________________ મા -- ગ ર્વન (.) (બળદગાડું બનાવવું, વેચવું આદિ પ્રવૃત્તિ) ચોપગા પ્રાણીઓ જેને વહન કરે તેવા વાહનો અથવા તેના અંગો પૈડાં વગેરેનો વ્યાપાર કરવો તેને શકટકર્મ કહે છે. જે પરમાત્માએ કહેલા ત્યાજ્ય પંદર કર્માદાનમાંનું એક કર્મ છે. ગાડાં વગેરે સ્વયં બનાવવા, અન્ય પાસે બનાવડાવવા કે બનાવનારને પ્રેરણા આપવી તે પણ કમદાન અંતર્ગત આવે છે. શકટકર્મ નિમિત્તે અબોલ પશુઓને તાડન, મારણ છેદન-ભેદન વગેરે થતું હોવાથી શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલા માટે ત્યાજય છે. ખેદની વાત છે કે, જે પરમાત્માએ નાનામાં નાના જીવની હિંસા માટે નિષેધ કર્યો છે એ જ જૈનકુળમાં જન્મેલા કેટલાક નપાવટો જૈનકુળને લાંછન લાગે તેવો ધંધો ચલાવી રહ્યા છે.. અપાર - પન્નર (પુ.). (પાપ કરનાર 2. સ્થૂલ પ્રાણાતિપાતનો ચોવીસમો ભેદ). જિનશાસનમાં બે નય પ્રસિદ્ધ છે 1, વ્યવહારનય અને 2. નિશ્ચયનય. વ્યવહારનય તે માતા સમાન છે. અપરાધ કરનાર પર તે થોડીક રહેમ નજર રાખે છે અને તેને થોડીક માફી પણ આપે છે. જયારે નિશ્ચયનય પિતા સમાન છે. તે હંમેશાં બધાને એક જ નજરે જુએ છે. અને દરેકને સમાનપણે ન્યાય આપે છે. એક પાપ કરનાર હોય, બીજો પાપ કરાવનાર હોય અને ત્રીજો તેનું અનુમોદન કરનાર હોય તો વ્યવહારનયના મતે ત્રણેયને અલગ-અલગ સજા હોય જ્યારે નિશ્ચયનય ત્રણેયને પાપના સરખા જ ભાગી ગણે છે અને જેટલી સજા પાપ કરનારને હોય તેટલી જ સજા અનુમોદન કરનારને પણ હોય તેમ માને છે, મca() - ઝનક્ષ (પુ.) (પ્લેચ્છ વિશેષ) / અનાર્યભૂમિમાં વસનારા અને અનાર્યો જેવું વર્તન કરનારા તમામને મ્યુચ્છ માનવામાં આવેલા છે. પછી ભલે તે જૈનકુળમાં જ ઉત્પન્ન કેમ ના થયેલો હોય. અથવા જો તે કસાઈના ત્યાં પણ જભ્યો હોય પરંતુ, તેનું વર્તન એક જૈનને શોભે તેવું હોય તો તે સ્વેચ્છ નથી પરંતુ, શ્રાવક જ છે. જેમ અભયકુમારનો મિત્ર અને કાલસૌરિકનો પુત્ર. એ જીવ ભલે કસાઇને ત્યાં જભ્યો પરંતુ તે અહિંસાનો પરમ પાલક હતો. હવે આપણે વિચારવું જોઇએ કે, શું મારું વર્તન મ્લેચ્છ જેવું છે કે જૈન જેવું? अणकभिण्ण-अनासाभिन्न (त्रि.) (જેનું નાક વીંધેલું ન હોય તેવા બળદાદિ, નાઘેલું ન હોય તેવું પશુ) શાસ્ત્રમાં કહેલું છે કે, જે આત્માએ પરમાત્માની આજ્ઞાને સ્વીકારી નથી તે નાચ્યા વિનાના પશુની જેમ ઉન્મત્ત થઈને યત્ર-તત્ર ફરતો પ્રચુર જીવહિંસા કરે છે અને અનંતકાળ સુધી દુર્ગતિમાં રખડાવનારા ઘોર કમની ઉપાર્જના કરે છે. अणक्खरसुय - अनक्षरश्रुत (न.) (અનક્ષર નામનો શ્રુતજ્ઞાનનો એક ભેદ, અનક્ષરદ્યુત) શ્રુતજ્ઞાનના કુલ ચૌદ ભેદ છે તેમાંનો એક ભેદ આવે છે અનક્ષરશ્રત. અક્ષર એટલે સ્પષ્ટ શબ્દના ઉચ્ચારણને સાંભળવાથી થતું જ્ઞાન. પરંતુ જેમાં માત્ર શરીરના હાવ-ભાવ અને ચેષ્ટા રહેલી હોય તે ચેષ્ટાઓથી થનારા જ્ઞાનને અનરશ્રત કહેવાય છે. કેમ કે તેમાં કોઈ જ પ્રકારના શબ્દો હોતા નથી માત્ર શરીરના ઇંગિતાકારીથી વક્તા શું કહેવા માગે છે તેનું જ્ઞાન થાય છે. માટે તે અક્ષર વિનાનું અનક્ષર શ્રત છે એમ પ્રથમ કર્મગ્રંથમાં જણાવાયું છે. પાદિય - મર્દિત (ત્રિ.) (સામાયિક વ્રત) ગહિત એટલે નિદિત, તિરસ્કૃત, ત્યાજ્ય. જે વસ્તુ કે વર્તન લોકમાં નિંદા પાત્ર કે પાપાચાર તરીકે પ્રસિદ્ધ હોય તે દરેક ગહિત છે. અને જે શિષ્ટપુરુષોમાં માન્ય અને તેઓ દ્વારા આચરિત હોય તે અગહિત છે. જેમ કે સામાયિકાદિ વ્રતો. જે આ લોકમાં સુખશાંતિને અર્પનાર છે અને પરલોકમાં સદ્ગતિ અને પરંપરાએ મોક્ષને આપનાર હોવાથી ઉપાદેય છે. પIR - મનર (કું.) (ગ્રહ આદિનો ત્યાગ કરનાર મહાત્મા, અણગાર, સાધુ, મુનિ, ભિક્ષુક, વરરહિત) 126