________________ મનસ (7) (ગાડું, શકટ 2. શરીર). જેમ રથનો સારથિ રથ કે ગાડાને હાંકે છે તેમ શાસ્ત્રકારોએ આ શરીરને પણ શકટની ઉપમા આપેલી છે. તેમાં સારથિરૂપે અંતરાત્માને કહેલો છે. કારણ કે તે આત્યંતર પ્રવર્તન કરે છે. જેનો સારથિ અનંત જ્ઞાનનો ધણી હોય તે ગાડું પાર ઉતરે એમાં શી નવાઈ? ઋr () (કરજ, ઋણ 2. આઠ પ્રકારના કર્મ) જેમ કરજદાર કે ઋણી વ્યક્તિને પોતાનું કરજ ચૂકવ્યા વિના ચેન નથી પડતું. તેમ સમ્યગ્દષ્ટિજીવને પણ પરમાત્માના બતાવેલા માર્ગે ચાલ્યા વિના સુખચેન નથી હોતું, આઠેય પ્રકારના કર્મોને ત્યજીને જીવ જ્યારે સિદ્ધગતિ પામે છે ત્યારે તે ઋણમુક્ત બને છે. માફુ - મનતિ ( વ્ય.) (અતિક્રમણનો અભાવ) અતિ પરિચયે અવજ્ઞા આ નીતિવાક્ય છે. જ્યારે વ્યક્તિ બીજા કોઈની પણ વધુ નજીક જાય છે ત્યારે તે સામેના મહાન વ્યક્તિત્વમાં પણ ખામીઓ જોતો થઈ જાય છે. પછી તો એ મહાપુરુષની આજ્ઞાનો અનાદર કરતો થઈ જાય છે. માટે વધુ નિકટતા ત્યાજ્ય છે. આગમોમાં ધર્મગુરુની પણ ન અતિ નજીક કેન અતિ દૂર રહેવા માટે શિષ્યને ઉપદેશ કરાયેલો છે. મફળ - તિમય (ત્રિ.). (વ્યભિચાર અર્થે અશક્ય 2. જેમાં વ્યભિચાર અતિવ્યાપ્તિ વગેરે દોષો ન આવે તેવો જવાબ) જે ઉપદેશ કે કથનમાં વ્યભિચાર એટલે હેતુદોષ કે અતિવ્યાપ્તિ અર્થાતુ, કોઈ નિયમ કે સિદ્ધાંતનો અનુચિત વિસ્તાર વગેરે દોષ વિદ્યમાન હોય તો તે વચનને આપવચન ન કહેવાય. કારણ કે જે સર્વજ્ઞ છે તેવા જ્ઞાની ભગવંતનું વચન વાણીના સર્વદોષોથી મુક્ત અને સર્વપ્રકારના ગુણોથી યુક્ત હોય છે. ફMI - મનસિપ્રદ (ત્રિ.) (પ્રછત્ર, ઢાંકેલું, અપ્રકાશિત) જિનેશ્વર પ્રભુ ક્યારેય જગતના સર્વ પદાર્થોને ઉપદેશના માધ્યમથી કહેતા નથી. જે પદાર્થો અનભિલાપ્ય છે અથવા કેવળીના જ્ઞાનમાં માત્ર ભાસનારા છે અને લોકોપયોગી નથી તેવા પદાર્થોને છોડી જે પદાર્થો જીવોને ઉપકારક છે કે જોય છે તેને જ કહે છે. अणइवत्तिय - अनतिपत्य (अव्य.) (નહીં ઓળંગીને, ઉલ્લંઘન કર્યા વગર 2. હિંસા ન કરીને) આચારાંગસૂત્રમાં સાધ્વાચારની ઉત્કૃષ્ટ પરિભાષા વર્ણવી છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં સાધુધર્મને ઉદેશીને જણાવ્યું છે કે, સંયમીએ કોઈપણ પ્રાણધારીનો અતિપાત ન કરવો જોઈએ અર્થાતુ, કોઈપણ જીવની હિંસા સાધુએ ન કરવી. સફિવર - સતિવર (). (પ્રધાન, સર્વોત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ) જેમ તારામાં ચંદ્ર, પર્વતોમાં મેરુ, ફૂલોમાં કમળ, જળમાં સમુદ્ર, દેવોમાં ઇન્દ્ર પ્રધાન છે. સર્વોત્તમ છે. તેમ સર્વ દેવી-દેવતાઓમાં વીતરાગ એવા જિનેશ્વર દેવ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, મુક્તિદાતા છે, સંસાર સમુદ્રથી પાર ઊતારનારા છે, શરણ્ય છે. अणइवरसोमचारुरूव - अनतिवरसोमचारुरूप (त्रि.) (અતિશય સૌમ્ય-ષ્ટિને સુખ ઉપજાવનારું સુંદર રૂપ જેનું છે તે) ઔપપાકિસૂત્ર અને તંદુલવૈચારિક નામના આગમગ્રંથોમાં અપ્સરાઓના રૂપ લાવણ્યના વર્ણનો પ્રાપ્ત થાય છે. જેમ કે સ્વર્ગની અપ્સરાઓ રૂ૫ લાવણ્યમાં બીજી કોઈપણ સ્ત્રીઓથી અતિશય ચઢિયાતી હોય છે. તેની હોડ કરનારી કોઈ સ્ત્રી હોતી જ નથી. 115