________________ સત્તા (રેશ-શ્રી.) (માતા 2. સાસુ 3. ફોઈ 4. સખી) કોઈક ચિંતકે સાચું જ લખ્યું છે કે, આ જગતમાં જેવું પરમ સુખ અને શાંતિ માતાના ખોળામાં મળે છે તે બીજે ક્યાંય ન મળે. તેનું કારણ એક જ છે કે માતા સિવાયના લોકો તરફથી મળતું સુખ સ્વાર્થ અને મતલબથી ભરેલું હોય છે. જયારે માતાને પોતાનો બાળક ગમે તેવું હોય તો પણ તેના પ્રત્યે એક સમાન પ્રેમ વહેતો હોય છે. તેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. તીર્થંકર પરમાત્મા આવી જ કરુણામયી માતા છે. તેમની અમાપ અમીદષ્ટિ જગતના સર્વ જીવો પર એક સરખી વરસતી હોય છે. સત્તાન - માત્મા (પુ.). (અપૌરુષેય આગમ, આમાગમ) આગમ ત્રણ પ્રકારના કહેલા છે. 1. આત્માગમ કે આતાગમ ર. અનંતરાગમ અને 3. પરંપરાગમ. તેમાં જે અનાદિશુદ્ધ હોય, આત્મામાં સ્વતઃ ઉત્પન્ન થયેલું હોય અને જે અપૌરુષેય એટલે કે અનિર્મિત હોય તેવું શાસ્ત્ર આત્માગમ કહેવાય છે. અા - સત્રા (ત્રિ.). (રક્ષણરહિત, અનર્થના પ્રતિઘાતકથી વર્જિત, જેનું કોઇ જ રક્ષક નથી તે 2. ખભા પર લાકડી રાખીને જનાર મુસાફરી જે સંસારમાં ખૂંપેલો છે અને ભયભીત છે તેવા જીવોને આત્મરક્ષણ માટે બોડીગાર્ડની જરૂર પડે છે. જ્યારે પરમાત્માનું શરણું સ્વીકારીને ભયમુક્ત બની ગયેલા નિર્ભય મુનિ દુન્યવી રક્ષણથી રહિત હોય છે. તેને બીજા કોઇ રક્ષકોની જરૂર પડતી નથી. अत्ताहिट्टिअ- आत्मार्थिक (त्रि.) (આત્મસ્વરૂપની પ્રાપ્તિવાળો 2. સ્વલબ્ધિવાળો). જેમણે માત્ર મન-વચન અને કાયા પર કાબૂ મેળવ્યો છે તેવા યોગીઓને પ્રાપ્ત થયેલી આત્માનુભૂતિ જો તેમને અલભ્ય સિદ્ધિઓ અપાવે છે તો પછી જેમણે સ્કૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારે ત્રણેય યોગોનો ક્ષય કર્યો છે તેવા કેવલી અને સિદ્ધ ભગવંતોના આત્મિકસુખ અને મોક્ષસુખની તો વાત જ શી કરવી? ત્તિ - ગરિ (જી.) (પ્રાપ્તિ, ઉપલબ્ધિ, રાગ-દ્વેષ મોહાદિનો આત્મત્તિક કે એકાન્તિક ક્ષય હોય તે) ત્તિજ્જ (ય) - રાત્રેય (ઈ.) (ત નામના ઋષિ, અત્રિના વંશમાં ઉત્પન્ન થયેલ ઋષિ) 3dar - માત્મીઠ્ઠા (જ.) (પોતાનું કરી લેવું તે, આત્મસાત્ કરવું તે 2. સ્વવશ કરવું તે, પોતાના કબજામાં લેવું તે) નિશીથચૂર્ણિ આદિ ગ્રંથોમાં શ્રમણને શાસન પ્રભાવના, રક્ષા જેવા વિશિષ્ટ કાર્યો સિવાય ચૂર્ણ પ્રયોગ, યંત્ર પ્રયોગ કે પછી વશીકરણાદિ તંત્ર પ્રયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો સામાન્ય સંજોગોમાં પણ મંત્રાદિના ઉપયોગની મનાઈ ફરમાવવામાં આવી છે તો પછી સ્વાર્થથી રાજા વગેરેને પોતાના વશમાં કરવાના પ્રયત્નનો તો સુતરાં નિષેધ થઈ જ જાય છે. છતાં એવું કરનારા સાધુ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું છે. अत्तुक्करिस - आत्मोत्कर्ष (पुं.) (પાંચમું ગૌણમોહનીયકર્મ 2. “હું જ સિદ્ધાન્તવેત્તા છું બીજો કોઈ નથી એવું આત્મશ્લાઘાવાળું અભિમાન) अत्तुक्कोसिय - आत्मोत्कर्षिक (पु.) (ગર્વિષ્ઠ, અભિમાની, સ્વપ્રશંસા કરનાર) સૂક્તાવલિમાં એક પદ આવે છે ગરવ કીયો સો નર હાર્યો જે પણ વ્યક્તિ પોતાને મળેલા ગુણનું અભિમાન કરે છે. તેના પર ગર્વ કરે છે તે તુરત એ ગુણથી ભ્રષ્ટ થાય છે. રાવણને રામે તો પછી માર્યો હતો પરંતુ તેના અભિમાને સહુથી પહેલા તેના ગુણોને અને તેનામાં વસેલી માનવતાને મારી નાખ્યાં હતાં. 3ge