SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિવિવય - મfક્ષત (રિ.) (ઉપસ્થાપના યોગ્ય પરીક્ષા ન કરાયેલું, મહાવ્રતોના આરોપણ કરવા માટે પરીક્ષા ન કરાયેલું) નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલ છે કે, અવિમુશ્યકારી લાભ કે વ્યયનો સમુચિત વિચાર ન કરવામાં આવે અને વ્યક્તિ વગર વિચાર્યું કાર્યમાં પ્રવર્તતી રહે તો તેને અપરીક્ષિત પ્રતિસેવના કરનારો કહેવાય છે. અર્થાત તેને લાભ કરતા હાનિ વધુ સંભવે છે. *મપરણ્ય (અવ્ય.) (અનાલોચિત, અવિચારી, પરીક્ષા ન કરીને, તપાસ્યા વિના) अपरिखेदितत्त - अपरिखेदितत्व (न.) (અનાયાસે ઉત્પત્તિ સ્વરૂપ વચનનો ૩૪મો અતિશય, અનાયાસે ઉત્પન્ન વચન) પરમાત્માના વચનના 35 અતિશયો કહેલા છે. તેમાં અપરિખેદિતત્ત્વ નામનો ૩૪મો અતિશય-ગુણ પણ છે. ભગવાન સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે તેમની વાણીમાં સહજ રીતે રહેલા આ અતિશયના કારણે તેઓ કલાકો સુધી દેશના આપે પરંતુ, તેમને ક્યાંય ખેદ ન ઊપજે. એ જ રીતે સાંભળનારને પણ જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી ખેદ ઉપજાવનાર ન બને. પર - પ્રદ(ઈ.) (જેની પાસે ધર્મોપકરણ સિવાય સ્વલ્પ પણ શરીરોપભોગનો પરિગ્રહ ન હોય તે, ધનાદિરહિત, નિષ્પરિગ્રહી-સાધુ) રંગસૂત્રમાં જણાવે છે કે, જે સાધુ પોતાની પાસે સંયમના પોષક એવા ધમપકરણ અર્થાતુ, ઉપાધિ સિવાય શરીરના ઉપભોગ માટે કોઈપણ પ્રકારના પરિગ્રહને નથી રાખતો અને તે નિમિત્તે આરંભ સમારંભ પણ નથી કરતો તો તે સાધુ ધર્મશરણને પામે છે. अपरिग्गहसंवुड -- अपरिग्रहसंवृत (त्रि.) (ધનાદિ પરિગ્રહરહિત અને ઇન્દ્રિયોના સંવરથી યુક્ત - સાધુ, અપરિગ્રહરૂપ સંવરવાળો). પ્રશ્નવ્યાકરણ આગમના ત્રીજા સંવર દ્વારમાં અપરિગ્રહ સંવૃતની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે આત્મા ધન-સંપત્તિ, રૂપિયા પૈસાદિથી રહિત હોય અથતુ, ધનાદિનો સંગ્રહ ન કરનાર હોય અને પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો હોય તે અપરિગ્રહ સંવત છે. अपरिग्गहा - अपरिग्रहा (स्त्री.) (જેની પાસે કોઈપણ પ્રકારનો પરિગ્રહ નથી તેવી સ્ત્રી, સાધારણ સ્ત્રી) अपरिग्गहिया - अपरिगृहीता (स्त्री.) (વેશ્યા, રખાત, અનાથ સ્ત્રી, 2. વિધવા સ્ત્રી 3. દાસી કે દેવદાસી) આચારાંગસૂત્રના પાંચમા ઉદેશાની ચૂર્ણિમાં વર્ણન આવે છે કે જે માતા-પિતા-પતિ આદિએ ગ્રહણ કરેલી ન હોય તે સ્ત્રી કુલટા ગણાય છે. જ્યારે દેવપુત્રિકા કે ઘરદાસી તે છે જે ભાડાથી અથવા સ્વેચ્છાથી પર પુરુષની સેવા કરે છે એમ અન્યમને કહેલું છે. अपरिग्गहियागमण - अपरिग्रहीतागमन (न.) (અવિવાહિત સ્ત્રીની સાથે મૈથુન સેવવું તે, શ્રાવકના બ્રહ્મચર્યવ્રત-ચોથાવ્રતનો બીજો અતિચાર) अपरिचत्तकामभोग - अपरित्यक्तकामभोग (पं.) (જેણે કામભોગોને છોડ્યા નથી તે, ઇન્દ્રિયોના મનોજ્ઞ પાંચ વિષયોને જેણે ત્યજયા નથી તે) ઠાણાંગસૂત્રના બીજા ઠાણના ચોથા ઉદેશામાં આ શબ્દની વ્યાખ્યા કરતા ગ્રંથકાર મહર્ષિ કહે છે કે, શબ્દ અને રૂપ એ બે કામ ગણાય છે. કારણ કે તેની ઇચ્છા કરાય છે. એટલે કે તે બન્ને મનોજ્ઞ છે. તેમજ મનભાવન ગંધ રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. પરિષ્ઠ - પરીક્ષ (a.) (યોગ્ય પરીક્ષાથી વિકલ, યોગ્ય પરીક્ષા વગરનું) પરિઝUT - પરિચ્છન્ન (ત્રિ.) (આચ્છાદન વગરનું, અનાવૃત 2. પરિવારરહિત, પરિવાર વગરનું) 444
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy