SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ ! તારી પાસે જ્યારે સગવડ થાય ત્યારે પૈસા આપી જજે. અન્યથા ક્યાંક વૈરાનુબંધ પડી જાય તો ભવ-ભવાંતર સુધી તેનું પરિણામ ભોગવવાનો વારો આવે છે. अणबलभणिय - ऋणबलभणित (पुं.) (અમારું દ્રવ્ય આપ એમ લેણદાર વડે કહેવાયેલો કરજદાર). ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેવાયું છે કે, ધમરંભમાં, કન્યાદાનમાં, ઋણ ચૂકવવામાં, શત્રુના ઘાતમાં અને જલોદર જેવા રોગમાં ક્યારેય પણ કાળક્ષેપ કરવો જોઇએ નહિ. અર્થાત જેટલો જલદી બને તેટલા જલદી ઉપાય કરવો જોઇએ. ઋણ ચૂકવવાની વાતમાં કહેલું છે કે લેણદાર એવું કહે કે મારું ધન પાછું આપ ત્યાં સુધી રાહ ન જોતા તુરંત ધન આપી દેવું હિતાવહ છે. સત્રમ -- Tw (ત્રિ.) (વાદળ વિનાનું) વરસાદ વરસી ગયા બાદ વાદળોરહિત થયેલું સ્વચ્છ આકાશ દરેકના મનને હરી લે છે. તે દશ્ય નયનરમ્ય બને છે. ચિત્તમાં આહ્વાદ ઉત્પન્ન કરનાર હોય છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, જ્યારે આત્મા પરથી મિથ્યાત્વરૂપી વાદળો હટી જાય છે અને સમ્યગ્દર્શનથી આત્મા સ્વચ્છ બને છે ત્યાર બાદ જે જગતનું દર્શન થાય છે તે સમ્યગ્દષ્ટિ આત્માને આનંદ ઉપજાવનારું હોય છે. અર્થાતુ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન સમ્યગ્દષ્ટિ આત્માને આધ્યાત્મિક જગતમાં આગળ લઈ જનારું બને છે. સમય - અનપ્રશ્ન (ત્રિ.) (અબરખરહિત) અમુવાર - મનડુપત (ત્રિ.) (શ્રુત સંપદાને ન પામેલું, આત્માને ન જાણનાર) આચારાંગસૂત્રમાં કહેવું છે કે, “જેના સબંગાપટ્ટ' અર્થાત જેણે પોતાના આત્માને જાણ્યો છે તેણે જ આખું જગત જાણ્યું છે અને જેણે પોતાના આત્માને નથી જાણ્યો તે કશું જ જાણતો નથી. TબંનY - ઋમિર્શ (.) (લીધેલા દ્રવ્યને નહીં આપનાર કરજદાર). લાંચ રૂશ્વત દ્વારા કે બીજા પાસેથી ઉછીના લઇને પાછા નહીં આપવા દ્વારા લોકો પૈસા ખાઈ જતા હોય છે એ જેટલું સત્ય છે. તેમ ખોટા માર્ગેથી ખાધેલો પૈસો ક્યારેય પચતો નથી એ પણ તેટલું જ સત્ય છે. સમજી રાખજો! મfપા - અમથોડા (6) (ચઢાઈ કરવા યોગ્ય નહીં તે, આગ્રહરહિત) જિનશાસનમાં આગ્રહને સ્થાન આપવામાં આવેલું છે. કોઇપણ બાબત માટેનો આગ્રહ હોય ત્યાં સુધી બરોબર છે. પરંતુ તે આગ્રહ હઠાગ્રહમાં ફેરવાઈ જાય તો પરમાત્માનું શાસન તેને ક્યારેય સ્વીકારતું નથી. પછી તે સંસારની બાબતોનો હઠાગ્રહ હોય કે પછી ધર્મ સંબંધી હોય. કેમ કે હઠાગ્રહ ક્યારેય પણ મોક્ષ અપાવતો નથી આથી દરેકે હઠાગ્રહરહિત બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. અifમક્ષિત - મનમાન્ત () (સજીવ 2. ઉલ્લંઘી ગયેલું નહિ) ઓધ નિર્યુક્તિ વગેરે શાસ્ત્રોમાં એક સ્થાને બંધાયા વિના ગ્રામાનુગ્રામ વિહાર કરનારા શ્રમણો માટે કેવા સ્થાનોમાં વસવાટ કરવો અને કેવા સ્થાનોમાં ન કરવો તે સંબંધી આચાર બતાવવામાં આવેલા છે. તેમાં કહેવું છે કે જે સ્થાનોમાં લોકોની અવર-જવર નથી અને જે જગ્યા અભિક્રાન્ત અર્થાતુ, અન્યો દ્વારા ભોગવાઇ નથી તેવી વસતિમાં સાધુએ ઉતરવું જોઇએ નહિ. કારણ કે તેવા સ્થાનોમાં જીવોત્પત્તિ હોવાની સંભવાના છે. अणभिक्वंतकिरिया - अनभिक्रान्तक्रिया (स्त्री.) (ચરકાદિ ઋષિઓએ જેનું સેવન નથી કર્યું તે સ્થાન) આજના આધુનિક જમાનાના ડૉક્ટરને દરદીઓ જ્યારે આહાર સંબંધી પૂછે છે ત્યારે બધાનો એક જ સૂર નીકળે છે કે બધું જ 242
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy