SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ મારફથી - અપરાજિતા (ત્રી.) (મહાવત્સા વિજયની મુખ્ય રાજધાનીનું નામ 2. વમકાવતી વિજયની રાજધાનીનું નામ 3. દશમી રાત્રિનું નામ 4, અંજન ગિરિના ઉત્તરભાગે રહેલી વાવડીનું નામ 5. અંગારક મહાગ્રહની અઝમહિષીનું નામ 6. બધા મહાગ્રહોની ચોથી અગ્રમહિષીનું નામ 7. સુચક પર્વતની આઠમી દિકુમારિકાની મહત્તરાનું નામ 8. આઠમા બળદેવ-વાસુદેવની માતાનું નામ 9. ચંદ્રપ્રભસ્વામીની દીક્ષા શિબિકાનું નામ 10. અહિચ્છત્રી તીર્થસ્થાને રહેલી એક ઔષધિનું નામ) अपरामुट्ठविधेयंस - अपरामृष्टविधेयांश (न.) (અનુમાનનો એક પ્રસિદ્ધ દોષ) શબ્દ અનિત્ય છે આ પ્રમાણે એક વિધાન કરાયું. કારણ કે તે કરાયેલું છે માટે. અહીં શબ્દનું અનિત્યપણું પ્રાધાન્યતયા સાધ્ય છે. માટે તેનો પૃથફનિર્દેશ કરાયો છે. પરંતુ તે સમાસમાં ગુણીભાવના કાલુષ્યથી લંકિત નથી. આ પૃથફ નિર્દેશ પણ પૂર્વના અનુવાદ્ય એવા શબ્દનો નિર્દેશ છે અને તે બરાબર પણ છે. કારણ કે સમાન અધિકરણમાં અનન્તર અલબ્ધ વિધેય એવા અનિત્યત્વને કરવામાં અશક્યતા રહેલી છે માટે. આ પ્રમાણે અપરાકૃષ્ટવિધેયાંશની વ્યાખ્યા રત્નાકરાવતારિકા નામક ગ્રંથના આઠમા પરિચ્છેદમાં કરાયેલી છે. अपरिआइत्तए - अपर्यादाय (अव्य.) (ગ્રહણ કર્યા વિના, ગ્રહણ નહીં કરીને) अपरिआविय - अपरितापित (त्रि.) (પોતાનાથી કે બીજાથી જેને પરિતાપ-દુ:ખ નથી પહોંચ્યું તે, અપરિતાપિત) આવશ્યકસૂત્રનો પાઠ આપણે પ્રતિક્રમણ દરમિયાન કરીએ તો છીએ પણ તે સૂત્રોના અર્થની પરિભાવના અર્થાતુ, ચિન્તવન પ્રાયઃ કરીને કરતા નથી. તેથી આપણે જે અમૃતાનુષ્ઠાન કરીએ છીએ તેમાં માનસિક કે કાયિક ઉલ્લાસ ભળતો નથી. તેથી આપણી એ મહાનિર્જરાકારી ક્રિયાઓ અલ્પફળદાયી બની જાય છે. તેમાં આવે છે કે, શ્રાવકના જીવન વ્યવહારમાં સૂક્ષ્મ કે બાદર જીવોને પરિતાપના આપવાની નથી. દુઃખ પહોંચાડવાનું નથી. જો પરિતાપ આપ્યો હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપીને તે દુષ્કૃત્યથી નિવર્તવાનું છે. પાછા હટવાનું છે અને ભવિષ્યમાં તેમ ન બને તેનો ઉપયોગ રાખવાનો હોય છે. મમ્મિ - મરિવર્તન (ત્તિ.). (સાધુ નિમિત્તે વિલેપનાદિ પરિકર્મ વર્જિત, શરીર સત્કારાદિ જેમાં ન થઈ શકે તેવો સંથારાનો એક પ્રકાર-પાદપ્રોપગમનાદિ) આચારાંગસૂત્રમાં જણાવેલું છે કે, જે સાધુ પોતાનું આત્મકલ્યાણ સાધવા અંતિમ સમયે પાદપોપગમન અનશન સ્વીકારે, ત્યારે તેઓએ પોતે કે અન્ય દ્વારા શરીરને ચંદનાદિનું વિલેપન કે શરીરની અનુકૂળતા સાધક હલન ચલન વગેરે કરવું જોઈએ નહીં. પરંતુ સમભાવે સ્થિરમાય રહેવું જોઇએ. અપરિભ્રમ - મારું (ત્રિ.). (પરાક્રમ રહિત, સામર્થ્ય વગરનું) શ્રેણિક મહારાજાના પુત્ર અને ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય મેઘમુનિ જ્યારે પોતે આગળની રાતે હેરાન-પરેશાન થયા તેથી સંયમ છોડવાની ઈચ્છાથી ભગવાન પાસે ગયા. તે અવસરે ભગવાને તેમને પૂર્વમાં હાથીના ભાવે વનમાં દાવાનલ વખતે સસલાના જીવને બચાવવા બતાવેલા પરાક્રમને યાદ કરાવીને તેમને ચારિત્રના પરાક્રમથી પતિત થતા અટકાવ્યા હતા. अपरिक्खदिट्ठ -- अपरीक्ष्यदृष्ट (त्रि.) (અવિચારીપણે કહેલું, અવિમુશ્યકારી વચન). શ્રીમાન હરિભદ્રાચાર્યજી મહારાજે શ્રાવકે પોતાનું ગૃહસ્થપણું કેવી રીતે એટલે કેવા પ્રકારના જીવનવ્યવહારથી સિદ્ધ કરવું તેનું ખૂબ સુંદર પ્રરૂપણ ધર્મબિંદુ પ્રકરણમાં કરેલું છે. તેમાં જણાવેલું છે કે, શ્રાવકે પ્રસંગ પડે ત્યારે વિચારીને બોલવું પણ અવિચારીપણે ક્યારેય ન બોલવું. કારણ કે અવિકૃશ્યપણે બોલવાથી ક્યારેય કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટાનું કાર્યમાં વિબ પડે છે. 441
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy