SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ મતલી - મતો ( .). (વનસ્પતિવિશેષ, અલસી કે અતસીનો છોડ) અનુયોગદ્વારસૂત્ર અને નિશીથસૂત્રાદિમાં લખ્યું છે કે, અતસી એક પ્રકારની વનસ્પતિ છે. જે માલવદેશમાં થાય છે. તેની છાલ વલ્કલ જેવી હોય છે. તેનું અપર નામ તીસી પણ લોકમાં પ્રસિદ્ધ છે. મત૬ - અતિથ (1, ત્રિ.) (અતથ્ય, મિથ્યા, અસદૂભૂત, જુઠું, અસત્ય) આચારાંગસૂત્રમાં સચ્ચારિત્રધારી સાધુ ભગવંતોના આચાર વિચારોના વર્ણન પ્રસંગે લખ્યું છે કે, પાંચસમિતિએ અને ત્રણ ગુણિએ સંવત સાધુ ભગવંતનું વચન અતથ ન હોય તેમજ વચનના કોઈપણ દોષથી રહિત એટલે નિર્દોષ હોય છે. ધન્ય છે સાધુ ચરિત ને અતથ્ય () (વિતથ, અસભૂત, ખોટું) અતિશWri - મતથાણા (ર.) (અયથાર્થ જાણનાર 2. મિથ્યાષ્ટિનું જીવદ્રવ્ય 3. અલાતદ્રવ્ય) સ્થાનાંગસૂત્રના દશમાં ઠાણમાં કહ્યું છે કે, મિથ્યાદષ્ટિ જીવને અતથા જ્ઞાનવાળો કહી શકાય છે. કારણ કે તેને જે બોધ છે તે વિતથ બોધ-જ્ઞાન છે. વિતથ એટલે જે વસ્તુ અથવા જે પદાર્થ આ જગતમાં જેવો છે તેવો તે ન જાણે પરંતુ જેવો નથી તેવો અયથાર્થપણે જ જાણે છે માટે. જેમ કે પુગલ-પદાર્થ નિત્યનિય છે પરંતુ તેને તે એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય જ માનતો હોય છે. અતર - સતાર (નિ.) (તરવાને અશક્ય, ન તરી શકાય તેવું અપાર) જેમ સ્વયંભૂરમણ સમુદ્રને કોઈ તરી શકે તેમ નથી. તેમ આ સંસારરૂપ સ્વયંભૂરમણ સમુદ્ર પણ નિસત્ત્વ જીવોને તરવો અશક્ય છે. માટે જ કહ્યું છે કે, “સંજમનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને... એને તો ભડવીર સત્ત્વશાળી જીવો જ આદરી શકે છે. તેનો પાર પામી શકે છે. અતાAિ - તારિખ (ત્રિ.) (મુશ્કેલીથી તરી શકાય તેવું, દુસ્તરણીય, તરવાને દુઃશક્ય) સૂયગડાંગસૂત્રમાં આવે છે કે, “પ સં ગુલાઈfપતાના વક્રતારિક અર્થાત્ મનુષ્યોના સ્વજન સંબંધો પાતાળ જેવા અતરણીય છે. સાંસારિક સંબંધોના તાણા વાણા એટલા તો ગહન છે કે, તેને પાતાળની ઉપમા આપી છે. તેમાંથી તો કોક વિરલા જ બહાર નીકળીને પોતાનું કલ્યાણ કરી શકે છે. બાકી સર્વલોક તેમાં જ રચ્યો પચ્યો રહી દુઃખોને અનુભવતો સબડ્યા જ કરે છે. તાર (તિ) - તાડૂ (ત્રિ.) (તેના જેવું નહીં તે, તેવા પ્રકારનું ન હોય તે). સામાન્યજન પ્રવાહથી મુનિભગવંતો વિલક્ષણ હોય છે. સંસાર જે પ્રવાહ વહે છે તેથી બિલકુલ ઊલટા પ્રવાહે મુનિ ચાલે છે. આચારાંગસૂત્રમાં એક પ્રસંગે જણાવ્યું છે કે, “મતરિલે મુળ ગોદંતરે ' અર્થાત્ સંસારી જીવોથી ભિન્નવૃત્તિવાળા મુનિ સંસાર સાગરને વહેલા પાર કરી જાય છે. તડટ્ટ - ગતિવૃત્ત (ત્રિ.) (અતિક્રાન્ત 2. વ્યાપ્ત 3, પોતાના કૃત્યને ન જાણનાર) જેમ બાળ અગ્નિને જાણતો નથી માટે કહલથી એને પકડે છે અને પછી દાઝી જવાથી મોટેથી રડે છે. બસ એમ અજ્ઞાની જીવને પણ બાળ કહ્યો છે. તે કુકૃત્ય કર્યું જાય છે, પણ તે પ્રજ્ઞાશૂન્ય પોતાના અપકૃત્યને જાણતો નથી પછી તેના કવિપાકોથી દાઝયા કરે છે. પછી લોકો આગળ પોતાના દુઃખડાં રડ્યા કરે છે. પણ તેનો કોઈ અર્થ ખરો ? માટે અજાણતા પણ અપકૃત્ય કરતા વિચારજો. 371
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy