SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન છે. આ જગતમાં જ્ઞાનવંત ઓછા છે અને અજ્ઞાની ઘણી મોટી સંખ્યામાં છે અથવા તો જ્ઞાની જીવો કરતા અજ્ઞાની જીવો અનંતગણા છે. પ્રભુ મહાવીરે જે હેય, શેય અને ઉપાદેય સ્વરૂપે પદાર્થો બતાવ્યા તે આપણને સમ્યગ બોધ થાય તે માટે જ. મહર્ષિઓએ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે રચીને પ્રભુવાણીનો જે વિસ્તાર કર્યો તે આપણા અજ્ઞાનને દૂર કરવા માટે જ. એમ રૂડી રીતે જાણીને જ્ઞાનનો આદર કરનારો અજ્ઞાનબહુલ સંસારને તરી જાય છે. સપUTTગમો - જ્ઞાનત (મવ્ય.) (જ્ઞાનાવરણીય કર્મના ઉત્કટપણાથી) અમુક જીવોમાં કલ્પનાથી બહારની અજ્ઞાનતા છે અથવા ખૂબ ભણવાનો પુરુષાર્થ કરે છતાં જ્ઞાન અર્જિત થાય નહીં તેનું કારણ છે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કટતા. જે જીવે ભયંકર રીતે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હોય તે ભવાન્તરમાં જ્ઞાનનો લવલેશ પણ ન પામે. માજિરિયા - 3 જ્ઞાટિયા (સ્ત્રી). (અજ્ઞાનપણે કરવામાં આવતી પ્રવૃત્તિથી લાગતી ક્રિયા-કર્મબંધ, અજ્ઞાનક્રિયાનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં અજ્ઞાનક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં અજ્ઞાનતાના લીધે જીવ જે પણ પ્રવૃત્તિ કરે અથવા ચેષ્ટાવાળો બને તેમાં કર્મનો બંધ થાય છે. એને જ અજ્ઞાનક્રિયા કહેલી છે, તેના પણ ત્રણ ભેદ છે. તેનો સારી રીતે બોધ લઈ ત્યાગ કરવો જોઈએ. મvorfuત્ત - માનનિવૃત્તિ (સ્ત્રી.) (અજ્ઞાનની નિવૃત્તિ, મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનની નિષ્પત્તિ-મુક્તિ) માતા - જ્ઞાત્રિ (જ.). (મતિ અજ્ઞાનાદિ ત્રણ મિથ્યાજ્ઞાન, અજ્ઞાનત્રિક) જ્ઞાન તો હોય પણ તે વિપરીતપણે હોય અર્થાત જેવું તે સત્યભૂત હોય તેનાથી તેને વિપરીત રીતે ગ્રહણ કરેલું હોય તે મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાજ્ઞાનના મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એમ ત્રણ ભેદો છે. તેને સમજીને ત્યાગવા એ સમકિત છે. अण्णाणदोस - अज्ञानदोष (पु.) (અજ્ઞાનતાથી હિંસાદિમાં ધર્મબુદ્ધિએ થતો પ્રવૃત્તિરૂપ દોષ 2. પ્રમાદ દોષ 3. રૌદ્રધ્યાનનું ત્રીજું લક્ષણ) ધર્મબુદ્ધિથી પણ કરાયેલી હિંસા એ અસદાચરણ બની જાય છે. વ્યક્તિ અનાદિકાળના સંસ્કારવશ કે કુશાસ્ત્રના વચનોના શ્રવણથી હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. તે એમ માનીને કે આ ઉત્તમ કાર્ય મને અભ્યદય કરાવશે પણ એ વ્યક્તિની અજ્ઞાનતા છે, ખરેખર જોઈએ તો ધર્મબુદ્ધિથી કરાયેલી હિંસાદિ ક્રિયા પણ નરકાદિનું જ કારણ બને છે. अण्णाणपरीसह - अज्ञानपरिषह (पुं.) (અજ્ઞાન પરિષહ, જ્ઞાન ન આવડવાથી ઉત્પન્ન દુઃખ સહવું તે, બાવીસ પરિષહો પૈકીનો એક પરિષહ) સાધુ બન્યા પછી બાવીસ પરિષહોને સમતા ભાવે સહન કરવા અનિવાર્ય બને છે. તેમાં અજ્ઞાન પરિષહ પણ છે. “મને તો ઘણો અભ્યાસ કરવા છતાં જ્ઞાન ચઢતું જ નથી. મને વ્યાખ્યાન આપતા આવડતું જ નથી.' એમ મનોમન દુભાયા કરવું તે અજ્ઞાન પરિષહ છે. મુનિઓ આ પરિષહને સમતાથી સહન કરીને, પરિષહજય દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો વિપુલ ક્ષયોપશમ કરે છે. अण्णाणपरीसहविजय -- अज्ञानपरिषहविजय (पं.) (અજ્ઞાનપરિષહ પર વિજય મેળવવો તે) આ મુનિ તો અજ્ઞ છે અથવા પશુ સરીખા છે.' એવા એવા કઠોર વચનો સહન કરવા છતાં વળી, ઘોર તપસ્યા કરવા છતાં અને ‘નિત્ય અપ્રમત્તભાવે સંયમનું સુંદર પાલન કરું છું તેમ છતાં હજુ સુધી મને જ્ઞાનાતિશય આવ્યો નથી.' એમ જે ચિતવવું તેને અજ્ઞાનપરિષહ કહે છે. તેના પર વિજય પામવો એટલે સહન કરીને આત્મપરિણતિ ઘડવી તે અજ્ઞાનપરિષહવિજય છે. अण्णाणफल - अज्ञानफल (त्रि.) (જ્ઞાનાવરણીય કર્મરૂપે અજ્ઞાનતાનું ફળ, ધર્માચાર્ય-ગુરુ-શ્રુતજ્ઞાન નિંદા સ્વરૂપ જ્ઞાનાવરકકમ) ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં પ્રભુ મહાવીરે મુમુક્ષુઓને ઉદેશીને જણાવ્યું છે કે, હે ભવ્યો! જો તમને સમ્યજ્ઞાન પામવાની ઇચ્છા હોય તો તમે પોતાના ધર્માચાર્ય-ધર્મગુરુ, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાનું સર્વથા છોડીને તેમની ભારોભાર પ્રશંસા કરો, 369
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy