SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અહોભાવથી નમી જાય છે. શિરસાવંદન આપને. જૈન સમાજને એમ કહીને મહેણું મારવામાં આવે છે કે એને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ છે. એને માત્ર પાસબૂક વાંચતા અને ચેકબૂક લખતાં જ આવડે છે. આવાં મહેણાં સામેનો સમર્થ પ્રત્યુત્તર એટલે ‘રાજેન્દ્ર અભિધાન કોષ”. હા, એ સાચું કે જો વિદેશમાં આવા મહાન કોષગ્રંથની રચના થઈ હોત તો એ જગતભરમાં જાણીતો બન્યો હતો. આનું કારણ એ છે કે આના રચનાકાળ પ. પૂ. આ. ભ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી દ્વારા તીર્થોદ્ધાર, શાસનપ્રભાવના, ક્રિયોદ્વાર, નવ કલમોનું, દુર્લભ ગ્રંથોનું પુનઃલેખન, વીતરાગા દેવની ઉપાસના, ધ્યાનસાધના અને ધાર્મિક અને સામાજિક શુદ્ધિકરણની સાથોસાથ આવા મહાન ગ્રંથની રચના થઈ છે. એમના માતુશ્રી કેસરદેવીને સ્વપ્રમાં રત્નનું દર્શન થવાથી એમનું સંસારી નામરત્નરાજ આપ્યું હતું. એ અનુપમરત્વરાજનો આ અદ્વિતીય ગ્રંથરાજ છે. જ્ઞાનની આ ભવ્ય અને યશોજ્જવલ પરંપરા પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નવું ચેતન અને નવો પ્રકાશ પામી અને એ સંદર્ભમાં પરમપૂજ્ય મુનિશ્રી વૈભવરત્નવિજયજી મહારાજ સાહેબે ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ’ના પ્રથમભાગનું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચન કરીને એક મહાકાર્ય સંપન્ન કર્યું છે. વળી આ વિવેચનની સાથોસાથ એમણે ધાર્મિક પારિભાષિક શબ્દકોષ આપ્યો છે, જેથી આમાં અભ્યાસ કરનારની ગતિ સરળ બને અને જૈનદર્શનની ગહનતાનો યથાર્થરૂપે પરિચય થાય. આપણે આશા રાખીએ કે આના અન્ય ભાગો પણ ગુજરાતી વાચકોને સુલભ થાય અને એથી શબ્દોના શિખર દ્વારા જ્ઞાનના ઉત્સુક સહુકોઈને જિનઆગમના આ મહાન જ્ઞાનતીર્થના દર્શન થતાં રહે. - પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ઈન્ટરનેટ ઉપર www.rajendrasuri.net WWW.veergurudev.com નોટ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની સી.ડી પુસ્તક પ્રાપ્તિસ્થાન ઉપરથી ઉપલબ્ધ થશે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy