SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ મોચીડવ - નૈવાથિ (વિ.) (અસત ન્યાયવૃત્તિવાળો, અન્યાયી) વ્યાપારમાં અને વ્યવહારમાં ન્યાય અને નીતિ એ શ્રાવકનો મુખ્ય ધર્મ છે. શ્રાવકના પ્રત્યેક વ્યવહારમાં નીતિમત્તા વસેલી હોય. સામેવાળી વ્યક્તિ તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકે તે કક્ષાનો તેનો આચાર હોવો જોઈએ. પરંતુ જે હાથીના દાંતની જેમ વ્યવહાર કરતો હોય તે કદાચ થોડાં લોકોને ઠગી શકશે પરંતુ કુદરતને ક્યારેય નહિ. એક વાત યાદ રાખજો કે, જેની નીતિ ખરાબ તેની નિયતિ (ભાગ્ય) પણ ખરાબ જ હોય છે. ત્તિ - મની (ત્રિ.) (એના જેવું બીજું કોઈ ન હોય તે, અનન્યસંદેશ, અદ્વિતીય, અનુપમ) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અગિયારમાં અધ્યયનમાં કહેલું છે કે, જે વક્તા શુદ્ધધર્મનું આખ્યાન કરે છે તે ખરેખર અદ્વિતીય છે. તેના જેવો આ જગતમાં બીજો કોઇ નથી. કારણ કે સામાન્યપણે મોટાભાગના વક્તાઓ લોકોને પ્રિય થાય તેવું જ બોલતા હોય છે, પછી ભલેને અહિતકારી હોય. એટલે જ શાસ્ત્રોમાં શુદ્ધધર્મનું કથન કરનારા વિરલા જ છે એમ કહેવું પડ્યું. अणेवंभूय - अनेवंभूत (त्रि.) (એ પ્રમાણે નહિ, જેવી રીતે કર્મ બાંધ્યા હોય એવી રીતે નહીં પરંતુ તેથી જુદી રીતે) જૈનદર્શનના મતે વ્યક્તિને મળતા કર્મફળમાં ભાગ્ય અને પુરુષાર્થ બન્નેને કારણ તરીકે માન્યા છે. વ્યક્તિ જે પણ સુખ દુઃખની સ્થિતિને પ્રાપ્ત કરે છે તેમાં તેનું ભાગ્ય અને પુરુષાર્થ બન્ને ભાગ ભજવે છે. કેટલાક કર્મો એવાં હોય છે કે તે વ્યક્તિના ભાગ્યમાં દૃઢપણે લખાઈ ગયાં હોય છે જે તેને ભોગવવા જ પડતા હોય છે. કિંતુ ભાગ્ય કરતાં પણ પુરુષાર્થ બળવાન છે. શુભ પુરુષાર્થના બળે પુરુષ નસીબમાં લખેલું હોવા છતાં પણ વિપરીતપણે કર્મને ભોગવતો હોય છે. અર્થાત નસીબમાં શૂળીની સજા લખી હોય પરંતુ તે સોયની નાનકડી ઇજાથી ભોગવાઇ જતી હોય છે. સTI - ગણ (સ્ત્રી). (પ્રમાદસહિત ગવેષણા કરવી તે 2. ગવેષણાનો અભાવ, અસાવધાની) ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરનાર શ્રમણે નિર્દોષ આહારને ગ્રહણ કરવાનો હોય છે. નિર્દોષ આહારને ગ્રહણ કરવા તે ગવેષણા કરે છે અને શુદ્ધ આહાર પ્રાપ્ત કરે છે. પરંતુ જે સાધુ નિર્દોષ ગોચરીની અપેક્ષા રાખ્યા વિના કે પછી આધાકર્માદિ દોષમિશ્રિત આહારને જાણતો હોવા છતાં ગ્રહણ કરે છે તે અનેષણા દોષનો ભાગી બને છે. મોબિન - ષvય (ત્રિ.) (સાધુને ન કહ્યું તેવું, દોષથી દુષ્ટ, સાધુ માટે અગ્રાહ્ય, અસુઝતું) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહેલું છે કે, જે સચિત્ત કે અચિત્ત આહાર-ઉપકરણાદિ વસ્તુ આરંભસમારંભપૂર્વક સાધુના નિમિત્તે ગૃહસ્થ બનાવેલી કે લાવેલી હોય તેને સંયમી મહાત્મા દોષથી દૂષિત જાણીને ગ્રહણ કરતા નથી. મને - અનેક્ (પુ.) (કાળ દ્રવ્ય) લોકથા - 3 નૃતુ (ત્રી.) (અરજસ્વલા સ્ત્રી, માસિકધર્મ રહિત સ્ત્રી) મોતિ - મનુપત્ત (ત્રિ.) (જેનું નિરાકણ કરવામાં નથી આવ્યું તે, અનિરાકૃત) આયુર્વેદ શાસ્ત્ર રોગોનું જડમૂળથી નિરાકરણ કરવામાં માને છે. અર્થાત્ શરીરમાં ઉત્પન્ન થયેલો વ્યાધિ સર્વથા નાશ પામે તે રીતે તેનો ઉપચાર કરવાના આશયવાળું છે. કેમ કે જે રોગને જડમૂળથી નિરાકરણ નથી થતું તે ગમે ત્યારે પુનઃ ઉથલો મારી શકે છે અને તે પ્રાણધાત પણ કરી શકે છે. તેવી રીતે જૈનધર્મ સર્વ દુઃખોનું મૂળ ઇચ્છાને માને છે. આથી વ્યક્તિ જ્યાં સુધી મૂળથી ઇચ્છારહિત નથી થતો ત્યાં સુધી દુઃખોની પરંપરા ચાલુ જ રહેશે. દુઃખોનું નિરાકરણ લાવવા જરૂરી છે ઇચ્છારહિતપણું. 355
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy