SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ તે અદેશ્યરૂપીણી વિદ્યાના પ્રભાવે કેટલીય સ્ત્રીઓના શીલનું ખંડન કરતા હતા. પરંતુ પરમાત્માનું શાસન પામ્યા પછી તેમને પોતાના અપકૃત્યો માટે ભારોભાર ખેદ હતો. તેઓ પોતાનું માથું પછાડી પછાડીને મોટેથી પોક મૂકીને પસ્તાવો કરતા પ્રભુને વિનંતી કરતા હતા કે, હે પરમાત્માનુ! મને આ દુર્ગુણથી બચાવ. બોલો છે આપણો આવો અપરાધ સ્વીકૃતિનો ભાવ? अणुताव - अनुताप (पु.) (પશ્ચાત્તાપ, પસ્તાવો, ખેદ). કોઇક કવિએ સાચું જ લખ્યું છે કે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે. આ પસ્તાવારૂપી અમૃતનું ઝરણું ભલભલા પાપીનેય મહાન બનાવી દે છે. વાલિયામાંથી વાલ્મીકી, કામી તુલસીદાસમાંથી સંત તુલસીદાસ અને ચાર મહહત્યા કરનારા દઢપ્રહારીમાંથી કેવલી દઢપ્રહારી બનાવી દે છે. જરૂર છે માત્ર હૃદયપૂર્વક ભૂલો પ્રત્યે તિરસ્કારના ભાવની. મજુતાવિ () - નુતાપિન (પુ.) (દોષિત આહારાદિ ગ્રહણ કર્યા પછી પશ્ચાત્તાપ કરનાર) દરરોજ ઘડો ભરીને ભાત ખાવા જોઇતા હોવાથી જેમનું નામ કરેગડુ મુનિ પડ્યું હતું. તે મહાત્મા કોઈપણ જાતનો તપ કરી શકતા નહોતા. સંવત્સરી પર્વના દિવસે તેઓ ભિક્ષામાં ભાત વહોરીને જ્યારે વાપરવા બેઠા ત્યારે ચિત્તમાં તપ નહીં કરી શકતા હોવાનો તીવ્ર પશ્ચાત્તાપ હતો. આંખમાંથી આંસુ વહે જતા હતા અને આહારને આરોગતા હતા. પોતે કોઈ વિશિષ્ટ તપ કે જ્ઞાનાદિના ધણી ન હોવા છતાં માત્ર પશ્ચાત્તાપના પ્રતાપે જ તેમને ગોચરી વાપરતા વાપરતા કૈવલ્યજ્ઞાન પ્રગટ થયું. મતાવિયા - મતાપિwા (સ્ત્રી.) (બીજાને સંતાપ ઉપજાવનારી ભાષા, કટુવચન) મુનિવરના અનેક ગુણીમાં એક ગુણ છે મૃદુભાષી. મૂદુ એટલે કોમળ. સાધુની વાણી હંમેશાં કોમલ હોય. તેમની ભાષા સર્વને વી હોય. તેમનું વચન ક્યારેય પણ બીજાના દિલને ઠેશ પહોંચાડનારું કે ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરનારું ન હોય. મુનિની ભાષા ક્યારેય પણ કઠોર કે કર્કશ ન હોય અને જેની ભાષા કઠોર અને કર્કશ હોય તે સાચો શ્રમણ ન હોય. अणुतप्पया - अनुत्रप्यता (स्त्री.) (પરિપૂર્ણ અંગોપાંગતા, જેનાથી લજ્જા ન પમાય તેવી સર્વાગપૂર્ણ શરીર સંપત્તિ) આઠ કર્મપ્રકૃતિઓમાં નામકર્મ પ્રકૃતિનો સ્વભાવ છે કે જીવને તેના કમને અનુસાર શરીર સંપત્તિ આપે છે. જે જીવે અશુભ નામકર્મ સંચિત કર્યા હોય તેને અગ્નિશમ જેવા વિકત અને જોતા જ ભય ઉપજાવે તેવું શરીર મળે છે અને જે જીવે સુદેવ-સુગુરુ અને સુધર્મની સમ્યગુ આરાધના દ્વારા સત્કર્મો બાંધ્યા હોય તેને સનતુ ચક્રવર્તી અને શાલિભદ્ર જેવું નિ૫મ મનોહર અને સર્વાગે પરિપૂર્ણ એવી શારીરિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગપુર - અનુa (ત્રિ.) (અકથિત, નહીં કહેલું) પ્રેમની ભાષા સર્વત્ર એક સમાન હોય છે, પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક જગત. જેમ બે પ્રેમીઓ વચ્ચેનો સંબંધ અનિર્વચનીય હોય છે, તેમાં ભાષાની જરૂર પડતી નથી, તેમ ભક્ત અને ભગવાન તથા ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પણ એવો જ હોય છે. શિષ્ય અને ભક્ત તેમના આરાધ્ય દેવ અને ગુરુની વાત વગર કહ્યું સમજી જતા હોય છે. તેમણે કહેલું ન હોય તો પણ તેમની આજ્ઞાનુસારિણી પ્રવૃત્તિ જ કરતા હોય છે. અત્તર - અનુત્તર (ત્રિ.) (સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અનન્ય સદશ 2. જેના પછી બીજું કોઈ ઉત્તર-પ્રધાન નથી તે 3. વિજયાદિ અનુત્તર વિમાન) ઠાણાંગસૂત્રના પાંચમા સ્થાનમાં અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટતાના વિષયમાં કેવલી ભગવંતોને દસ વસ્તુ અનુત્તર હોય છે તેમ કહેલું છે. તે ક્રમશઃ 1. અનુત્તર જ્ઞાન 2. અનુત્તર દર્શન 3. અનુત્તર ચારિત્ર 4. અનુત્તર તપ ૫અનુત્તર વીર્ય 6, અનુત્તર ક્ષમા 7. અનુત્તર મુક્તિ 8. અનુત્તર ઋજુતા 9, અનુત્તર માર્દવતા અને 10. અનુત્તર લાઘવતા. sir
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy