________________ અTIOાથી - અજ્ઞાનતા (સ્ત્રી) (અજ્ઞાનતા, અજાણપણું) ભગવતીજીસૂત્ર જૈનાગમોમાં સૌથી વધુ કદાવર ગ્રંથ છે. એટલું જ નહીં દ્રવ્યાનુયોગનો અત્યન્ત વિશાળ ખજાનો છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને ઉદ્દેશીને જે તત્ત્વજ્ઞાન પીરસ્યું છે તે ત્રણે જગતમાં અદૂભૂત છે. તેની અંદર અજ્ઞાનતાની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, જે સ્વરૂપથી ઉપલબ્ધ નથી થતું તે અજ્ઞાન છે. અર્થાતુ જે પદાર્થ-વસ્તુ યથાસ્વરૂપે હોય તે સ્વરૂપે આત્મામાં ન જણાય અથવા વિપરીત પણે જણાય તે અજ્ઞાનતા છે. કેટલી સચોટ વ્યાખ્યા છે મારા પ્રભુ શ્રીવીરની. अण्णाणलद्धि - अज्ञानलब्धि (स्त्री.) (અજ્ઞાનની લબ્ધિ-પ્રાપ્તિ, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્મામાં થતું અજ્ઞાન) ભગવતીજીસૂત્રમાં ગુરુ ગૌતમસ્વામી પ્રભુ વીરને પૂછે છે કે, હે પ્રભુ! લોકમાં અજ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની છે? ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! આ લોકમાં અજ્ઞાનલબ્ધિ ત્રણ પ્રકારની છે. યથા -મતિ અજ્ઞાનલબ્ધિ, શ્રત અજ્ઞાનલબ્ધિ અને વિભગ અજ્ઞાનલબ્ધિ. મvબTIMવાડું () - અજ્ઞાનવારિર(ત્રિ.) (અજ્ઞાનને શ્રેયસ્કર માનનાર વાદી, અજ્ઞાનવાદી) સૂત્રકૃતાંગસૂત્રમાં વિવિધ ધર્મદર્શનના વાદીઓની ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમાં અજ્ઞાનવાદીનો એક પ્રકાર પણ વર્ણવ્યો છે. જેમ કે આ જગતમાં હેયોપાદેય રૂપે પદાર્થોનું વિશ્લેષણ કરનારા મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારના જ્ઞાન વિદ્યમાન હોવા છતા એની ભારોભાર નિંદા કરીને અથવા તો તેમાં દોષ દેખાડીને એકમાત્ર અજ્ઞાનતા એ જ આત્મહિત માટે શ્રેયસ્કર છે. એવું માને તે અજ્ઞાનવાદી છે. મuTreત્ય - અજ્ઞાનશાસ્ત્ર (1) (ભારત કાવ્ય નાટ્યશાસ્ત્રાદિ લૌકિક ઋતશાસ્ત્ર) માdirળ () - મશાનન(ત્રિ.) (અજ્ઞાન જેને હોય તે, અજ્ઞાનવાદી, મિથ્યાશાની, જ્ઞાન નિવવાદી) જૈનાગમસૂત્રોમાં ઉત્તરાધ્યયનસૂત્રને ખૂબ જ મહત્વ અપાયું છે. તેનું ચાર મૂળસૂત્રોમાં સ્થાન છે. કહેવાય છે કે એમાં પ્રભુ શ્રીમહાવીરનો અંતિમ ઉપદેશ અસલ સ્વરૂપે પીરસાયેલો છે. તેમાં જ અજ્ઞાની વિશે કહેવાયું છે કે અજ્ઞાની જીવ અસંખ્ય કોડાકોડી સાગરોપમ કાળમાં જે કર્મ ખપાવે છે તે કર્મ ત્રણ ગુપ્તિએ સમિત જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં અર્થાત ક્ષણભરમાં ખપાવી લે છે. મr () fજય - જ્ઞાન(.). (જે જ્ઞાન નથી તે અજ્ઞાન જેને છે તે-અજ્ઞાની, અજ્ઞાનવાદી, મિથ્યાજ્ઞાનમાં માનનારો) સમાજ્ઞનિ (પુ.) (અજ્ઞાનતામાં રાચનારો. અજ્ઞાન જ જેનું પ્રયોજન હોય તે, સમ્યજ્ઞાનરહિત) અજ્ઞાનવાદીઓ પોતાની જાતને હોશિયાર માનતાં કહે છે કે, અમે જ સર્વશ્રેષ્ઠ છીએ. કારણ કે જ્ઞાનીઓ જે કહે છે તે તો અસત્યભૂત છે. તેઓ પોતે પણ પરસ્પર અસંબદ્ધ અને વિરુદ્ધ બોલનારા તથા અયથાર્થવાદી છે. જેમ કે તેઓ એકમતે થઈ કશું કહી નથી શકતા. દા. ત. આત્મા એક છે કે અનેક, તે સર્વગત છે કે અસર્વગત, મૂર્ત છે કે અમૂર્ત ઇત્યાદિ તત્ત્વની બાબતોમાં તેઓ એકવાક્યતાવાળા નથી. બધા પોત પોતાની રીતે જુદું જુદું બોલે છે. માટે અમે જે અજ્ઞાનવાદને માનીએ છીએ તે બરાબર છે. માથવ (C) - અજ્ઞાનિવાર(પુ.) (અજ્ઞાનવાદી, જ્ઞાનમાં દોષ દેખાડી અજ્ઞાનને જ શ્રેષ્ઠ માનનાર વાદી) સ્થાનાંગસૂત્રાદિમાં કહ્યું છે કે, જેઓ મિથ્યા જ્ઞાનમાં રાચનારા છે, જેને સમ્યજ્ઞાન નથી થયું તેવા અજ્ઞાની બાળજીવો આ જગતમાં પ્રચુર માત્રામાં વિદ્યમાન છે જેઓ પોકારી પોકારીને કહે છે કે, આ દુનિયામાં અજ્ઞાન જ શ્રેયસ્કારી છે એમ તમે પણ માનો. પતિ (5) - (2) (સમ્યગુ અવધારેલું નહીં તે, અનુમાનથી વિષયભૂત કરેલું ન હોય તે, અવિદિત). પંચાશક ગ્રંથમાં મુનિની નિર્દોષ ગોચરીના અધિકારમાં કહ્યું છે કે, પોતે પૂવવસ્થામાં રાજા હોય અથવા બહુમોટા શ્રીમંત પરિવારમાંથી 370