________________ (મહાન જ્ઞાનતીર્થનું ગુજરાતી ભાષામાં અવતરણો પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ તા. 5-11-2011 ૧૯મી સદીમાં જૈનધર્મએ વિશ્વસંસ્કૃતિને આપેલું મહાન જ્ઞાનતીર્થ એટલે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી | મહારાજ સાહેબના ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ’ના સાત ખંડ. વિશ્વમાં કોશનું સર્જન એ જ્ઞાનની પરાકાષ્ઠા અને વિદ્યાના શિખર સમું ગણાય છે. કોઈ પણ વિદ્યા, પછી તે જૈન ધર્મ હોય કે જમીન વિજ્ઞાન હોય, પરંતુ એના કોશની રચના એક કોઈ વિરાટ પ્રજ્ઞા-પ્રતિભા દ્વારા જ થઈ શકે. | જૈન સમાજમાં કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે ઉત્કૃષ્ટ, કોશોનું સર્જન કર્યું. એ પરંપરાનું એક ગૌરવભર્યું સીમાચિહ્ન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'. આ કોશનું સર્જન સ્વયં શ્રુતસાધના, પ્રખર સાધુતા અને સરસ્વતી સાધનાનો એક સુવર્ણ ઈતિહાસ છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય માનવીઓ પચાસ વર્ષે એ થાકે છે, વનમાં આવે, એટલે એનું મન લથડવા માંડે છે. સાઠ વર્ષે એ સઘળું સમેટીને નિવૃત્તિ લે છે અને એ પછીનું શેષ આયુષ્ય મેળવેલી મૂડી પર પૂર્ણ કરે છે, પરંતુ ઉંમરને પંચાગ સાથે સંબંધ નથી અને વિદ્યાને વય સાથે કોઈ નાતો નથી. આથી જ ૬૩માં વર્ષે પૂ. આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જિન આગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તેમજ તેના આગમાદિ સાહિત્યમાં મળતાં પાઠોના ઉલ્લેખ સાથે આ મહાગ્રંથોની રચનાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. 10,566 પૃષ્ઠમાં અને સાત ભાગમાં વિસ્તરેલો આ વિરાટ જ્ઞાનસાગર એમની પ્રચંડ શ્રુતભક્તિનો ખ્યાલ આપે છે. સાડા ચૌદ વર્ષની આ જ્ઞાનસાધનાએ એક એવા વિરલ અને અજોડ જ્ઞાનતીર્થની રચના કરી કે આજના કયૂટર અને અન્ય ટેકનોલોજીથી સમૃદ્ધ એવા સમયમાં પણ આની સાથે તુલના કરી શકાય એવો કોઈ મહાગ્રંથ રચાયો નથી. સાડા ચાર લાખ શ્લોકપ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થવિસ્તાર જોતાં લાગે કે અહીં જાણે શ્રુતનો સાગર ઉછળે છે અને સાધુ, પંડિત, શાસ્ત્રજ્ઞ કે અધ્યાત્મરસિક સહુને જ્ઞાનાંજન આંજે છે. આ કોશની રચના સમયે આચાર્યશ્રીનો વિહાર ચાલતો હતો. ધાર્મિક વ્યાખ્યાનોની ધારા વહેતી હતી અને સાથોસાથ લેખન પણ ચાલતું હતું. વ્રત, જપ, સાધના, તીર્થોદ્વાર તો ખરા જ. સાથે જૈન આગમ અને બીજા ગ્રંથોમાંથી ઉધ્ધરણ પણ લેવાતું હતું. પ્રાકૃત ભાષા એ જૈન ધર્મની ગંગોત્રી છે અને એમણે જૈન અને જૈનેતર ગ્રંથોનું દોહન કરીને આની રચના કરી છે. 10 હજાર શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ અને વ્યાકરણની દૃષ્ટિઅએ લિંગ, વચનની ઓળખાણ, આગમ, ગ્રંથ વગેરેનો સંદર્ભ, પરિચય અને સંક્ષિપ્ત વર્ણન મળે છે. એ અર્થમાં આ શબ્દકોશ નહીં, પણ શાસ્ત્રગ્રંથનો અર્થકોશ છે અને બાવીસમા વર્ષે સાહિત્યસર્જનનો પ્રારંભ કરીને એંસી વર્ષ સુધી 61 ગ્રંથોનું સર્જન કરનાર આચાર્ય શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની શ્રુતસાધના જોઈને મસ્તક