SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતિ - તિત્તિન (શિ). (અલાભ થયો હોવા છતાં પણ થોડું પણ જેમ તેમ ન બોલનાર સાધુ 2. કટુવચન સાંભળીને પણ શાંત રહેનાર) દશવૈકાલિકસૂત્રમાં એક ઠેકાણે કહેલું છે કે, જિનવચનનો અનુરાગી વ્યક્તિ કેવી હોય તો તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે, તે અતિતિણ હોય અર્થાત તે પોતાને કોઈ જેમ તેમ બોલી જાય તો પણ શાંત રહેનારો હોય. પોતાને કોઈ લાભ ન થવાના કારણો જાણતો હોય તો પણ મનથી કચવાટ રાખ્યા વગર, હાયવોય કર્યા વગર પ્રશાન્તતાને આબાદ રાખી વિચરનારો હોય છે. તિવ@gઇડ - (.) (જેની ચાંચ તીણ કે કઠણ નથી તેવું પક્ષી) હિયરી તીક્ષ્ય (નૈક્ષ)( ) ચૈતt (સ્ટ.). (પરમાધાર્મિક દેવો દ્વારા વિકર્વણા કરાયેલી નરકની એક નદી) નરકની માન્યતા નાસ્તિકવાદી સિવાયના પ્રત્યેક ભારતીય દર્શનોએ સમાન રીતે સ્વીકારેલી છે. તેમાં જૈન દર્શને તેના સાત પ્રકારો બતાવ્યા છે. રત્નપ્રભાદિ તેના નામો છે. આ નરકભૂમિઓમાં નારકીના જીવોને દુઃખો દેવા પરમાધાર્મિક જાતિના રૌદ્રપરિણામી દેવો લોહી-પરૂથી ઉકળતી નદીની વિકર્વણા કરે છે. તેમાં જીવોને ચકીને ફેંકતા હોય છે અને વળી પાછા ડુબાડતા હોય છે. अतिट्ठपुरव - अदृष्टपूर्व (त्रि.) (પૂર્વમાં-પહેલા ક્યારેય ન જોયેલી હોય તે) આપણા જીવનમાં કો’ક એવી ઘટના બની જાય છે, જે પૂર્વે ક્યારેય આપણે જોઈન હોય કે જાણી પણ ન હોય ત્યારે આપણને આશ્ચર્ય પણ એટલું જ થાય અને અનુભવ પણ એવો જ થાય. તેમ જ્યારે જીવ સંસારમાં ક્યારેય ન પામ્યો હોય તેવું સમ્યક્ત પામે ત્યારે તેને પહેલા ક્યારેય ન થયો હોય તેવો આત્માનુભવ થાય છે. તે અનુભવને પાછો કોઈની સામે સંપૂર્ણ રીતે વર્ણવી પણ ન શકે. ત્તિ - ગણ (ત્રિ.) (અતૃપ્ત, અસંતુષ્ટ). પ્રશ્નવ્યાકરણસૂત્રમાં લખ્યું છે કે, જેનો સંસાર હજુ ઘણો બધો બાકી છે. એટલે કે જેઓની ચતુર્ગતિમાં જન્મ-મરણની રખડપટ્ટી ખૂબ લાંબીલચક છે તેવા ભવાભિનંદીજીવોને કામભોગો પ્રત્યે હંમેશાં અતૃપ્તિ જ રહે છે. તેઓ ક્યારેય પણ સંતુષ્ટિને પામતા નથી. તિત્તU - ગાત્પન(2િ.). (અભિલાષાવાળો, અતૃપ્તિવાળો જીવ). પરમાત્મા મહાવીર કહે છે કે, જો તમારે મોક્ષ જોઈતો હોય તો અભિલાષાઓને છોડી દો. કોઈપણ પદાર્થની આકાંક્ષા કે અભિલાષા કે તૃષા જો સંઘરી રાખી હશે તો તમને તેની હયાતીમાં શાશ્વત સુખના ઠામ નહીં જડે. મુક્તિના દ્વાર જોજનો દૂર રહેશે. માટે સમજો. અને દુન્યવી અભિલાષાઓ છોડીને આત્મશુદ્ધિની અભિલાષા સેવતા થાઓ. ખરેખર એ જ સાચી અભિલાષા છે. अतित्तलाभ - अतृप्तलाभ (पुं.) (સંતોષની અપ્રાપ્તિ, અસંતોષ, અતૃપ્તિ) ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાને આત્માની જાગૃતિ માટે કહ્યું છે કે, હે જીવ! તને ભવોભવ કામભોગ વિષયસુખ મળતું જ રહ્યું છે, કોઈ યોનિ એવી નથી જેમાં આ બધુ ન હોય, પરંતુ જીવને તેમાં ક્યારેય તૃપ્તિ થઈ નથી. માટે કામભોગોને ભોગવવામાં જ મનુષ્યભવની નિરર્થક ઇતિશ્રી ન કરતા બલે તેના સારરૂપ સંયમમાં ઉદ્યમશીલ બની આત્મહિતને સાધી લો. ત્તિત્તિ - પ્રવ્રુત્તિ (ત્રી.) (અતૃમિ, અસંતુષ્ટિ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે, જિનશાસનને પામેલો મુમુક્ષુ આત્મા જ્ઞાનાચાર અને ચારિત્રાચારમાં ક્યારેય તૃપ્તિ નથી પામતો. એવો ભવ્યાત્મા ક્યારેય એમ ન વિચારે કે, મેં તો ઘણું બધું ભણી લીધું છે. ખૂબ તપ-ત્યાગાદિ કરી લીધા છે માટે હવે બસ થયું. अतित्तिलाभ - अतृप्तिलाभ (पुं.) તૃતિનો અલાભ, સંતોષની અપ્રાપ્તિ)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy