________________ अणुविरइ - अनुविरति (स्त्री.) (દેશવિરતિ, શ્રાવક જેનું પાલન કરે છે તે-શ્રાવકપણું) વિરતિ એટલે પાપથી સર્વથા નિવૃત્તિ. જૈનશાસનના શ્રમણ ભગવંતો હિંસા, જૂઠ, અદત્ત, મૈથુન, પરિગ્રહરૂપ પાપોથી સર્વપ્રકારે વિરમવાપૂર્વક સર્વવિરતિધર્મનું પાલન કરે છે. જયારે શ્રાવક સંસારમાં રહેલો હોવાથી વ્રતોના સંપૂર્ણ પાલનની જગ્યાએ થોડુંક જ પાલન કરી શકે છે, જેને અણુવિરતિ કે દેશવિરતિ કહેવાય છે. મyવી - મનુવરી (.) (વિચારીને, આલોચીને, ચિંતવીને, કેવળજ્ઞાનથી જાણીને) જેમ સવારનો ભુલ્યો સાંજે પાછો આવે તો તેને ભૂલો પડેલો નથી કહેવાતો તેમ જીવ છદ્મસ્થ હોવાથી ક્યારેક પ્રમાદવશ કે કર્મવશ. પાપ થઈ જાય પરંતુ, ત્યારબાદ “હવે તેને ક્યારેય નહીં જ કરું' એમ ચિંતવીને ગુરુ ભગવંત પાસે તેની આલોચના કરે અને ગુરુ ભગવંત પ્રદત્ત પ્રાયશ્ચિત્ત કરે તો તે જીવ પુનઃ પવિત્ર થઈ જાય છે. અનુવાચ (વ્ય.) (અનુકૂળ કહેવડાવીને, અનુકૂળપણે વંચાવીને). કોઈ જીવને માત્ર શારીરિક નુકશાન પહોંચાડવું તે જ હિંસા નથી, પરંતુ કોઈપણ જીવને તિરસ્કૃત કરનારા કટુવચન કહેવા તે પણ એક પ્રકારની હિંસા જ છે. શસ કરતાં પણ કટુશબ્દને વધુ ભયંકર કહેલા છે. કેમ કે શસ્ત્રની અસર થોડા સમયે ઝાઇ પણ જાય છે જયારે દિલને ચોટ કરેલા શબ્દોની અસર સમય જતાં પણ એવીને એવી જ રહે છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, જો કોઈ એવો સમય આવે તો મૌન રહેવું. અર્થાત્ સામેનાને અપ્રીતિકર એવા કટુવચન કહેવા કરતા સાનુકૂળ કથન કરીને સમજાવવું સારું. . મgવીમતિ () - મનુવન્ચિમાધિન(પુ.). (પલોચન કરીને બોલનાર, પોતે આલોચિને કહેવારૂપ વચનના વિનયનો એક ભેદ) ઘણું બધું બોલ-બોલ કરવું કે વિચાર્યા વગર જ બોલવું તેને “બડબડ કરવું’ એમ કહેવાય છે. બાળકો, મૂર્ખ અને અણસમજું વ્યક્તિઓ આવો વ્યવહાર કરે છે જ્યારે વિવેકી મનુષ્યો આગળ-પાછળના સંદર્ભનો, વર્તમાન પરિસ્થિતિ અને બોલાતા વાક્યોની અસર શું પડશે તેનો સારી રીતે વિચાર કરીને, પર્યાલોચનપૂર્વક બોલે છે. अणुवीइसमिइजोग - अनुविचिन्त्यसमितियोग (पुं.) / (વિચારીને બોલવા૩૫ ભાષાસમિતિનો વ્યાપાર, ભાષાસમિતિયોગ) જે ભાષાના પ્રયોગથી અન્યને દુઃખ લાગે કે હિંસાની અનુમતિ અથવા પ્રશંસા થાય તેને ભાષા સમિતિનો દુરુપયોગ કહે છે. માટે સાધુ સર્વસાવદ્ય અને શ્રાવક મોટકા સાવદ્ય વચનના સદા ત્યાગી હોય છે. ધૂર્ત, કામી, ચોર આદિ દ્વારા બોલાતી ભાષાને સદંતરપણે ત્યાગીને સર્વને હિતકારી, યોગ્ય અને કાર્યને સાધનારી સ્પષ્ટ વાણી બોલવી તે ભાષાસમિતિયોગ કહેવાય છે. મપુતૂહ - મનુભૂદન (જ.). (પ્રશંસા કરવી તે, વખાણ કરવા તે) લોકો પાસેથી કામ કઢાવવા માટે કે આપણી અનુકુળતાને સાચવવા માટે કે સામેની વ્યક્તિને સારું લાગે તે માટે આપણે ઘણી વખત સાચી ખોટી પ્રશંસા કરતા રહીએ છીએ. જયારે ધર્મ જણાવે છે કે, તમને કોઈપણ વ્યક્તિ સત્કાર્ય કરતી દેખાય, ગુણવાન દેખાય તો તેના સત્કાર્યની કે ગુણોની ભારોભાર પ્રશંસા અવશ્ય કરો. કેમ કે ગુણોની પ્રશંસા કરવાથી તે ગુણો તમારામાં પણ આવશે અને તેમને બીજીવાર સત્કાર્ય કરવા ઉત્સાહી બનાવશે. अणुवेदयंत - अनुवेदयत् (त्रि.) (અનુભવ કરતો, ભોગવતું, વેદના પામતું) પ્રમાદી જીવનો સ્વભાવ છે ભૂલી જવાનો. દરરોજ બનતી ઘટનાઓમાં ક્યાંક તેની લાગણી દુભાઈ હોય કે આનંદની અનુભૂતિ થઈ હોય તે થોડાક સમય પછી ભૂલી જાય છે. આ જ રીતે પૂર્વભવોમાં નરકાદિ ગતિમાં ભોગવેલા રૌરવ, અતિ ભયંકર દુ:ખોને પણ ભૂલી જાય છે. અરે! આ જ ભવમાં ગર્ભાવસ્થામાં ઊંધા માથે વીતાવેલો સમય પણ જો તેને યાદ રહે તો પણ તે પાપ કરવાનું સર્વથા 42