________________ अत्तसक्खिय - आत्मसाक्षिक (त्रि.) (સ્વસાક્ષિક, આત્મા છે સાક્ષી જેનો તે) ધર્મની પ્રવૃત્તિ સ્વયંના આત્મા માટે કરવાની હોય છે. તે કોઈના ઉપકાર માટે કે કોઈને દેખાડવા માટે કરવાની નથી હોતી. આથી જતો ધર્મને આત્મસાક્ષિક કહ્યો છે. પોતાના આત્માની સાક્ષીએ ધર્મનું પાલન કરવાનું છે. અધર્મનું આચરણ કરતાં કદાચ કોઇ બીજ દેખે કે ન દેખે પરંતુ તેનો સાક્ષી પોતાનો આત્મા તો બને જ છે. તેને તમે કેવી રીતે ઠગી શકશો? પરવંચના કરવી જેટલી સહેલી છે એટલી જ કે તેથીય વધુ કઠિન છે આત્મવંચના કરવી તે. સત્તાન - ભાગ (ત્રિ.) (આત્મતુલ્ય, પોતાની સમાન) હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્રમાં જીવદયાનું વર્ણન કરતાં લખ્યું છે કે, “આતનવાર્યપૂજે : પ્રિયા' અર્થાત સાચી જીવદયાનું પાલન ત્યારે જ શક્ય બને છે કે જે વ્યક્તિ અન્યજીવોને પોતાની સમાન જુએ છે. જે આત્મસમદર્શી છે તે હંમેશાં વિચારે છે કે, જેવો પોતાનો આત્મા છે તેવો જ અન્યનો પણ આત્મા છે. આથી જે વસ્તુ મને નથી ગમતી તે અન્યને પણ ન જ ગમે તે સ્વાભાવિક છે. આથી મારે અન્યને દુઃખ પહોંચે તેવી પ્રવૃત્તિ કરવી ન જોઇએ. अत्तसमाहि- आत्मसमाधि (पुं.) (સ્વપક્ષની સિદ્ધિમાં પણ માધ્યસ્થપણે રહીને અન્યને દુ:ખ ન પહોંચાડવું તે) અન્યધર્મીઓ પોતાના પક્ષને સત્ય સાબિત કરવા માટે જે રીતે વાદ-વિવાદ કરે છે. બીજાને જુકા પાડવા તનતોડ મહેનત કરે છે અને સામેવાળાની લાગણીનો જરાપણ વિચાર કરતા નથી. તે પ્રમાણે પ્રભુ વીરનું વચન કે વ્યવહાર તમને ક્યારેય જોવા કે સાંભળવા નહીં મળે. તમે આગમના પાને પાને જોઇ લો ! તેઓએ પોતાની વાતની રજૂઆત નિષ્પક્ષ રહીને કરી છે. એટલું જ નહીં સાથે સાથે તેઓએ ક્યારેય પણ બીજાને દુઃખ પહોંચે તેવો નિષ્ફર વ્યવહાર પણ કર્યો નથી. સત્તાહિર - માત્મસમાધિ (ઈ.) (ચિત્તની સમાધિયુક્ત, માધ્યસ્થભાવયુક્ત, સ્વપક્ષની સિદ્ધિ માટે પણ મધ્યસ્થ રહીને પરને દુઃખ ન પહોંચાડવું તે) માત્માદિત (2) (જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સદા ઉપયુક્ત, શુભ વ્યાપારવાળો) જાત જાતના આસનો કે હઠયોગ કરવા માત્રથી સમાધિની પ્રાપ્તિ નથી થતી. એવા કરતબો તો સર્કસમાં પ્રાણીઓ પણ કરતા હોય છે, છતાં પણ તેઓ અસંતુષ્ટ હોય છે. જે પુરુષની ઉપયોગપૂર્વક મન-વચન-કાયાની સમ્પ્રવૃત્તિઓ હોય છે તેને વગર આસનોએ કે યોગોએ સમાધિ પ્રાપ્ત થતી હોય છે. કેમ કે સમાધિનો મતલબ જ છે ચિત્તની પ્રસન્નતા અને જેમની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વકની હોય છે તેમનું ચિત્ત હંમેશાં પ્રસન્ન જ હોય છે. મરાપુર - માનશ્ચ () (આપ્તવાક્યથી શૂન્ય, તીર્થકરના સિદ્ધાંતરહિત) શાસ્ત્રમાં આતની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, ‘ર અવંઝા માતાઃ' અર્થાત જેઓ બીજાને કોઇપણ રીતે ઠગતા નથી તેવા પુરુષો આપ્તપુરુષ કહેવાય છે. તેમાં તીર્થંકર પરમાત્મા સર્વોત્કૃષ્ટ આપ્તપુરુષ છે. કારણ કે તેઓનું વચન સર્વથા અવંચક હોય છે. જેઓનું જીવન આવા આપ્તપુરુષના વચન વિનાનું હોય તે જીવ જ્યાં-ત્યાં ઠગાતો જ હોય છે. પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક જગત, અત્ત (ગાય) દ્યિ - માત્મહિત (જ.). (આત્મહિત, આત્મકલ્યાણ). સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદેશામાં કહેવું છે કે, જેણે કોઇપણ પ્રકારનું ધર્માનુષ્ઠાન નથી કર્યું તેવો જીવ સમુદ્ર જેવા અગાધ સંસારસાગરમાં ભમતા ભમતા ઘણા દુઃખે કરીને આત્મહિત તો પામે છે પણ ક્લેશ ઘણો પામે છે. 381