામાં મંત્રદોષ અને કુંડલીમાં લગ્ન દોષ હોય તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ ધર્મ આરાધનામાં ચિત્તની શુદ્ધિ ન હોય તો ઇષ્ટફળરૂપ મોક્ષની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. अइतिक्खरोस - अतितीक्ष्णरोष (त्रि.) (અતિક્રોધી સ્વભાવવાળો, દીર્ધ રોષયુક્ત) વિષય કષાયો પર વિજય મેળવવો એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ. ચાર કષાયોમાં પ્રથમ કષાય છે ક્રોધ. જો તમે તમારા ક્રોધને કાબૂમાં નથી કરી શકતા તો બાકીના ત્રણ કષાયોને વશમાં કરવા અસંભવ છે. જે ક્રોધી સ્વભાવવાળા હોય છે તેઓ ક્યારેય કોઇના પ્રિયપાત્ર બની શકતા નથી. એટલે જ તો કહેવાયું છે કે, જે ક્ષણમાં રાજી અને ક્ષણમાં ક્રોધી થતાં હોય તેમની પ્રસન્નતા લેવી પણ ભયંકર છે. અતિવ્ર - અતિતીવ્ર (ત્રિ.) (અત્યંત તીવ્ર, અતિઉગ્ન) ઉપદેશમાળા ગ્રંથમાં લખેલું છે કે, જીવ જે સમયે જેવા જેવા ભાવોમાં રમણ કરે છે ત્યારે તેવા તેવા કર્મોનો બંધ કરે છે. કર્મોનો બંધ જીવના ભાવોની તીવ્રતા અને મંદતાના આધારે થાય છે. જો ભાવ મંદ હશે તો કર્મબંધ અલ્પ થશે અને અતિતીવ્ર હશે તો કર્મબંધ પણ ઉત્કટ માત્રામાં થશે. આથી હંમેશાં કોઇપણ અશુભ વિચાર કરતાં પહેલા કર્મોના પરિણામોના વિષયમાં વિચારી લેવું. अइतिव्वकम्मविगम - अतितीव्रकर्मविगम (पुं.) (ઉગ્ર-તીક્ષ્ય કર્મનાશ, કઠિન કર્મનાશ) જેઓ દુષ્કતોની નિંદા, સુકતોનું આચરણ અને અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારે છે તેઓના ચીકણા કર્મોનો પણ તીવ્ર ગતિએ નાશ થાય છે. મિથ્યાત્વના હેતુભૂત ભયંકર જ્ઞાનાવરણીય અને મોહનીયાદિ કર્મોનો પણ શીધ્ર અપગમ થાય છે. અતુટ્ટT - પ્રતિકૂળ (1) (સર્વથા દૂર થનારું, અતિશયપણે દૂર થાય તે) જે જીવાત્મા સરલ સ્વભાવી હોય છે, કેવલી ભગવંત કથિત નવતત્ત્વોમાં શ્રદ્ધા રાખે છે, દેવ- ગુરુ અને ધર્મને એકાગ્રચિત્તે આરાધે છે અને કર્મબંધના કારણભૂત સ્થાનોનો સર્વથા ત્યાગ કરે છે તે હળુકર્મી ભવ્યાત્માથોડાક જ ભવમાં સર્વ કર્મોનો ક્ષય કરીને શીધ્રાતિશીધ્ર પરમપદને પ્રાપ્ત કરે છે. મામા - મરિન્સેના (સ્ત્રી.) (ચૌદશની રાત). જૈન શાસનમાં આત્મપરિણતિને અખંડ રાખવા માટે ક્ષમાની આરાધના કરાય છે. એટલા માટે જ પ્રત્યેક મહિનાની ચૌદશતિથિએ પાક્ષિક પ્રતિક્રમણ દ્વારા આપણે પંદર દિવસોમાં થયેલા અપરાધો માટે સર્વ જીવોની ક્ષમા યાચીએ છીએ. અપm - સંપર્થ (2) (વિજ્ય વસ્તુનો મૂળ ભાવાર્થ, સારાંશ, તાત્પર્ય) વક્તાના કોઇ પણ વાક્ય કે વસ્તુકથનનું જે અંતિમ હાઈ હોય તેને ઐદંપર્ય કહેવાય છે. શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે મેં શાસ્ત્રોનું અવગાહન કરીને આ રહસ્ય શોધ્યું છે કે, પરમાત્માની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ)ની સંપદાનું બીજ છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy