________________ રીતે અમને પણ વિશ્વાસ છે કે અમારી કરેલી ભક્તિ એક દિવસ તમને અમારી તરફ આકર્ષી લેશે અને તમારે અમારી તરફ મહેર નજર કરવી જ પડશે. લછિમાર (રેશ) (નહીં છેદેલું, અચ્છિન્ન). તરત જન્મેલા બાળકને જીવતો રાખવો હોય તો માતા સાથે જોડાયેલી નાળને છેદવી પડે છે. જો તેને છેદવામાં ન આવે તો બાળક મૃત્યુ પામે છે. તેનું આયુષ્ય ખોઈ નાખે છે. તેવી રીતે સમ્યક્તઅને મોક્ષના સુખને માણવા માટે મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરવો જરૂરી છે. જયાં સુધી રાગ-દ્વેષની ગ્રંથિ છેદાઈ નથી ત્યાં સુધી જીવાત્મા સમ્યક્તના પરમાનંદથી વંચિત રહે છે. સપ્ટેય - શ્રેષ્ઠ (પુ.) (લેણદાર પાસેથી લીધેલા દ્રવ્યને પાછું આપવું તે) દીકરો કોલેજ જવા માટે ઈન્સર્ટ કરીને માથું ઓળાવીને તૈયાર થઇ રહ્યો હતો. પાછળથી પિતાએ આવીને પુત્રનું ઇન્સર્ટ કાઢી નાખતાં કહ્યું બેટા ! આપણે દેવાદાર છીએ. જ્યાં સુધી બીજાના લીધેલા પૈસાને દૂધે ધોઈને પાછા ન આપીએ ત્યાં સુધી આપણાથી આવી રીતે ન ફરાય. આપણા કુળની લાજ જાય. આજના સમયમાં પણ આવા કુલીનો વસે છે. જ્યારે બીજી તરફ, બીજાના પૈસા લઇને દબાવી રાખી નફફટ થઇને ખુલ્લેઆમ જલસા કરનારા લોકો પણ છે. એવા લોકો યાદ રાખજો ! તમે બીજાને ઉલ્લુ બનાવી દેશો પરંતુ, કર્મસત્તાને ક્યારેય ઉલ્લુ નહીં બનાવી શકો. તેનો હિસાબ ચોખો છે. મm - મનાઈ (પુ.) (અનાર્ય, મ્લેચ્છ, પાપી, કુર) જ્યારે ભારતવર્ષ પર અનાર્ય એવી મોગલ સલ્તનતનું રાજ હતું ત્યારે તેઓ લોકોને ધાક-ધમકીથી મુસલમાન બનાવતા હતા. એ સમયમાં પણ સત્વશાળી જૈન પોતાના ધર્મને કોઈપણ ભોગે છોડવા તૈયાર નહોતો થતો. આથી જ તો કહેવત પડી હતી કે, “સોનુ સડે નહીં અને વાણિયો વટલે નહિ' આજે નથી મુસલમાનોનું રાજ કે નથી અંગ્રેજોનું રાજ છતાં પણ જૈનની નવી પેઢી પોતાના સંસ્કારોથી વટલાઈ રહી છે. પોતાના કુળની મર્યાદા અને વારસામાં મળેલા સંસ્કારોની હોળી કરવા બેઠી છે. હાય રે! જ્યાં આભ ફાર્યું છે તો હવે થીગડું ક્યાં દેવું. ખુદ મા-બાપોમાં જ સંસ્કાર નથી તો નવી પેઢી પાસેથી શું અપેક્ષા રાખી શકાય! ચાવ્ય (ત્રિ.) (અન્યાયયુક્ત) ધર્મબિંદુ ગ્રંથમાં હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જૈનશ્રાવકે જીવનનિર્વાહ કરવા માટે કેવા પ્રકારનો ધંધો કરવો જોઇએ અને કેવા પ્રકારનો ન કરવો જોઇએ તેનું વિશદ્ વર્ણન કરેલું છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે, વ્યાપાર હંમેશાં ન્યાય અને નીતિથી કરવો જોઇએ. ધંધામાં સફળતા ઇચ્છનાર શ્રાવકે અન્યાય અને અનીતિનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે સ્વયં બીજા જોડે અન્યાય કરે છે તેને તેના કર્મોનું ફળ મળે જ છૂટકો થાય છે. માટે અન્યાયુક્ત વ્યાપારનો ત્યાગ કરીને નીતિમત્તાથી વ્યાપાર કરવો એ જ શ્રેયસ્કર છે. સMMાથM - અનાર્યધf (.) (અનાર્ય સ્વભાવવાળો, કૂરકમ) સંસ્કારોથી ભર્યા ભર્યા આર્ય દેશમાં જન્મ લેવા છતાંય પોતાના સ્વાર્થ અને મોજ-શોખ માટે અનાર્ય જેવું વર્તન કરનારા કૂરસ્વભાવી અનાર્યો પણ આ દેશમાં છે. વસ્તુતઃ એ ભારે કર્મી જીવોનો જન્મ તો અનાયદેશમાં જ થવો જોઈતો હતો પરંતુ, આડા હાથે કોઈ પુણ્ય થઈ ગયું હશે જેના પ્રભાવે તેમને આવેદશના દર્શન થયા. આર્યદેશમાં જન્મ લેનારા આપણે પણ વિચારવા જેવું છે કે આપણા વર્તન અને વિચારો આર્ય જેવા છે કે અનાર્ય જેવા? अणज्जभाव - अनार्यभाव (पु.) (ક્રોધાદિ દુર્ગુણવાળો મનુષ્ય) શાસ્ત્રોમાં ક્રોધને સર્પની ઉપમા આપવામાં આવેલી છે. જેમાં સર્પ પર વિશ્વાસ મૂકી ન શકાય તેમ ક્રોધી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરી 331