SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવાની છૂટ છે. તમારે જે ખાવું હોય તે ખાજો, કારણ કે જો ખાવાની ચરી પાળીને દર્દીઓ સાજા થઇ જશે તો પછી તેમનો ધંધો ચાલશે કેવી રીતે. પૂર્વેના આયુર્વેદ ગ્રંથના રચયિતા ચરકાદિ ઋષિઓએ રોગોના પ્રકાર, તેનું નિદાન અને રોગને અટકાવવા માટે પાળવાની ચરી પણ બતાવી છે. એટલું જ નહીં, તેઓએ જે સ્થાનોનો નિષેધ કર્યો છે તેનું સેવન સ્વયં પણ કર્યું નથી. अणभिक्कंतसंजोग - अनभिक्रान्तसंयोग (पं.) (પરિગ્રહી, અસંયમી) ઉત્તરાધ્યયનસૂત્રમાં સંયોગ બે પ્રકારના કહેલા છે. 1. બાહ્ય અને 2. અભ્યતર. ઘર, ધન, ધાન્ય, માતા-પિતા,પત્ની-પુત્રાદિ બધા બાહ્ય સંયોગ છે અને મનમાં રાગ-દ્વેષ, મોહ-મમતા વગેરે અત્યંતર સંયોગ છે. જેણે આ બન્ને પ્રકારના સંયોગોનો ત્યાગ કર્યો છે તે સંયમી છે અને જેઓ હજી બન્ને પ્રકારના બંધનમાં બંધાયેલા છે તે બધા અસંયમી જીવો છે. अणभिगम - अनभिगम (पु.) (વિસ્તારપૂર્વક બોધનો અભાવ, સારી રીતે ગ્રહણ ન કરેલું હોય તે). શાસ્ત્રોમાં કહેવું છે કે, સંયમ લેવાને ઇચ્છુક આત્માએ ગુરુ એવા કરવા કે જે ગીતાર્થ હોય. ઉત્સર્ગ-અપવાદમાર્ગના સમ્યજ્ઞાતા હોય, જેને આગમોનું ઐદંપર્થ સુધીનું જ્ઞાન હોય એવા જ શ્રમણ ગુરુ થવાને યોગ્ય છે. જે સ્વયં શાસ્ત્રોના અંતરંગ ભાવોને નથી જાણતા, જેનામાં વિસ્તૃત જ્ઞાનનો અભાવ છે તેવા અબોધ ગુરુ બીજા જીવને કેવી રીતે તારી શકશે? મifમાદિય - મનમmહિ (.) (કુમતની પકડ ન કરવી તે, મિથ્યાત્વનો એક ભેદ) મિથ્યાત્વના બે પ્રકાર આવે છે 1. આભિગ્રહિક અને 2. અનભિગ્રહિક. કોઇ એક કુદેવ-કુગુરુ અને કુધર્મની પકડ રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. પરંતુ સર્વદેવો વંદનીય છે, બધા જ ધર્મો સરખા છે કોઇની નિંદા ન કરવી વગેરે સર્વધર્મસમભાવની મતિવાળા જીવોને અનભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. ધર્મસંગ્રહમાં કહેલું છે કે, અનભિગ્રહિક મિથ્યાત્વ સપર્યવસિત અને અપર્યવસિત એમ બે પ્રકારે છે. તેમાં ભવ્ય જીવોને સપર્યવસિત અને ઈતર જીવોને અપર્યવસિત અનભિગ્રહિક હોય છે. #મનપિહિત (પુ.). (અભિગ્રહિક મિથ્યાત્વથી રહિત). બૃહત્કલ્પસૂત્રના ભાષ્યના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જે જીવ કુદેવ-કુગુરુ અને કુધર્મના કદાગ્રહથી રહિત છે અને સુદેવ-સુગુરુસુધર્મનું શરણું સ્વીકાર્યું છે તેણે નિક્ષે પોતાના સાગર જેવા સંસારને ખાબોચિયા જેટલો નાનો કરી નાખ્યો છે એમ સમજવું. अणभिग्गहियकुदिट्टि - अनभिगृहीतकुदृष्टि (पु.) (મિથ્યાત્વવાદી મતનો અંગીકાર ન કરેલું) જેને શાસ્ત્રોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન નથી, જેની બુદ્ધિ હેય અને ઉપાદેયના ભેદ માટે પરિપક્વ બની નથી તેવા બાળ જીવો માત્ર બાહ્ય ભપકા અને સુખસાધ્ય ધર્મમાં વધુ આકર્ષિત થાય છે. પરંતુ જેની મતિ શાસ્ત્રાધ્યયનથી પરિકર્મિત બની છે અને ધર્મના મર્મને જાણે છે તેવો આત્મા કુદર્શનોમાં પોતાના મનને સ્થાપતો નથી. ઊલટાનું તેવા કુદર્શનોથી દૂર રહીને પોતાના સમ્યગ્દર્શનની રક્ષા કરતો હોય છે. अणभिग्गहियसिज्जासणिय - अनभिगृहीतशय्यासनिक (पुं.) (શપ્યા કે આસનને વિષે અભિગ્રહથી રહિત). રામાયણ અને મહાભારતનો ઇતિહાસ ભારતવર્ષમાં અતિપ્રચલિત છે. આ બન્ને કથાઓ સંસારી જીવોને નીતિ અને સદાચારના માર્ગે દોરવા માટે અતિ ઉપયોગી છે. આ બન્નેનો ઇતિહાસ ઘણી બધી બાબતોમાં વિરુદ્ધતા દર્શાવે છે. રામાયણમાં જોશો તો ત્યાં બસ એક જ ત્યાગની વાત છે. રામે પિતાના વચન માટે રાજસિંહાસન ત્યજી દીધું, સામે પક્ષે ભરત ગાદી સ્વીકારવા તૈયાર નથી વગેરે. જ્યારે મહાભારતમાં એક રાજસિંહાસન મેળવવા માટે અઢાર દિવસનું યુદ્ધ ખેલાયું હતું. આસન કે સ્થાનનો મોહ હંમેશાં ક્લેશ કરાવનાર છે. આથી જ પરમાત્માએ શ્રમણોને કહ્યું કે, ક્યારેય પણ આ બન્નેના અભિગ્રહથી બંધાતા નહિ. 243
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy