SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ अणोग्घसिय - अनवधर्षित (न.) (નહીં ઘસેલું, રાખ્યા વગેરેથી નહીં માંજેલું) આ વાત આખી દુનિયા જાણે છે કે, વાસણને ઊજળું અને ચમકીલું બનાવવા માટે તેને રાખ, માટી, સાબુ, કે પાવડરથી ઘસવું પડે છે. જે વાસણને રાખ વગેરેથી ઘસવામાં ન આવે તે વાસણ પોતાની ચમક ગુમાવે છે. તેમ આત્મારૂપી ભાજનને ઉજજવલ અને શુદ્ધ બનાવવા માટે કષ્ટમય તપ વગેરે સાધન જરૂરી છે. તેનાથી સંમાજિત થયેલો આત્મા પોતાના સહજ ગુણોની ચમક પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ આ સાધનાથી દૂર ભાગે છે તેઓ ક્યારેય સંસારના ચક્રવ્યુહમાંથી બહાર નથી નીકળી શકતા. મોm - મનવા (ત્રિ.) (નિર્દોષ) મunit - મનવઘા (સ્ત્રી) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) સોના -- સનવિદ્યા (સ્ત્રી.) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) अणोत्तप्प - अनवत्राप्य (त्रि.) (સર્વાગપૂર્ણપણાએ કરીને અલજજાકર, પૂર્ણાગ શરીરવાળો). શારીરિક હીનતા એ લોકમાં નિંદ્ય અને લજ્જાને ઉપજાવનાર છે. લોકોત્તર જિનશાસનમાં ચારિત્રની યોગ્યતામાં જે ગુણો મૂક્યા છે તેમાં પણ અમુક અંશની જ હીનતાને ગૌણ કરીને ચારિત્ર આપવાનું વિધાન છે. તેના સિવાયની વિશેષ વિકલાંગતા સંયમગ્રહણમાં બાધક ગણેલી છે. જેથી એવો સાધુ લોકમાં લજ્જાને પાત્ર ન બને, ધર્મની હીલનાનો નિમિત્ત ન બને. अणोत्तप्पया - अनवत्रप्यता (स्त्री.) (લજજા-હીનાંગ રહિત શરીર, અલજ્જનીયતા) अणोद्धंसिज्जमाण - अनुपध्वस्यमान (त्रि.) (માહાસ્યથી ભ્રષ્ટ ન થતો) મહારાજ યુધિષ્ઠિરને ધર્મપુત્ર ગણવામાં આવતા હતા. કેમ કે તેઓ સાક્ષાતુ ધર્મમૂર્તિ સમાન હતા. યુધિષ્ઠિરની સત્યવચનીયતાનું મનુષ્યલોકમાં તો શું દેવલોકમાં પણ માહાભ્ય ગવાતું હતું. કદાચ સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઊગે પરંતુ, યુધિષ્ઠિર પોતાની સત્યવચનતાના માહાત્મથી ક્યારેય ભ્રષ્ટ નહોતા થતા. તેના પ્રતાપે તેમનો રથ પણ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો. યુધિષ્ઠિર અર્ધસત્ય અને અર્ધ અસત્ય બોલ્યા તે દિવસથી આકાશમાં ચાલનારો તેમનો રથ જમીન પર આવી ગયો. મોમ - નવમ (ત્રિ.) . (મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મબંધના હેતુ જેણે દૂર કર્યા છે તે, અવિરતિ મિથ્યાત્વાદિ કર્મબંધ હતુરહિત) પ્રભુ મહાવીર કે જેઓ રાજપુત્ર હતા અને દેવલોકના દેવો પણ તેમની સેવામાં હતા એટલા માત્રથી તેમને પ્રાજ્ઞ પુરુષો પૂજે છે એવું નથી. કિંતુ આ બધાથી પર રહીને સ્વાત્મબળે કર્મો પર વિજય મેળવીને કૈવલ્યની પ્રાપ્તિ કરી માટે તે અંગભૂજય બન્યા છે. બીજા કર્મગ્રંથમાં દેવેંદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ કર્મબંધના હેતુઓનો જેણે નાશ કર્યો છે તેવા વીરને મારા નમસ્કાર થાઓ. अणोमाणतर - अनवमानतर (त्रि.) (એકદમ છૂટા છૂટા, અતિસંકીર્ણ નહીં તે) તીર્થંકર ભગવંતના ચોત્રીસ અતિશયોમાંનો એક અતિશય એ છે કે, તેઓ દેશના આપતા હોય ત્યારે એક યોજન પરિમાણવાળા સમવસરણમાં બેઠેલા લાખો કરોડો શ્રોતાઓ શાંતિથી ક્લેશરહિતપણે બેસી શકે છે. ગમે તેટલા જીવો આવે છતાં પણ તીર્થકરની દેશનાભૂમિ એટલે સમવસરણ ક્યારેય અતિસંકીર્ણ થતું નથી. 356
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy