SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ अणच्चंतिय - अनात्यन्तिक (पुं.) (મદદ માંગનારને વચ્ચે મૂકી ભાગી ન જવું પરન્તુ, છેવટ સુધી મદદ કરવી તે) સંસાર એટલે માત્ર સ્વાર્થથી ભરેલો અને ધર્મ એટલે જેમાં માત્ર પરોપકારનો જ ભાવ હોય તે. નમુત્યુર્ણ સૂત્રમાં પરમાત્માને ધર્મસારથિ કહેલા છે. કારણ કે જિનેશ્વરદેવ તેમની શરણે આવેલાને ક્યારેય પણ નિરાશ નથી કરતા એટલું જ નહીં, પરંતુ તે જીવની યાવતુ સિદ્ધિ સુધી મદદ કરનારા હોય છે. અધવચ્ચે મૂકીને ભાગી જનારા કાયર નથી હોતા. લલિતવિસ્તરા ગ્રંથમાં પણ હરિભદ્રસૂરિ મહારાજે પરમાત્માનું એક ઉપનામ આપેલું છે, 'સાક્ષાત્તાપાર્થવ્યસનિનામ્' અર્થાતુ, નિગોદથી લઇને મોક્ષ સુધીની સફરમાં માત્ર અન્ય જીવો પ્રત્યે પરોપકાર કરવાનું જ વ્યસન તીર્થકરના જીવને હોય છે. અત્રેશ્વર -- સનત્યક્ષર (જ.) (એકપણ અક્ષરથી વધારે ન હોય તે) આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન એમ ત્રણ ભાષ્યની રચના કરેલી છે. તેમાં દેવવંદન ભાષ્યમાં તેઓએ પ્રતિક્રમણ કે દેવવંદનાદિમાં બોલવામાં આવતા સૂત્રો સંબંધી ચર્ચા કરી છે. દેવવંદનભાષ્યમાં કહેલું છે કે બોલાતા સૂત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઇએ, બોલાતા દરેક પદ, જોડાક્ષર, માત્રાદિમાં કોઇપણ જાતની ક્ષતિ ન હોવી જોઇએ. અર્થાત બોલાતા પદમાં એક પણ અક્ષર હીન કે એકપણ અક્ષર વધારે ન હોવો જોઇએ. જે રીતે સૂત્રમાં અક્ષરો કહેલા છે તેટલી માત્રામાં જ હોવા જોઈએ. અન્યથા વિપરીત સૂત્રોચ્ચારથી દોષ લાગે છે મUવ્યવય - સનત () (પોતાને કે વસ્ત્રને હલાવવા નહીં તે, અપ્રમાદ પડિલેહણાનો એક ભેદ) જૈનો પાસે જેવી જીવદયા છે તેવી વિશ્વના કોઈ ધર્મ પાસે નથી. જીવદયાના ઉત્કૃષ્ટ હિમાયતી તીર્થકર ભગવંતોએ માત્ર મોટા મોટા જીવોની જ નહીં પરંતુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ દયા કેવી રીતે પાળવી તેની પદ્ધતિ બતાવી છે. વાયુકાયના જીવોની વિરાધના ન થાય માટે મુખ આગળ વસ્ત્ર રાખવું. કપડાં હવામાં ઉડે તો પવનના જીવોને ત્રાસ થાય માટે કપડાં પણ જયણા પૂર્વક હલાવવા. અગ્નિથી જીવોની વિરાધના થતી હોવાથી તથા વનસ્પતિને સ્પર્શ કરવાથી તેને કિલામણા થાય માટે તેનો પણ સ્પર્શત્રુધ્ધાં કરવાની ના પાડી છે. બોલો, આવી જીવદયા બીજે ક્યાંય તમને મળશે ખરી? अणच्चासायणासील - अनत्याशातनाशील (पुं.) (ગુરુ આદિની નિંદાદિ અત્યંત આશાતના ન કરનાર) ઉત્તરાધ્યયનસૂત્રમાં આશાતનાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “ચારિત્રા શતતિ વિનાશથતિ ત્યાતના' અર્થાતુ, સમ્યક્વાદિ ગુણોનો જે નાશ કરે તે આશાતના. એવો સ્વભાવ જેનો છે તે આશાતનાશીલ. પરંતુ જે ખાનદાન અને કુલીન છે તે ગરુ ભગવંત. શાસન આદિની નિંદા. કથલી, હીલના વગેરે સમ્યક્વાદિનો નાશ કરનારા દોષોથી દૂર રહે છે. કારણ કે જે ભવસાગરને તારનાર છે તેવા ગુરુદેવ અને જિનશાસનની કરેલી આશાતના અનંતા ભવોને વધારનારી થાય છે. આ વાત તેઓ સારી રીતે જાણે છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, ગુરુદ્રોહી ગોશાળો. अणच्चासायणाविणय - अनत्याशातनाविनय (पुं.) (ગુરુ આદિનો વિનય કરવો તે, દર્શનવિનયનો ભેદ વિશેષ) ગુરુવંદનભાગની પ્રથમ ગાથામાં લખેલું છે કે, ‘વિકિપૂ ઘણો' અર્થાતુ, ધર્મ તે વિનયમૂલક છે. જે પૂજ્ય છે એવા દેવ-ગુરુ, માતા-પિતા. ગુરુજન અને પોતાનાથી વડીલ કહેવાતા લોકોનો વિનય કરવો એ વ્યક્તિના વિકાસનું પ્રથમ પગથિયું છે. જેઓ સ્વયં પૂજ્યોનો વિનય નથી કરી શકતા તેવા લોકોએ પોતાનાથી નાનાઓ પાસે વિનયની અપેક્ષા રાખવી નિરર્થક છે. Us - 5 (થા). (આકર્ષવું, ખેંચાણ થવું 2. વિલેખન કરવું, રેખા કરવી) ભગવાન વાસુપૂજયસ્વામીના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે, હે પરમાત્મા! તમે ભલે અમારી સામું ન જુઓ છતાં પણ અમે તમારી ભક્તિ ક્યારેય છોડવાના નથી, કેમ કે જેમ લોખંડને લોહચુંબક પોતાના તરફ આકર્ષી લે છે તેવી જ 130
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy