SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ अणइवाएमाण -- अनतिपातयत् (त्रि.) (નહીં મારતો, દુઃખ નહીં આપતો, પ્રાણાતિપાત નહીં કરતો) પરમાત્માના વચનો જેને સ્પશ્ય છે. સર્વજ્ઞના શાસનને વિશે જેનું હૃદયકમળ ચોળ મજીઠની જેમ રંગાયેલું છે અને સમ્યગુજ્ઞાનની પરિણતિ જ્વલંત છે તેવા સાધુભગવંતો ક્યારેય કોઈપણ જીવને મારતા નથી, દુખી કરતા નથી તેમજ પ્રાણાતિપાત કરતા નથી એમ આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. જે પ્રાણાતિપાત કરે છે તે સંસારમાં જન્મ-મરણની પરંપરા પામે છે અને બોધિદુર્લભ બને છે. अणइविलंबियत्त - अनतिविलम्बितत्व (न.) (સત્યવચનના 35 અતિશયો પૈકીનો ૨૮મો અતિશય) પરમાત્મા જિનેશ્વર પ્રભુની વાણીનો અનવરતપણે વર્તતો ૨૮મો અતિશય કોને વિસ્મિત નથી કરતો? તેઓ જયારે સમવસરણમાં બેસી ચતર્વિધ સંઘ સમક્ષ દેશના આપે ત્યારે તેમનો શીતળ ઉપદેશ અખંડિત ધારાએ વહેતો રહી સમસ્ત જીવોના ત્રિવિધ તાપને ઉપશમાવે છે. अणइसंधाण - अनतिसन्धान (न.) (અવંચન, ન ઠગવું તે, ન છેતરવું તે) જે ભવ્યજીવો જિનશાસનને પામ્યા છે. જેમણે તત્ત્વામૃતનું પાન કરેલું હોય એવા જિનેશ્વરના અનુયાયીજનોના જીવનમાં ક્યાંય પણ વંચના ન હોય. કોઈને પણ છેતરવાની કે ઠગવાની વૃત્તિ ન હોય. વંચના તે જ કરી શકે જે સમ્યજ્ઞાનને પામ્યો નથી. મr (1) (ઋણ, દેવું) /' શ્ન જવા કૃ તિ આ ઉક્તિ વૈદ્યકશાસ્ત્રની છે. જ્યારે નીતિશાસ્ત્ર કહે છે કે, જો તમારે સુખ-ચેનથી જીવવું હોય તો દેવાદાર ન બનશો. કારણ કે ઋણી વ્યક્તિને પ્રાય: કરીને આર્તધ્યાન થઈ જ જાય છે. જે સ્વાચ્ય, વ્યવહાર અને સ્વહિતને હણી નાખે છે. મur -- ગનઉં (.) (આકાશ 2. ચિત્ત 3. મૈથુનની અપેક્ષાએ યોનિ અને લિંગથી ભિન્ન સ્તનાદિ અંગો 4. બાર અંગથી ભિન્ન 5. એક રાજપુત્ર 6. મૈથુનના તીવ્રઅધ્યવસાય રૂપ કામ 7. જેને અંગ-આકાર ન હોય તે, કામદેવ 8. પુરુષને પુરુષ-સ્ત્રી કે નપુંસકને સેવવાની ઇચ્છા થાય અથવા હસ્તકની ઇચ્છા થાય છે, એ પ્રમાણે સ્ત્રી અને નપુંસક માટે પણ સમજવું.) જેનો આકાર ન હોય તેને અનંગ કહેવાય છે. કામદેવને પણ અંગ નથી કારણ કે, તે મનથી ઉત્પન્ન થાય છે માટે તેને પણ અનંગ કહેવામાં આવે છે. તાત્વિક રીતે મોહના ઉદયથી જીવોને તીવ્ર મૈથુનેચ્છા થતી હોય છે. કહેવત છે કે જ્યાં કામ હોય ત્યાં રામ ન હોય અને જ્યાં રામ હોય ત્યાં કામ ન હોય” અર્થાત, મોક્ષસિદ્ધિ કામના અભાવથી જ શક્ય બને છે. મviroz ( ડા) - અનીડા (સ્ત્રી.) (કુચમર્દનાદિ કુચેષ્ટા કરવી તે 2. હસ્તકર્મ 3. શ્રાવકના ચોથાવતનો ત્રીજો અતિચાર 4. કામપ્રધાન ક્રીડા) ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકના વ્રતોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં ચોથવ્રતના અતિચારોના વર્ણન પ્રસંગે કહ્યું છે કે, જે સ્વદારામાં સંતુષ્ટ છે તેવા શ્રાવકને માટે તીવ્ર કામભાવે અનંગક્રીડા કરવી તે ત્રીજો કે ચોથો અતિચાર બને છે માટે જ પરદારાદિનું કામવિકારથી દર્શન સ્પર્શ કે વાર્તાલાપાદિ ત્યાજય છે. अणंगपडिसेविणी - अनङ्गप्रतिसेविनी (स्त्री.) (લિંગ અને યોનિ સિવાયના મુખાદિ અંગે આહાર્યલિંગાદિથી વિષય સેવન કરનારી, પરપુરુષો સાથે વ્યભિચાર કરનારી) અન્ય પુરુષો સાથે જે સ્ત્રી વ્યભિચારમાં આસક્ત રહે છે તેને મોહનીયનો અત્યંત ઉદય હોય છે. તેવી સ્ત્રી ગર્ભને ધારણ કરતી નથી એમ સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનકના બીજા ઉદેશામાં કહેવાયું છે. વ્યભિચારમાં આસક્ત બનેલી સ્ત્રી સ્વ-પરનું પારાવાર નુકશાન કરનારી કહી છે. * 216
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy