SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી બને છે તેમ ગૃહસ્થને પણ ઘરમાં જો મા-બાપ કે વડિલો ઉપસ્થિત હોય તો તેમને પ્રથમ જમાડીને પછી અનુજ્ઞા લઈને પોતે આહારાદિ ગ્રહણ કરે એવો ગૃહસ્થાશ્રમનો નિયમ શાસ્ત્રકારોએ વિહિત કરેલો છે. છુપાવેતાપા - અનુશાપથ (ત્રિ) (અનુજ્ઞા આપતો, સંમતિ આપતો) સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની કાળધર્મ વિધિ અંગે જણાવ્યું છે કે, કાળની ગતિને પામેલા સ્વજનાદિકને અર્થાતુ કાળધર્મ પામેલા શિષ્ય, ગુરુ કે ગુરુભાઈ આદિના શરીરને પરઠવવાની અનુજ્ઞા આપતો સાધુ દોષનો ભાગી બનતો નથી. અUUUT - ગુજ્ઞા (સ્ત્રી) (અધિકાર આપવો 2. અનુમોદન દેવું, સંમતિ આપવી, આજ્ઞા) સંમતિ આપવી, અનુમોદન કરવું, રજા આપવી વગેરે અર્થોમાં અનુજ્ઞા શબ્દનો પ્રયોગ થાય છે. પંચકલ્પ ભાષ્યમાં અનુજ્ઞાકલ્પનું વિસ્તૃત વિવેચન કરતાં તેના 1. નામ 2. સ્થાપના 3. દ્રવ્ય 4. ક્ષેત્ર 5. કાળ અને 6. ભાવ એમ છ ભેદ કહેલા છે. જયારે સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં ગુવદિની અનુજ્ઞા પ્રાપ્ત કરવા સંબંધી અર્થ કરતાં 1. આચાર્યની 2. ઉપાધ્યાયની અને 3. ગણિની એમ ત્રણ પ્રકારની અનુજ્ઞા જણાવી છે. WHIક - અનુશાંત (રિ). (જિનેશ્વરો દ્વારા અનુમતિ અપાયેલું, રજા આપેલું, આજ્ઞા આપેલું, અનુમોદન, અનુમતિ) જિનદર્શનની આરાધનામાં ઉત્સર્ગ અને અપવાદ એમ બે માર્ગ પ્રવર્તે છે. ઉત્સર્ગમાર્ગે નિયમ છે કે, જે સ્વયં ગીતાર્થ નથી તે શ્રમણે ગીતાર્થની નિશ્રામાં જ વિહાર કરવો જોઇએ. અગીતાર્થને સ્વતંત્રવિહારનો નિષેધ છે. પરંતુ કોઇ કાર્યવિશેષે કે પછી સાધુના ઉત્તમ જીવદળને ધ્યાનમાં રાખીને ગીતાર્થ ગુરુભગવંતે અનુમતિ આપેલી હોય તે શ્રમણ એકલા વિચરવાને અધિકારી છે. તે સિવાયનાને સર્વથા ના કહેલી છે. મગુપIM - એનુન્નિન્ય (ઈ.) (શ્રમણને વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા માટેનું શાસ્ત્રીય વિધાન). પંચકલ્પ ભાષ્યાદિ ગ્રંથોમાં નિગ્રંથ શ્રમણોને પહેરવાના વસ્ત્રો અને આહાર ગ્રહણ કરવાને પાત્રાદિ અંગે માર્ગદર્શન કરવામાં આવેલું છે. સાધુએ ક્યા સમયે, કેવી રીતે, કેટલા વસ્ત્રોનું કેવી રીતે ગ્રહણ કરવું. તેનો ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગનું કથન કરેલું છે. અચેલક કલ્પના પાલક શ્રમણે નિર્દોષ, કોઇ જીવની લાગણીઓને ઠેસ ન પહોંચે અને જે અત્યંત અલ્પમૂલ્યવાન હોય તેવા જ વસો ગ્રહણ કરવા જોઈએ. તેવું પ્રતિપાદન કરેલું છે. अणुण्हसंवट्टियकक्कसंग - अनुष्णसंवर्तितकर्कशाङ्ग (त्रि.) (ભિક્ષાપરિભ્રમણના અભાવે ગરમી લાગવાના અભાવના કારણે અકર્કશ શીતળ છે અંગો જેના તે) अणुतडभेय - अनुतटभेद (पुं.) (વાંસને ચીરવાથી જેમ ફાડ પડે તેમ કોઇ દ્રવ્યને ચીરવાથી ફાડ પડે તે, પદાર્થોનું એક પ્રકારનું પૃથક્કરણ) अणुतडियाभेय - अनुतटिकाभेद (पुं.) (શેરડીને ચીરવાથી જેમ છોતરાં ઊતરે તેમ કોઇ વસ્તુને ચીરવાથી તેની છાલ ઊતરે તે જાતનો દ્રવ્ય ભેદ) જીંદકાચાર્ય પર ખોટો આક્ષેપ આવ્યો અને કાચા કાનના રાજાએ જીવતે જીવ તેમની ચામડી ઊતરાવી. આમાં દેખીતી રીતે દોષ ભલે મંત્રીનો કે રાજાનો હોય. પરંતુ ખરો દોષ તો તેઓએ પૂર્વભવમાં બાંધેલા કર્મનો હતો. પૂર્વભવમાં તેઓએ એક કોળાની છાલને વચ્ચેથી તોડ્યા વિના એક જ વારમાં ઉતારી હતી અને મૂછ પર તાવ દેતા તેઓએ પોતાના કરેલા દુષ્કૃત્યની પ્રશંસા કરી હતી. આથી તે ચીકણા કર્મબંધના પ્રતાપે બીજા ભવમાં તેમને ચામડી ઊતરાવવાનો કર્મસંયોગ ઉપસ્થિત થયો હતો. મતuિ () - અનુત્તાપ (ત્રિ.) (અકલ્પનીયના પ્રતિસેવન પછી પસ્તાવો કરનાર, થયેલી ભૂલ માટે ખેદ કરનાર) મહાવીરસ્વામીના શાસનમાં થયેલા વિદ્યાધર સત્યની જે આવતી ચોવીસીમાં તીર્થકર બનવાના છે તેઓ અત્યંત કામુક પુરુષ હતા. 310
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy