________________ ભૂલી જાય. अणुवेहमाण - अनुप्रेक्षमाण (त्रि.) (વિચારતો, અનુપ્રેક્ષા કરતો, ભાવના ભાવતો) અgવો (રેશ) (તેમ, તે પ્રકારે, તે પ્રમાણે, હા, ખરું, ખરેખર) अणुव्वजंत - अनुव्रजत् (त्रि.) (અનૂકુળપણે સન્મુખ જતો 2. પાછળ જતો). જેઓ માત્ર વ્યવહારિક સંબંધોથી જ બંધાયેલા છે તે સંબંધિઓ અને મહેમાનોની આગતા-સ્વાગતામાં આપણે પૂરેપૂરા ઓળઘોળ થઈ જઈએ છીએ. બસસ્ટેન્ડ કે સોસાયટીના નાકા સુધી તેમને લેવા અને વળાવવા જઈએ છીએ પરંતુ જેઓ સત્યમાર્ગનો ઉપદેશ આપીને આપણા ઉપર સતત ઉપકાર કરતા રહે છે તે શ્રમણ ભગવંતો આપણા સંઘમાં પધારે છે ત્યારે તેમને સત્કારવા અને વળાવવાં શું આપણે જઈએ છીએ ખરાં? જો ના, તો સમજી લો કે આપણા જેવો કૃતજ્ઞ બીજો કોઈ નથી. મહુવા (5) - ગણુવ્રત (1). (મહાવ્રતની અપેક્ષાએ નાના વ્રતો, શ્રાવકના પ્રથમ પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. જેમાં પુરુષ કે સ્ત્રીના ભેદ વગર આત્મતત્ત્વને શુદ્ધ બનાવવા માગતા દરેક જીવો માટે તેઓ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરે છે. જેઓનો આત્મા પૂર્ણરૂપે જાગી ચુક્યો હોય અને સંસારનો ત્યાગ કરવા કટિબદ્ધ હોય એવા આત્માઓ માટે મહાવ્રતધર્મ અને જેમને સત્યની સમજણ પ્રાપ્ત થઈ ગઈ હોય પરંતુ હજી સંસારનો રાગ પૂરેપૂરો છૂટ્યો ન હોય તેવા શ્રાવકો માટે અણુવ્રતધર્મ બતાવ્યો, જેમાં પ્રથમ પાંચવ્રતો અણુવ્રત સ્વરૂપ છે. *નુવ્રત (1.) (મહાવ્રતની પછી જેની સ્થાપના કરવામાં આવેલી છે તે, મહાવ્રતની અપેક્ષાએ નાના વ્રતો, શ્રાવકના પ્રથમ પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) સાધુ-સાધ્વીજી ભગવંતો જેનું સંપૂર્ણ પાલન કરે છે તે મહાવ્રતોની પછી જૈનાગમગ્રંથોમાં મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતોની સ્થાપના કરેલી હોવાથી તેને અનુવ્રત કહેવાય છે. તેનો ક્રમ છે 1. શૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત 2. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત 3. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત 4. સ્કૂલમૈથુનવિરમણ વ્રત અને 5. સ્થૂલ પરિગ્રહ પરિમાણવિરમણ વ્રત. શ્રાવક-શ્રાવિકાઓને પાળવાના બાવ્રતોમાં પ્રથમ પાંવ્રતો ઉપર કહ્યા મુજબના છે. अणुव्वयपणग - अनुव्रतपञ्चक (न.) (જમાં પાંચ અણુવ્રતોનો સમૂહ છે તે, શૂળપ્રાણાતિપાત વિરમણાદિ અણુવ્રતપંચક) अणुव्वयमुह - अणुव्रतमुख (त्रि.) (અણુવ્રતો પ્રથમ-પ્રધાન છે જેને તે- સાધુ શ્રાવકનું વિશેષ ધર્માચરણ) પુત્રી - અનુવ્રતા (સ્ત્રી) (પતિવ્રતા સ્ત્રી, પતિવ્રત્ય ધર્મને પાળનારી સ્ત્રી) ધર્મશાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ત્રીને તુચ્છકારવાની કે હલકી ગણવાની વાત કરેલી નથી, પરંતુ ગાઈથ્યધર્મ વિષે કહેલી વાત વિચારશું તો સ્પષ્ટ છે કે પુરુષ જેટલું જ મહત્વ સ્ત્રીને આપવામાં આવેલું છે. સ્ત્રીને પરિવાર તથા કુળનું મૂલ્યવાન ઘરેણું ગણીને તેનું જતન કરવાનું જણાવેલું છે. સાથે-સાથે સ્ત્રીઓને પણ પતિના કુળને અનુરૂપ આચારનું પાલન કરવાનો નિર્દેશ કરેલો છે. પુત્ર - મનુવશ (ત્રિ.) (વશ થયેલું, પરસ્પરાધીન થયેલું) મદ્યપાન કરેલી વ્યક્તિ પોતાનું ખાનદાન, ઈજ્જત અને સૂધબૂધ ખોઈને લવારા કરતી વિવેકહીન બને છે તેમ મોહને વશ થયેલ આત્મા પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિ સામર્થ્યને ભૂલીને મોહાંધતામાં અટવાઈને બિચારો સાવ રાંકડો-ગરીબડો થઈ જાય છે. 343