________________ अणंताणुबंधि (ण) - अनन्तानुबन्धिन् (पुं.) (અનંતકાળ સુધી આત્માને સંસાર સાથે અનુબંધ-સંસર્ગ કરાવનાર કષાયોની ચાર ચોકડી પૈકીની પ્રથમ ચોકડી, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ). જે કષાયો જીવને તીવ્ર કર્મોનો બંધ કરાવીને અનંતા ભવોનું ભ્રમણ કરાવે તે કષાયો અનંતાનુબંધિ કષાયો કહેવાય છે. અનંતાનુબંધિના ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો જીવને અનંતભવો સુધી ભટકાવનારા કર્મોનો બંધ કરાવનાર હોવાથી અનંતાનુબંધી કહેલા છે. अणंताणबंधिविसंजोयणा - अनन्तानबन्धिविसंयोजना (स्त्री.) (અનંતાનુબંધી કષાયોની વિસંયોજના-વિચ્છેદન) ક્ષપકશ્રેણિ માંડનારો જીવ સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયોની વિસંયોજના કરે છે. તેમાં અનિવૃત્તિકરણ કરેલો આત્મા અનંતાનુબંધીની સ્થિતિને ઉદ્ધવનાસંક્રમણ વડે આવલિકા માત્ર સ્થિતિને છોડીને બાકીની બચેલી બધીયે અનંતાનુબંધી સ્થિતિનો નાશ કરે છે અને શેષ બચેલી આવલિકા માત્ર સ્થિતિને તિબુકસંક્રમ વડે ભોગવાતી પ્રકૃતિમાં સંક્રમાવે છે. આ પ્રક્રિયાને અનંતાનુબંધી કષાયોની વિસંયોજના કહેવામાં આવે છે. મતિય - અતિક્ર (સ.) (દૂર, નજીક ન હોય તે) પરમાત્મા સીમંધરસ્વામીના એક સ્તવનમાં લખ્યું છે કે, “મુજ તુજ વચ્ચે અંતર ઘણું રે, હું કિમ આવું તુમ પાસ' હે સીમંધરસ્વામી પ્રભુ મને આપની પાસે આવવાની હોંશ તો ઘણી છે, પરંતુ આપ તો મારાથી યોજનોના યોજનો દૂર મહાવિદેહક્ષેત્રમાં વસો છો અને હું અહીં ભરતક્ષેત્રમાં રહેલો છું. છતાં પણ એક આશ્વાસન છે કે આપ સ્વદેહે ભલે અહીં ન હોય, પરંતુ આપના પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તો નિરંતર મારા હૃદયમાં રહેલી જ છે. મદનાપા - કનક (વિ.), (સુખ નહીં ભોગવતો) એક સુભાષિતમાં ધન માટે કહેવામાં આવેલું છે કે, ધનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અને નાશ. જે જીવો ધનને પરોપકારમાં નથી વાપરતા અથવા મમ્મણશેઠની જેમ પોતાના ઉપભોગમાં નથી લેતા તેવા જીવો આખા જીવન દરમ્યાન સ્વયં તો સુખ નથી ભોગવતા, અરે બીજાને ભોગવવા પણ નથી દેતા. અને અંતમાં એ ધન ત્રીજીગતિ અર્થાતુ, સર્વ સંપત્તિ વિનાશ પામે છે. અવિવ - અનતિ (ત્રિ.) (અધોલોકવાસી આઠમી દિકુમારી દેવી) અviણ - ૩અનન્ય (પુ.) (અંધપુર નગરનો રાજા) અવિન - અનાન (ત્રિ.) (સ્વ સ્વાદથી અચલિત ખાદ્યપદાર્થ, ખટાશરહિત અચિત્ત પયાદિ). જૈન આહારવિજ્ઞાન માટે પરમાત્માએ ફરમાવેલું છે કે, જે આહારનો રસ પોતાના સ્વાદથી ચલિત ન થયો હોય તેવો આહાર જ ભક્ષ્ય છે. અને જે આહારે પોતાના રસને, ગંધને ખોઈ દીધો હોય, જેના સ્વાદમાં ખટાશ આવી ગઈ હોય તેવા સચિત્ત અને હિંસાપ્રચુર ચલિતરસવાળો આહાર અભક્ષ્ય બને છે એમ નિશીથસૂત્રની ચૂર્ણિ અને આચારાંગસૂત્રમાં વર્ણવેલું છે. મuસુવાડું () - મનશુપાતિ (ઈ.) (માર્ગનો પરિશ્રમ-થાક લાગ્યો હોય તો પણ અશ્રુપાત ન કરનાર ઘોડો વગેરે). જેમ મનુષ્યોમાં ઉત્તમ, મધ્યમ અને અધમ લક્ષણ હોય છે તેમ તિર્યંચયોનિમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ જાતિના પશુઓ હોય છે. આવા જ ઉત્તમ જાતિના પશુઓમાંનું એક પ્રાણી છે અશ્વ, ઘોડાઓમાં પણ કેટલાક ઉત્તમ જાતિના હોય છે કે જેઓને માઈલોના માઇલો સુધી ચલાવીએ અને માર્ગમાં ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ તેઓની આંખમાંથી આંસુનું એક બુંદ પણ નીકળતું નથી. 22s